Pakistan News/ રાણા સનાઉલ્લાહનો દાવો કર્યો કે, જેલમાં ઇમરાન ખાન સાથે બે ગુપ્ત ડિલ નિષ્ફળ રહી

ઇમરાન ખાન (Imran Khan)ની બહેન, નૂરીન ખાને આરોપ લગાવ્યો હતો કે જેલમાં તેમના ભાઈ સાથે દુર્વ્યવહાર થઈ રહ્યો છે…

international World Trending
જેલમાં બંધ ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન (Imran Khan)ને બે વાર 'ડિલ' ઓફર કરવામાં આવી હતી, પરંતુ બંને વાટાઘાટોમાં કોઈ નિર્ણય લેવાયો ન હતો. 

Pakistan News: વડા પ્રધાન શાહબાઝ શરીફના નજીકના સહાયક અને રાજકીય બાબતોના સલાહકાર રાણા સનાઉલ્લાહે ખુલાસો કર્યો છે કે જેલમાં બંધ ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન (Imran Khan)ને બે વાર ‘ડિલ’ ઓફર કરવામાં આવી હતી, પરંતુ બંને વાટાઘાટોમાં કોઈ નિર્ણય લેવાયો ન હતો.

ટીવી શોમાં થયો ખુલાસો 

લાહોરમાં એક ટીવી ટોક શો દરમિયાન, સનાઉલ્લાહે કહ્યું કે પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) ના સ્થાપક ઇમરાન ખાન સાથે કરાર કરવા માટે બે ગંભીર પ્રયાસો કરવામાં આવ્યા હતા. પહેલો પ્રયાસ 26 નવેમ્બર, 2024 પહેલા કરવામાં આવ્યો હતો, જેમાં ગૃહ પ્રધાન મોહસીન નકવી અને તત્કાલીન ખૈબર પખ્તુનખ્વાના મુખ્યમંત્રી અલી અમીન ગંડાપુરનો સમાવેશ થતો હતો. બીજીવાર  પહેલ તાજેતરમાં વિદેશના વ્યક્તિઓ દ્વારા કરવામાં આવી હતી.

 

ઇમરાન ખાન (Imran Khan)શરૂઆતમાં આ પ્રસ્તાવ સાથે સંમત થયા હતા, પરંતુ બાદમાં પાછા હટી ગયા.

સનાઉલ્લાહ મુજબ, ઈમરાન પહેલા પ્રસ્તાવમાં સહમત હતા 

સનાઉલ્લાહના જણાવ્યા મુજબ, ઇમરાન ખાન (Imran Khan)શરૂઆતમાં આ પ્રસ્તાવ સાથે સંમત થયા હતા, પરંતુ બાદમાં પાછા હટી ગયા. તેમણે કહ્યું, “અમે આ મુદ્દાનો રાજકીય ઉકેલ ઇચ્છીએ છીએ, પરંતુ ખાન કોઈ રસ્તો શોધવા તૈયાર નથી.” તેમણે એવો પણ દાવો કર્યો હતો કે ઇમરાન ખાન વર્તમાન સરકારને હટાવીને સત્તામાં પાછા ફરવા માંગે છે.

સરકારનો ખુલાસો

જોકે, આ નિવેદનને સરકારની અંદરથી પણ સ્પષ્ટતા મળી હતી. માહિતી મંત્રી અટ્ટલ્લાહ તરારએ સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા કરી હતી કે ઇમરાન ખાનને કોઈ ડિલ કે છૂટ આપવામાં આવી રહી નથી. તેમણે કહ્યું હતું કે સરકાર તરફથી ઉદારતાની કોઈપણ વાત સંપૂર્ણપણે ખોટી છે કેમ કે  ઇમરાન ખાન (Imran Khan)દોષિત વ્યક્તિ છે.

ઇમરાન ખાન (imran khan)ના સ્વાસ્થ્ય અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી

 

ઇમરાન ખાન (Imran Khan)ના સ્વાસ્થ્ય અંગે ચિંતા 

દરમિયાન, ઇમરાન ખાનના સ્વાસ્થ્ય અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. તેમના વકીલ સલમાન સફદરે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે 73 વર્ષીય ભૂતપૂર્વ વડા પ્રધાને તેમની જમણી આંખમાં 85% દ્રષ્ટિ ગુમાવી દીધી છે. તેમના પરિવારે ઇસ્લામાબાદની શિફા હોસ્પિટલમાં ખાનગી ડોકટરોની દેખરેખ હેઠળ સારવારની વિનંતી કરી છે.

ઇમરાન ખાન સાથે જેલમાં દુર્વ્યવહાર થઈ રહ્યો છે: નૂરીન ખાન

ઇમરાન ખાન (Imran Khan)ની બહેન, નૂરીન ખાને આરોપ લગાવ્યો હતો કે જેલમાં તેમના ભાઈ સાથે દુર્વ્યવહાર થઈ રહ્યો છે અને દેશ “ગેરકાયદેસર અને બિન-ઇસ્લામિક શાસન” હેઠળ છે. ઓગસ્ટ 2023 થી અનેક કેસોમાં જેલમાં રહેલા ઇમરાનની મુક્તિ અને રાજકીય ભવિષ્ય અંગે પાકિસ્તાની રાજકારણમાં મૂંઝવણ છે.

 


આ પણ વાંચો:જર્મનીમાં આસિમ મુનીરને ઓળખપત્ર બતાવવા કહ્યું, પાકિસ્તાનની ફરી થઈ બેઈજ્જતી

આ પણ વાંચો:ભારત-પાકિસ્તાન T20 મુકાબલો, સૂર્યકુમાર-સલમાન આગાની પ્રેસ કોન્ફરન્સ

આ પણ વાંચો:લાલ કિલ્લા હુમલો અને જૈશ કનેક્શન, યુએન રિપોર્ટમાં પાકિસ્તાનને ફરી ખુલ્લું પાડ્યું