sports news/ તિલક વર્મા કેમ થોડા સમય માટે ક્રિકેટથી દૂર રહ્યા હતા તેના વિશે ચોંકાવનારો ખુલાસો કર્યા

ટીમ ઈન્ડિયાની 2025 એશિયા કપ જીતમાં મુખ્ય ભૂમિકા ભજવનાર તિલક વર્માએ તાજેતરમાં પોતાની કારકિર્દીની સૌથી પડકારજનક ક્ષણનો ખુલાસો કર્યો.

Trending Sports
Tilak Verma reveals his challenging moment

તિલક વર્માએ ભારતના 2025 એશિયા કપ વિજયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. 22 વર્ષીય ડાબા હાથના બેટ્સમેનએ ખુલાસો કર્યો કે 2022 માં તેને રેબડોમાયોલિસિસ નામની એક દુર્લભ બીમારી હોવાનું નિદાન થયું હતું, જે સ્નાયુઓમાં ઝડપથી નબળાઈ અને ટુટવાનું કારણ બને છે.

તિલક એ સમજાવ્યું કે આ તેમના માટે એક મોટો પડકાર હતો, અને તેમણે પોતાની ફિટનેસ અને કારકિર્દી બંને માટે લડવું પડ્યું. તિલક એ મુંબઈ ઈન્ડિયન્સ ટીમ અને માલિક આકાશ અંબાણીનો તેમના સમર્થન અને સંભાળ માટે આભાર માન્યો.

ભારતીય ટીમમાં કોલ-અપ મેળવવામાં મદદ મળી
છેલ્લા કેટલાક વર્ષોમાં તિલક વર્માએ મુંબઈ ઈન્ડિયન્સ ટીમમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. 2024 સીઝન પહેલા ટીમ દ્વારા તેમને જાળવી રાખવામાં આવ્યા હતા. ટુર્નામેન્ટમાં તેમના પ્રભાવશાળી પ્રદર્શનથી તેમને ભારતીય ટીમમાં કોલ-અપ મેળવવામાં મદદ મળી.

આઈપીએલમાં પહેલી સીઝન પછી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ
તિલક વર્માએ જણાવું કે, આઈપીએલમાં મારી પહેલી સીઝન પછી, મને કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ. હું ફિટ રહેવા માંગતો હતો. મને રેબડોમાયોલિસિસ નામની બીમારી થઈ, જેના કારણે મારા સ્નાયુઓ વધુ પડતા થાકી ગયા અને નુકસાન થયું.

તિલકએ જણાવ્યુ કે, તે આરામના દિવસોમાં પણ સખત મહેનત કરતો હતો અને જીમમાં તાલીમ ચાલુ રાખતો હતો. જોકે, આનાથી તેના સ્નાયુઓને પૂરતો આરામ મળી શક્યો નહીં, અને તેની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ હતી. જ્યારે સમસ્યા ગંભીર બની, ત્યારે આકાશ અંબાણીએ તરત જ જય શાહને જાણ કરી. તિલકને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ડોક્ટરોએ ચેતવણી આપી હતી કે કોઈપણ વિલંબના કારણે ગંભીર પરિણામો આવી શકતા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ind vs aus match/પર્થમાં 0, એડિલેડમાં શાંતિ… કોહલીના વર્તનથી ચાહકો ચિંતિત

આ પણ વાંચો: ICC Womens World Cup 2025/ભારતે ‘કરો યા મરો’ની મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવીને સેમી ફાઇનલમાં

આ પણ વાંચો: India vs Australia/ત્રણ વન-ડે શ્રેણીની પ્રથમ વન-ડેમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને સાત વિકેટે હરાવ્યું