Surat News: સુરત (Surat)માં ભાગ્યોદય વિધિના નામે ભૂવાએ નજર બગાડ્યાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે. ભરત કુંજડિયા નામના ઢોંગી ભૂવાની કામલીલા બહાર આવતા બરોબરનો લોકોએ મેથીપાક ચખાડ્યા બાદ સરથાણા પોલીસ સ્ટેશનમાં પકડીને લઈ જવાયો છે, તેમજ આ મામલે પોલીસે ઊંડી તપાસ હાથ ધરી છે.
સુરત શહેરમાં ભાગ્યોદય વિધિના નામે બળાત્કાર (Rape) કરાતા ભૂવાને પોલીસ સમક્ષ હાજર કરી દેવાયો છે. ભરત કુંજડિયા નામના ઢોંગી ભૂવાની કરતૂત બહાર આવી છે. સગી મામાની દીકરી પર ભૂવાએ નજર બગાડી હતી. વિધિ કરવાના બહાને ભૂવાએ મને જાગૃત કરી તારામાં પ્રવેશ આપ તેમ પીડિતાને કહ્યું હતું. ભૂવાએ પતિને બહાર મોકલી પરિણીતા પર દુષ્કર્મ આચર્યુ હતું. મામાની દીકરીને તેના જ ઘરમાં નિર્વસ્ત્ર કરી ભાગ્યોદય વિધિના નામે પરણિતાની આબરૂ લૂંટી હતી. પરિણીતાએ પતિને જાણ કરતાં મામલો બિચક્યો હતો. આ મામલે લોકોએ ભૂવાનું મુંડન કરી મોઢામાં ચંપલ મૂકાવી બરોબર મેથીપાક આપ્યા બાદ ફરિયાદ નોંધાવાઇ હતી. સરથાણા પોલીસે આરોપી ભૂવાને પકડી તપાસ હાથ ધરી છે.
તો બીજી બાજુ ભાવનગર પંથકમાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. પાલિતાણાની યુવતી દુષ્કર્મનો ભોગ બનતા સાવરકુંડલાના ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધ્યો હતો. બાદમાં મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું. નિકુંજવાળા નામના ઇસમ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ મામલે પાલિતાણા ટાઉન પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો:અમરેલીમાં પિતાએ જ પુત્રી પર ગુજાર્યો બળાત્કાર, લાલબત્તી સમાન ઘટના
આ પણ વાંચો:વડોદરામાં MS યુનિવર્સિટીની વિદ્યાર્થિની પર વિધર્મી વકીલનો બળાત્કાર, ગર્ભ રહેતા નોંધાવી ફરિયાદ
આ પણ વાંચો:ઓસ્ટ્રેલિયામાં ભારતીય સમુદાયના નેતાએ 5 મહિલાઓ પર ગુજાર્યો બળાત્કાર