Mahesana News : મહેસાણામાં મહિલા સાથે પરણિત યુવકે દુષકર્મ આચ્યું હતું. આરોપી યુવક મહિલાને અતિથી ગેસ્ટ હાઉસ અને જનપથ હોટેલમાં લઈ જતો હતો. જ્યાં તેની પર અવારનવાર દુષક્રમ આચકતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.મહિલા બે છોકરાની માતા છે અને યુવક પણ પરણિત હોવાનું બહાર આવ્યું છે. આરોપીએ મહિલાને પરણિત હોવાછતા કુંવારો હોવાનું કહીને વાસનાનો શિકાર બનાવતો હતો. તે સિવાય યુવકે મહિલાને લગ્ન કરવાની પણ લાલચ આપી હતી. આ અંગે મહિલાએ મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
આરોપીએ મહિલાના બાળકોની સાર સંભાળ રાખવાની ખાતરી પણ આપી હતી. તપાસમાં બહુચરાજીના સમલાયાપુરા ગામનો નીલેશ પટેલ આરોપી હોવાનું બહાર આવ્યું છે.અવારનવાર દુષ્કર્મને કારણે મહિલા બે વખત ગર્ભવતી પણ બની હતી. આરોપીએ એકવાર ગર્ભપાતની ગોળીઓ ખવડાવીને ગર્ભપાત કરાવ્યો હતો. તે સિવાય બીજીવખત મહિલાને ગર્ભ પડાવી દેવાનું કહીને તેને અપમાનિત કરી હતી. તપાસમાં મહિલા પરપ્રાંતિય હોવાનુંબહાર આવ્યું છે. આરોપીએ એપ્રિલ મહિનાથી ઓક્ટોબર મહિના દરમિયાન અનેકવાર દુષ્કર્મ આચર્યું હોવાનું તપાસમાં જણાયું હતું.
આ પણ વાંચો: રાજસ્થાનથી અમદાવાદ ભીખ માગવા લાવી બાળકના 150 અને પરિવાર પાસેથી 500 વસૂલતા, બે એજન્ટને ઝડપાયા
આ પણ વાંચો: અમદાવાદમાં છઠપૂજા મહાપર્વમાં સહભાગી થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
આ પણ વાંચો: અમદાવાદના સિંધુભવન રોડ પર સ્પામાં દરો઼ડા
