Chotaudepur news/ છોટાઉદેપુરમાં સીહોદ ડાઇવર્ઝન ધસી પડ્યું: લોકોની નજર સામે તૂટ્યો માર્ગ, સમયસર દોડતાં અનેકના જીવ બચ્યા

Chhota Udepur Bridge Collapse: છોટાઉદેપુર જિલ્લાના સીહોદ પાસે ભારે પાણીના પ્રવાહને કારણે બોડેલી-છોટાઉદેપુર માર્ગ પર બનાવાયેલ ડાઇવર્ઝન ધસી પડ્યું. ઘટનાના સમયે હાજર લોકોએ સમયસર દૂર ભાગી જતાં મોટી દુર્ઘટના ટળી

Gujrat Trending
Chhota Udepur Bridge Collapse: રસ્તો ધસી પડ્યો

Chhota Udepur Rain News: છોટાઉદેપુર જિલ્લાના સીહોદ વિસ્તારમાં ભારે વરસાદ બાદ ડાઇવર્ઝન (Chhota Udepur Bridge Collapse) ધસી પડવાની ઘટનાના લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે. ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યા છે, જેમાં ભારે પાણીના પ્રવાહ વચ્ચે રસ્તો તૂટી પડતો જોવા મળે છે.

Chhota Udepur Bridge Collapse: બોડેલી-છોટાઉદેપુર માર્ગ પર ડાઇવર્ઝન ધસી પડ્યું

Chhota Udepur Bridge Collapse: રસ્તો ધસી પડ્યો
Chhota Udepur Bridge Collapse: રસ્તો ધસી પડ્યો

ભારે વરસાદને પગલે નદીમાં પાણીનો પ્રવાહ વધી જતાં બોડેલી-છોટાઉદેપુર માર્ગ પર બનાવવામાં આવેલ ડાઇવર્ઝન (Diversion Collapse ) અચાનક ધસી પડ્યું હતું. જેના કારણે આ માર્ગ પર વાહનવ્યવહારને અસર પહોંચી હતી અને લોકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી.

નદીનું પાણી જોવા ગયેલા લોકોનો આબાદ બચાવ

ઘટનાના સમયે કેટલાક લોકો નદીમાં વહેતા પાણી જોવા માટે ડાઇવર્ઝન(Chhota Udepur Bridge Collapse) નજીક ઉભા હતા. અચાનક રસ્તામાં તિરાડ પડતાં (Sihod Road Collapse) અને ધસારો શરૂ થતાં લોકો તરત જ પાછળ હટી ગયા હતા, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી.

લોકોની નજર સામે જ રસ્તો ધસી પડ્યો

સ્થળ પર હાજર લોકોની નજર સામે જ ભારે પ્રવાહના કારણે ડાઇવર્ઝનનો ભાગ ધીમે-ધીમે ધસી પડ્યો હતો. આ સમગ્ર ઘટના ત્યાં હાજર લોકોએ પોતાના મોબાઇલમાં કેદ કરી હતી, જેના દ્રશ્યો હવે ચર્ચાનો વિષય બન્યા છે.રસ્તો ધસી પડવાનો અણસાર મળતા જ લોકો તાત્કાલિક સલામત સ્થળે દોડી ગયા હતા. સમયસર સ્થળ ખાલી કરી દેતાં મોટી દુર્ઘટના ટળી હતી અને કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી.

ભારે પ્રવાહથી ડાઇવર્ઝનને ભારે નુકસાન, તંત્રની અપીલ

નદીના ભારે પ્રવાહને કારણે ડાઇવર્ઝનને મોટું નુકસાન પહોંચ્યું છે. ઘટનાને પગલે સ્થાનિક તંત્રે અસરગ્રસ્ત વિસ્તારને સુરક્ષિત બનાવી જરૂરી કાર્યવાહી શરૂ કરી છે. સાથે જ નાગરિકોને નદીકાંઠા અને અન્ય જોખમી સ્થળોથી દૂર રહેવા તેમજ તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.


આ પણ વાંચો: નવસારીમાં મેઘતાંડવ: જૂજ ડેમની કેનાલમાં ગાબડું પડતાં ખેતરોમાં પાણી ફરી વળ્યા, પૂર જેવી સ્થિતિ સર્જાઈ

આ પણ વાંચો: તાપીમાં ભારે વરસાદની અસર: સોનગઢમાં ઘરમાં પાણી ભરાતાં 70 વર્ષીય વૃદ્ધનું સુરક્ષિત સ્થળાંતર

આ પણ વાંચો: અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 48 કલાક રાજ્યમાં ભારે વરસાદનું તાંડવ