Tech News: સૉલ્ટ બેટરી… જર્મનીએ એક એવી અત્યાધુનિક બેટરીની ટેકનિક વિકસિત કરી છે કે જે ભવિષ્યમાં ઇલેક્ટ્રોનિક વાહનો, મોબાઇલ ફોન અને વીજળીની મોટી ગ્રિડ સિસ્ટમ સુધી ઊર્જાનું સૌથી સુરક્ષિત અને સોંધો વિકલ્પ છે. કિચનમાં વપરાતા સાધારણ મીઠાથી બનેલી આ સૉલ્ટ બેટરી સુરક્ષિત અને ખિસ્સાને પરવડે એવી માનવામાં આવી રહી છે.
જર્મની (Germany)એ હવે સૉલ્ટ બેટરી (Salt Battery)નું મોટા પાયે ઉત્પાદન શરુ કરી દીધું છે. આ નવી ટેકનિકથી બનતી બેટરીઓને CERENERGY એવું નામ આપવામાં આવ્યું છે. આ બેટરીઓને ઊર્જા ક્ષેત્ર (Energy Field)માં ગેમ-ચેન્જર માનવામાં આવી રહી છે, કારણ કે એ મોંઘી અને દુર્લભ ધાતુઓ પર નિર્ભર નથી…એ કેવળ એક સાધારણ ગણાતા મીઠા (Salt)નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે!

મોબાઇલ માટેની સૉલ્ટ બેટરીની ટેકનિક જર્મનીએ વિકસાવી
‘ઇનોવેશન ઓરિજિન્સ’ અનુસાર, આ બેટરીને ઓષ્ટ્રેલિયા (Australia)ની કંપની Altech Batteries દ્વારા યુરોપ (Europe)ના Fraunhofer IKTS રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ની સહાયતાથી તૈયાર કરવામાં આવી છે. આ ટેકનોલોજી (Technology)ને વિકસિત કરવામાં આશરે 8 વર્ષ જેટલો સંશોધન સમય લેવામાં આવ્યો હતો અને એમાં અત્યાર સુધીમાં કુલ 35 મિલિયન યૂરો ખર્ચ કરવામાં આવેલા છે! હવે કંપની એને કોમર્શિયલ સ્વરુપ આપવા અને વેચાણ કરવાની તૈયારી કરી રહી છે. રિપોર્ટ અનુસાર, સૉલ્ટ બેટરીથી ચાલતા મોબાઇલ, સ્માર્ટ ડિવાઇઝ અને ત્યાં સુધી કે ઇલેક્ટ્રિક વાહનો (Mobile, Smart Devices & EV) પણ એનાથી ચલાવવાની તૈયારી થઇ રહી છે!

સૉલ્ટ બેટરી શી રીતે કાર્ય કરે છે?
મીઠા વાળી બેટરીના કામ કરવાની પદ્ધતિ પારંપરિક લિથિયમ-આયર્ન બેટરીથી તદ્દન અલગ છે. એમાં લિથિયમ, કોબાલ્ટ, ગ્રેફાઇટનો ઉપયોગ કરવામાં આવતો નથીય એમાં સૉલ્ટ આધારિત સોલિડ ઇલેક્ટ્રોલાઇટ્સ અને સિરામિક સેલ્સ લગાવવામાં આવે છે. એમનો વોલ્ટેજ 2.58 V હોય છે. આ એક સોલિડ-સ્ટેટ બેટરી છે અને એમાં આગ લાગવાનું જોખમ પણ નથી! આથી એને મોટા ઊર્જા સ્ટોરેજ સિસ્ટમ અને વીજળી ગ્રિડ માટે બનાવવામાં આવે છે. દુનિયા એને ભવિષ્યનો પાવર સ્ટોરેજ માની રહી છે! પ્રારંભિક ટેસ્ટમાં 500 થી વધુ ચાર્જ સાઇકલ પછી પણ એનું પ્રદર્શન સ્થિર જોવા મળ્યું હતું.
સૉલ્ટ બેટરીનું ભવિષ્ય
ભારત (India) 2030 સુધી 500 GW નવીની-કરણીય ઊર્જા પ્રાપ્ત કરવાનું લક્ષ્ય ધરાવે છે. એવામાં BESS (Battery Energy Storage Systems) અત્યંત મહત્વનું ગણાઇ રહ્યું છે. સૉલ્ટ બેટરી ભારત માટે ફાયદાારક સિદ્ધ થઇ શકે છે કેમ કે એનો ઉત્પાદન ખર્ચ ઓછો છે. આ સુરક્ષિત છે અને ગ્રામીણ કે માઇક્રોગ્રિડ સિસ્ટમમાં પણ ઉપયોગી છે. અત્યારે સ્માર્ટ ફોન અને EV ઇલેક્ટ્રિક વાહનોમાં એમનો ઉપયોગ કરવો એ જ માત્ર મુખ્ય લક્ષ્ય નથી, પરંતુ વિશેષજ્ઞોનું માનવું છે કે, ટેકનોલોજી પરિપક્વ થતા જ આવનારા સમયમાં વાહન, મોબાઇલ અને હોમ એનર્જી સિસ્ટમ પણ મીઠા વાળી બેટરીથી ચાલી શકે છે.
આ પણ વાંચો:AI–5G આધારિત નવી પેઢીના બ્લુ હાર્બર મોડલથી ગુજરાત વૈશ્વિક દરિયાઈ હબ બનશે
આ પણ વાંચો:સરકાર મોબાઇલમાં ‘સંચાર સાથી “એપ કેમ ઇન્સ્ટોલ કરવાનું કહ્યું, શું એપ જાસૂસી કરે છે ?
આ પણ વાંચો:કોંગ્રેસ-ભાજપ AI વિડીયો,PM મોદી સહિત પરિવાર અને રાજકીય નેતાઓના નકલી વિડીયો પર ગરમાયો દેશ

