Lifestyle: ઔષધીય ગુણોથી ભરપૂર એલોવેરા જેલ (Aloe vera Gel)ને ત્વચાના સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. જો તમે એને યોગ્ય રીતે તમારા સ્કિન કેર રુટિનમાં સામેલ કરશો તો હોળી પછીના રંગોત્સવ ધૂળેટી (Dhuleti)ના દિવસે તમારી ત્વચા પર લાગેલા ગુલાલ (Gulal)થી માંડીને પાકા રંગો ( (Holi Colours) સુધી તમામ ડાઘ દૂર કરી શકાય છે.
જો તમે હોળીના રંગે મન ભરીને રંગાયા પછી એવી ચિંતામાં હો કે, હવે સ્કિન કેવી રીતે સાફ કરવી? તો જાણો કે, પોષક તત્વોથી ભરપૂર એલોવેરા જેલ તમારી ત્વચા માટે શ્રેષ્ઠ રહેશે. હવે જાણી લઇએ કે, એને શી રીતે યુઝ કરવી?

હોળીના રંગ દૂર કરવા એલોવેરા જેલ ટિપ્સ (Aloe vera Gel Tips to Remove Holi colors)
આ માટે તમારે તાજા એલોવેરા (કુંવારપાઠું) ના મોટા ટુકડાને છોલીને એનો પલ્પ કાઢીને સ્વચ્છ મિક્સર જારમાં ક્રશ કરી લેવો. તમારી જેલ તૈયાર થઇ જશે! જો તમે આ મહેનત ન કરવા માગતા હો તો તમે બજારમાંથી સારી કંપનીના એલોવેરા જેલ પ્રોડક્ટને લાવીને લગાવી શકો છો.
હોળીના તહેવારે રંગો (Holi Colours)થી રમી લીધા બાદ સૌપ્રથમ તમારે તમારી ત્વચા (Skin)ને સારી રીતે ધોઇને સ્વચ્છ કરી લેવી. સાબુ (Soap)થી ફક્ત એક કે બે વાર જ ચહેરા અને અન્ય ભાગોને ધોવા નહિં તો તમારી સ્કિન ડ્રાય બની શકે છે. હાથ-પગ અને મોંને સારી રીતે લૂછી લેવા. ત્યાર બાદ, તમારા હાથ અને પગ ઉપરાંત, ચહેરા (Face) પર પણ એલોવેરા જેલને સરસ રીતે અપ્લાય કરી લો. વધારે બહેતર પરિણામે માટે તમારે થોડી વાર સુધી એને ત્વચા પર લગાવીને રાખવી જોઇએ. ત્યાર બાદ ત્વચાને હળવેથી ઘસી લેવી અને પાણી વડે ધોઇ લેવી.

એલોવેરા જેલ લગાવવાના ફાયદા
અત્રે ઉલ્લેખનીય છે કે, એલોવેરા જેલ હોળીના પાકા રંગ દૂર કરવા માટે પણ કારગર સાબિત થઇ શકે છે. આ ઉપરાંત, જો હોળીના કલરમાં ભેળસેળયુક્ત કેમિકલ વગેરે તત્વોથી થતી ત્વચાની બળતરાને ઓછી કરવામાં પણ આ જેલ અસરકારક છે. સ્કિન પર લાલાશ અને ખંજવાળ (Redness & Itching) આવવાની સમસ્યાઓને ઓછી કરવા માટે પણ આ જેલનો ઉપયોગ કરી શકાય છે. એલોવેરાના ઘટકો સ્કિનને હાઇડ્રેટ રાખવા ઉપરાંત, રંગોની અસરને ઓછી કરવા માટે અને ત્વચાના કોષો (Skin Cells)ને રિપેર કરવા માટે મદદગાર છે.

હોળી રમતા પહેલા પણ લગાવી શકો છો
ધૂળેટીના દિવસે રંગ તમારી ત્વચા પર ગાઢ રીતે લાગી ન જાય એ માટે તમારે રંગોત્સવ મનાવતા પહેલા જ ત્વચા પર એલોવેરા જેલ લગાવવી બહેતર રહેશે. ત્વચાની સાથોસાથ વાળ (Hair)માં પણ આ જેલને લગાવી શકો છો.
આ ઉપરાંત, જો તમે નિયમિતપણે એલોવેરા જેલનો ઉપયોગ કરશો તો તમારી શુષ્ક અને બેજાન ત્વચા (Dry Skin) પણ મુલાયમ બની જશે અને ચહેરા પર નિખાર આવી જશે!
Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.
આ પણ વાંચો: અઠવાડિયામાં કેટલી વાર સાબુથી નહાવું જોઇએ? દરરોજ નહાવાથી સ્કિન થશે ખરાબ…!
આ પણ વાંચો: હળદરનો ફેસપૅક ત્વચાને બનાવશે ગ્લોઇંગ…માત્ર 3 વસ્તુઓથી બની જશે!
આ પણ વાંચો: શું તમારી ત્વચા સંવેદનશીલ અને શુષ્ક છે? સાવધાની સહિત લગાવો ચોખાના લોટનો ફેસપૅક…

