Ahmedabad News/ રાજસ્થાનથી અમદાવાદ ભીખ માગવા લાવી બાળકના 150 અને પરિવાર પાસેથી 500 વસૂલતા, બે એજન્ટને ઝડપાયા

આ સમગ્ર રેકેટ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે શોધી કાઢ્યું છે અને બે આરોપીની અમદાવાદ લાવીને પૂછપરછ કરવામાં આવી રહી છે

Top Stories Ahmedabad Gujarat
Beginners guide to 2024 11 08T150838.090 રાજસ્થાનથી અમદાવાદ ભીખ માગવા લાવી બાળકના 150 અને પરિવાર પાસેથી 500 વસૂલતા, બે એજન્ટને ઝડપાયા

Ahmedabad News : અમદાવાદના મોટાભાગના સિગ્નલ પર તમને નાના બાળકો ભીખ માંગતા જોવા મળશે. પરંતુ આ એક કારબોર હોવાનું ક્રાઈમ બ્રાંચે બે આરોપીને ઝડપી લેતા બહાર આવ્યું છે. બાળકો એટલાં બધાં કરગરે કે આપણે દયા ખાઈને તેમને પાંચ કે દસ રૂપિયા આપી દઈએ, પરંતુ આ બાળકો ક્યાંનાં છે, શું કામ ભીખ માગે છે એ સવાલ આપણા મનમાં ક્યારેય આવ્યો જ નથી, પરંતુ આ એક રીતસરનો કારોબાર છે અને હ્યુમન ટ્રાફિકિંગનું રેકેટ છે. એમાં બાળકો અને આખેઆખા પરિવારને અન્ય રાજ્યમાંથી લાવીને અમદાવાદના એસજી હાઈવે, સીજી રોડ તેમજ મહત્ત્વનાં જંક્શન પર ભીખ માગવા માટે ગોઠવી દેવામાં આવે છે અને આ ગોઠવનારા કોઈ બીજા નહીં, પણ એજન્ટ છે.

છેલ્લાં ઘણાં વર્ષોથી ચાલતી આ પ્રક્રિયામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને એક મહત્ત્વની સફળતા મળી છે, જેમાં ક્રાઈમ બ્રાન્ચે બે એજન્ટની ધરપકડ કરી છે. જે રાજસ્થાનના નાના નાના જિલ્લાઓમાં જઈને બાળકો અને આખા પરિવારને ભીખ માગવા માટે અમદાવાદ લાવતા હતા.જોકે રેકેટમાં ચોંકાવનારી વાત એ છે કે બાળકોને સમાન્ય રીતે વધુ ભીખ મળતી હોવાથી તેના 150 રૂપિયા અને આખા પરિવારને અમદાવાદ લાવવાના રોજના તેઓ 500 રૂપિયા આ ગરીબોની મજબૂરીનો લાભ લઈને વસૂલતા હતા. આ સમગ્ર રેકેટ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે શોધી કાઢ્યું છે અને બે આરોપીની અમદાવાદ લાવીને પૂછપરછ કરવામાં આવી રહી છે. રાજસ્થાનના અલગ અલગ જિલ્લાઓમાંથી લવાયેલા લોકોના એજન્ટ તરીકે આ કામ કરતા હોવાની વિગત અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પાસેથી જાણવા મળી છે.

અમદાવાદના ટ્રાફિક સિગ્નલ પર અલગ અલગ જગ્યાએ ભીખ માગતા લોકોનું રેસ્ક્યૂ કરીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ઘણા સમયથી કામ કરી રહી છે. આ સમગ્ર રેકેટ છે તેની તપાસ ક્રાઈમ બ્રાન્ચની ટીમો દ્વારા કરવામાં આવી રહી હતી અને એ હાલ એક નિર્ણાયક વળાંક પર આવીને ઊભી છે, કારણ કે આ ભિખારીઓ પોતાની મરજીથી ભીખ માગતા નહીં, પણ તેમની મજબૂરીના કારણે અમદાવાદ લાવીને ભીખ મગાવવામાં આવતી હતી.આ માટે બાળકો અને પરિવારને ભીખ માગવા માટે તેમની સાથે ડીલ કરવામાં આવતી હતી, જેમાં બાળકો જો એકલાં આવે તો તેના પરિવાર પાસેથી રોજના 150 રૂપિયા અને આખો પરિવાર આવે તો તેમની પાસેથી રોજના 500 રૂપિયા આ એજન્ટો વસૂલતા હતા.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પકડેલા બે એજન્ટ પાસેથી મહત્ત્વની વિગત એવી જાણવા મળી રહી છે કે આ બે એજન્ટો 15-15 દિવસે મજબૂર લોકોની ટ્રિપ મારતા હતા, એટલે કે નાના ગામમાં જઈને તેમને અમદાવાદ શહેરમાં ભીખ માગવા માટે લાવવામાં આવતા હતા. તેમને અમદાવાદ લાવીને કોઇપણ બ્રિજની નીચે રહેવા માટે મૂકી દેવામાં આવતા હતા. સાંજ પડે આ એજન્ટો તેમની પાસેથી રૂપિયા વસૂલ કરતા હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, તેમને કોઇ એજન્સી અથવા સરકારી સંસ્થા દ્વારા બીજી જગ્યાએ લઈ જવામાં આવે તો ત્યાંથી પણ તેમને લઈ આવવા સુધીની કામગીરી કરવામાં એજન્ટો એક્ટિવ હતા.

આ અંગે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી અજિત રાજિયાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે બાળકો અને પરિવારને ભીખ મગાવવાના રેકેટની અંદર બે એજન્ટની ધરપકડ કરવામાં આવી છે, જેઓ અલગ અલગ જગ્યાએથી ગરીબ લોકોને લાવીને અહીં ભીખ મગાવતા હતા. એમાં તેમના સ્ટેન્ડ એસજી હાઈવે અને સીજી રોડ હતા. હાલ આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે અને કેટલા સમયથી કેટલા લોકોને અહીં લાવ્યા એ અંગે તપાસ કરવામાં આવી રહી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, છેલ્લાં ઘણાં વર્ષોથી આ પ્રકારે ટ્રાફિક સિગ્નલ પર ભીખ માગતા લોકોને લાવવામાં આવતા હતા. એમાં હાલ બે એજન્ટ પકડાયા છે, પરંતુ આ પાછળ બીજા લોકો પણ સામેલ છે એવું અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને કડી મળી છે અને ગુજરાતના અમદાવાદ સિવાય બીજી કઈ જગ્યાએ ગરીબ લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને તેમની પાસે ભીખ મગાવાતી હતી એની તપાસ કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં આ રેકેટમાં કઈ રીતે કેટલા રૂપિયાની લાલચે લોકો જોડાયા હતા એ સ્પષ્ટ થશે એવું જાણવા મળશે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરતમાં સ્પા – મસાજની આડમાં ચાલતા દેહવ્યાપાર વિરૂદ્ધ અડાજણ પોલીસની કાર્યવાહી

આ પણ વાંચો: સુરતઃ વિદેશના નાગરિકોને ભારતમાં ઘુસાડવાનું રેકેટ, બાંગ્લાદેશી યુવક અને યુવતીઓ ઝડપાઈ, બાંગ્લાદેશથી ખેતર મારફતે ઘૂસ્યા હતા ભારતમાં, હાવડા ટ્રેન મારફતે સુરતમાં આવ્યા, યુવતીઓને

આ પણ વાંચો: સુરતમાં સેક્સ અને ડ્રગ્સ રેકેટ પકડાવવાનો મામલો, થાઈ ગર્લ સહિત 14ની ધરપકડ