Dharma & Bhakti/ 2026 શરુ થતાં આગાઉ આ કાર્ય અવશ્ય કરો…સમગ્ર વર્ષ મળશે શ્રી હરિ વિષ્ણુના આશિષ..!

2026 ને હવે થોડા દિવસની વાર છે… કેવા ઉપાયો કરવાથી શુભ રહેશે? આ સમગ્ર વર્ષ દરમિયાન, શ્રી હરિ વિષ્ણુની આરાધના કરવાથી સુખ-સમૃદ્ધિના દ્વાર ખૂલશે….

Religious Rashifal Trending Dharma & Bhakti

Dharm & Bhakti: 2026 નો પ્રારંભ થવાને હવે ગણતરીના દિવસોની જ વાર છે. આ નવ વર્ષ અંગે દરેક વ્યક્તિ આશાવાદ ધરાવે અને સુખ-સમૃદ્ધિની કામના કરે એ સ્વાભાવિક છે! હવે અહિં પ્રશ્ન એ છે કે, નવીન વર્ષમાં કેવા દિવસો જોવા મળશે, સારા કે ખરાબ? મનના કોઇક ખૂણામાં આશા અને હૃદયમાં ક્યાંક એક અજાણ્યા ભયનો પણ અહેસાસ દરેક વ્યક્તિ અનુભવી રહ્યો હશે! તો ચાલો જ્યોતિષ શાસ્ત્ર (Astrology) અનુસાર જાણીએ કે, વર્ષ 2026માં કેવા ઉપાયો કરવાથી શુભ રહેશે? આ સમગ્ર વર્ષ દરમિયાન, અહિં દર્શાવેલા ઉપાયો કરવાથી શ્રી હરિ વિષ્ણુ (Lord Vishnu)ના આશીર્વાદ પ્રાપ્ત થશે!

2026, વિષ્ણુ

હિન્દુ નવ વર્ષ વિક્રમ સંવત 2083 નું મહત્વ

અંગ્રેજી કેલેન્ડર અનુસાર, નવું વર્ષ 1 જાન્યુઆરી, 2026 થી પ્રારંભ થશે પરંતુ, હિન્દુ સનાતન ધર્મના પંચાંગ અનુસાર, નવ વર્ષની શરુઆત 19 માર્ચ 2026, ગુરુવાર (19 March, 2026 Thursday)ના રોજ થવા જઇ રહી છે. પંચાંગ અનુસાર, ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા અર્થાત્ એકમ (Chaitra Sud Ekam)થી નવ વર્ષ પ્રારંભ થવા જઇ રહ્યું છે. આ જ દિવસથી હિન્દુ વિક્રમ સંવત 2083નો પ્રારંભ થશે.

વૈદિક જ્યોતિષ અનુસાર, વર્ષ 2026 નવીન ઊર્જા (Energy)થી સભર હશે અને આ વર્ષ વ્યક્તિગતથી માંડીને વૈશ્વિક સ્તર સુધી મોટા પરિવર્તનોનું સાક્ષી બનશે! દેવગુરુ બૃહસ્પતિ અને સૂર્ય (Guru Grah & Surya Grah)ની વિશેષ ઊર્જા આ વર્ષે વિદ્યમાન રહેશે. આ ઉપરાંત, શનિ મહારાજ (Shani Grah) મીન રાશિમાં સ્થિત રહેશે, જેનાથી અનેક રાશિઓ (Rashi)ના જીવનમાં હલચલ મચી જવાની પૂર્ણ સંભાવના છે. અનુશાસન, જવાબદારી અને કર્મોની પરીક્ષા જોવા મળશે. આ ઉપરાંત, રાહુ અને કેતુ જેમને અનુક્રમે કર્મ અને આધ્યાત્મ (Karma & Spirituality)ના ગ્રહ માનવામાં આવે છે તેઓ ભ્રમજાળમાંથી બહાર કાઢીને આપણને અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનના ઉજાસ તરફ દોરી જશે! જ્યોતિષાચાર્યોના મતે, આ સમગ્ર વર્ષ આત્મચિંતન અને ઉચિત નિર્ણય લેવાના સંકેત આપનારું રહેશે.

2026, વિષ્ણુ

વર્ષ 2026ના સ્વામી ગ્રહ બનશે સૂર્ય દેવ

જ્યોતિષ શાસ્ત્ર (Astrology) મુજબ, આવનારા સંવત્સરના રાજા છે સૂર્ય દેવ! જ્યોતિષીઓના મતે, આગામી સમગ્ર વર્ષ ઊર્જા, પરિવર્તન અને હલચલપૂર્ણ પ્રવૃત્તિઓથી સભર રહેવાની પૂર્ણ સંભાવના છે! વિશેષજ્ઞોના મતે, આ વર્ષમાં ગુરુના શુભત્વના કારણે દેશ, સમાજ અને લોકોમાં આધ્યાત્મ્ય, પૂજા-પાઠ અને પરોપકારની ભાવનામાં અભિવૃદ્ધિ થશે.

