@કૌશિક છાયા, કચ્છ
મીડિયા લોકમત ઘડવાનું મહત્વનું કામ કરે છે લોકો સુધી વાત પહોંચાડવાનું તેમજ ખોટી અફવાઓ અને માન્યતાઓ દુર કરવાનું કામ મીડિયા કરે છે. નવરાત્રિ હોય કે લગ્ન પ્રસંગ નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ની માર્ગદર્શિકા મુજબ અનુસરવાનું માત્ર કાયદાથી નહીં પણ અખબારો દ્વારા ઉભા કરાયેલા લોકમતના માનસથી પણ શકય બન્યું છે. કોવીડ-૧૯માં મીડિયાએ મહત્વની ભૂમિકા ભજવી છે એમ રાષ્ટ્રીય પ્રેસ ડે નિમિત્તે યોજાયેલા વેબિનારમાં વી.એસ.ગઢવીએ ચાવીરૂપ પ્રવચનમાં કહયું હતું.
વલસાડ / વાકલ ગામે રમાતી ક્રિકેટ ટુર્નામેન્ટ જોવા ઉમટી ભીડ, ગ્રામજનોમ…
ધ રોલ ઓફ ધ મીડિયા ડયુરીંગ ધ કોવીડ-૧૯ પેન્ડેમીક એન્ડ ઈટ્સ ઈમ્પેકટ ઓન મીડિયા વિષય પર રાષ્ટ્રીય પ્રેસ ડે નિમિત્તે આજરોજ વેબિનાર યોજાયો હતો. ગુજરાત પ્રેસ અકાદમી ગાંધીનગર અને જિલ્લા માહિતી કચેરી, ભુજ-કચ્છના સંયુકત ઉપક્રમે ૧૬ નવેમ્બર રાષ્ટ્રીય પ્રેસ ડે નિમિત્તે યોજાયેલા વેબિનારમાં જિલ્લાના વિવિધ મીડિયાના મીડિયાકર્મીઓ ઉત્સાહભેર જોડાયા હતા.

પૂર્વ માહિતી કમિશનર અને ગેમ્સના ડાયરેકટર વી.એસ.ગઢવીની અધ્યક્ષતા હેઠળ યોજાયેલા આ વેબીનારમાં ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે, ‘‘આફતો અને કોવીડ-૧૯ પેન્ડેમીકમાં મહત્વનો રોલ ભજવતા મીડિયાકર્મીઓ, માહિતી ખાતું, આકાશવાણી અને સંકળાયેલા તમામને શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતું કે, લોકમાનસમાં જવાબદારીપૂર્વક લોકમત ઘડવામાં મીડિયાની ભૂમિકા મહત્વની રહી છે. કોવીડ-૧૯માં સતત સાતત્યપૂર્વક માનસ બદલવામાં મીડિયા ઉપયોગી છે. ભૂકંપ હોય કે કુદરતી આફત કે રોગ પુનર્વસન માટે જનમાનસ બદલવા સતત સાતત્યપૂર્ણ રોલ મીડિયા સરકારની સાથે રહી ભજવે છે તેમના સાધન, શકિત અને સુઝના ઉપયોગનો ઉલ્લેખ કોવીડ-૧૯નો ઈતિહાસ લખાશે ત્યારે પણ કરાશે’’ એમ ગઢવીએ કહયું હતું.

આકાશવાણી, ભુજના કાર્યક્રમ અધ્યક્ષ જયેશભાઇ રાવલે પણ કોવીડ-૧૯માં સંકળાયેલા તમામ વોરિયર્સને વધાવવાનું હકારાત્મક વલણ મીડિયાએ અપનાવ્યું છે. તે ઉદાહરણ સહિત રજુ કર્યુ હતું. તસવીર સહિતના સમાચારોથી જનસંવેદના જગાડી લોકોને મદદ કરવા સરકાર અડીખમ છે તેમ એમણે જણાવ્યું હતું. માત્ર ખામીઓ જ નહીં ખુબી ભરેલા સમાચારો તરફ જનમાનસને દોરવાનું કામ પણ મીડિયાએ કર્યુ છે તેમજ આવનારા સમયમાં મીડિયા સમક્ષ કોવીડ-૧૯ સંદર્ભે ઉભા થનારા પડકારનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો.
બોડેલી / પોલીસ જેવો રુઆબ છાંટી બોલેરો પીકઅપ ડ્રાઈવર સાથે મારામારી કર…
સમગ્ર વેબિનારનું સંચાલન પૂર્વ સહાયક માહિતી નિયામક શાંતિલાલ સોનીએ કર્યુ હતું. ૧૬ નવેમ્બર ૧૯૬૬ થી યોજાતા આ ૪૪ માં રાષ્ટ્રીય પ્રેસડે ની વિગતે પૂર્વભૂમિકા આપતાં તેમણે પ્રેસની અભિવ્યકિતની આઝાદીની ઉજવણી અંગે ઉલ્લેખ કર્યો હતો.
Corona Vaccine / ભારત સહીત વિશ્વના આ દેશોએ કોરોના વેક્સિનના અબજો ડોઝનો ઓર્ડર …
નાયબ માહિતી નિયામક મિતેશ મોડાસીયાએ આ વેબિનારમાં ભાગ લેનારા તમામ મીડિયાકર્મીઓ, અધિકારીઓ અને વિધાર્થીઓનો આ તકે આભાર માન્યો હતો.