વર્ષ 2026ના રાજા સૂર્ય દેવ છે જે આત્મબળ, આત્મવિશ્વાસ, નેતૃત્વ અને અનુશાસનના પ્રતીક છે. આ વર્ષનો મુખ્ય સંદેશ રહેશે… જીવનશૈલી, આદતો અને કર્મોમાં પરિવર્તન કરવું! જો ગ્રહોના ગોચરને સમજ્યા વિના જીવન જીવશો તો એ પડકારજનક બની શકે છે.

2026, વિષ્ણુ

 

નવ વર્ષ 2026 શુભ રહે એ માટે વિષ્ણુ ની આરાધના સહિતના ઉપાયો

ગુરુ ગ્રહનું પણ આ વર્ષે આધિપત્ય રહેશે, આ સંયોજન ઘણા ઉતાર-ચડાવનું સાક્ષી બનશે.

1. સવારે વહેલા ઉઠવું

સવારે સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને તાંબાના લોટામાં સૂર્યને જળ અર્પણ કરવાથી (અર્ઘ્ય આપવાથી) તમારા જીવનમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થશે. આથી આ કાર્ય અવશ્ય કરવું.

2. પિતાની સેવા

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, સૂર્ય ગ્રહનો સંબંધ પિતા (Father) અને સન્માન સાથે સવિશેષ છે. આ વર્ષે પિતાની સેવા અને આદરસહિત સન્માન કરવું તમારા જીવનને શુભત્વ તરફ દોરી જશે. આમ કરવાથી આ વર્ષ તમારા માટે ફળદાયી નીવડશે.

3. અહંકારનો ત્યાગ કરવો

આ નવ વર્ષે સૂર્યની ઊર્જા સવિશેષ વિદ્યમાન રહેશે આથી તમારા અતિ આત્મવિશ્વાસ પૂર્ણ અને અહંકાર (Over confidence & Arrogance)થી લેવાયેલા નિર્ણયો નુકસાન આપી શકે છે. વિનમ્રતા અને શાંતિથી લેવાયેલા નિર્ણયો તમને શુભ ફળ પ્રદાન કરશે.

4. હળદરથી ભાલે તિલક કરવું

જ્યોતિષીય દ્રષ્ટિકોણથી હળદર (Turmeric)ને અત્યંત શુભ માનવામાં આવે છે. એના વિના કોઇ મંગળ કાર્ય સંપન્ન થતુ નથી. આથી સમગ્ર વર્ષ દરમિયાન, તમારા માટે કપાળ પર હળદરથી તિલક (Tilak) કરવું ઉત્તમ ઉપાય રહેશે. આમ કરવાથી સુખ-સમૃદ્ધિ અને ધન-ધાન્યની વૃદ્ધિ થશે અને જીવનમાં બરકત રહેશે.

5. વિષ્ણુ અને સૂર્યની ઉપાસના કરવી

આ આખુંયે વર્ષ વિષ્ણુ સહસ્ત્રનામ, રામ નામ, આદિત્ય હૃદય સ્ત્રોત્ર …આ ત્રણેય પૈકી, ગમે તેના પાઠ અથવા મંત્રજાપ કરવા. આ ઉપરાંત, પીળી વસ્તુઓનું દાન કરવું પણ વિશેષ ફળદાયી સિદ્ધ થશે.

6. માતા લક્ષ્મી અને શુક્ર દેવની કૃપા

2026નો અંક 6 છે જે અંક શાસ્ત્ર (Numerology) અનુસાર, શુક્રનો અંક ગણાય છે. આથી શુક્ર દેવ (Shukradev)ની કૃપા પ્રાપ્ત કરવા માટે, નવ વર્ષમાં પ્રત્યેક શુક્રવારે લક્ષ્મી માતા અથવા દુર્ગા માતા (Lakshmi or Durga mata)ના મંદિરમાં 6 ગુલાબજાંબુ અર્પણ કરવા. આ સાથે, પરિણીત સ્ત્રીઓને શૃંગાર સામગ્રી ભેટ કરવી શુભ રહેશે.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: 2026 ના વર્ષારંભે આ રાશિઓનું ચમકશે નસીબ….બનશે રાહુ-બુધની યુતિનો દુર્લભ સંયોગ…

આ પણ વાંચો:

આ પણ વાંચો: