Asim Munir in Germany : આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાનની છબી ફરી એક વખત મજાકનો વિષય બની છે. આ વખતે ચર્ચામાં પાકિસ્તાનના શક્તિશાળી આર્મી ચીફ ફિલ્ડ માર્શલ આસિમ મુનીર (Asim Munir )છે, જેમને જર્મનીમાં એક રસપ્રદ ઘટનાનો સામનો કરવો પડ્યો. મ્યુનિખ સિક્યુરિટી કોન્ફરન્સ (MSC) દરમિયાન સુરક્ષાકર્મીએ તેમને સામાન્ય વ્યક્તિ સમજી રોકી દીધા અને ઓળખપત્ર બતાવવા કહ્યું, જેના કારણે સોશિયલ મીડિયા પર મજાકનો માહોલ સર્જાયો છે.

કોન્ફરન્સ સ્થળે પ્રવેશ સમયે મુનીર રુઆબમાં આગળ વધી રહ્યા હતા, પરંતુ ત્યાં તૈનાત ગાર્ડે તેમને અટકાવીને પૂછ્યું કે તેમની પાસે ઓળખપત્ર છે કે નહીં. વિડિયોમાં જોવા મળે છે કે સુરક્ષાકર્મીએ સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ મુજબ ID બતાવવા અને પલટાવીને દર્શાવવા પણ કહ્યું. પાકિસ્તાનમાં શક્તિશાળી માનવામાં આવતા સેનાપ્રમુખ માટે વિદેશમાં આવી સ્થિતિ સર્જાવું કૂટનીતિક રીતે ચર્ચાનો વિષય બન્યું છે.
આસિમ મુનીરનો ( Asim Munir ) વીડિયો વાયરલ થતા વૈશ્વિક સ્તરે પ્રતિક્રિયાઓ
આ ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થતાં યુઝર્સે પાકિસ્તાનની કૂટનીતિક સ્થિતિ પર કટાક્ષ કર્યો. પાકિસ્તાનના પૂર્વ સૈન્ય અધિકારી આદિલ રાજાએ પણ ટિપ્પણી કરતા કહ્યું કે આંતરરાષ્ટ્રીય સ્તરે મુનીરની ઓળખ ખૂબ જ ઓછી છે, તેથી તેમને ગેટ પર ઓળખ આપવી પડી.
જર્મનીમાં વિરોધ પ્રદર્શન
આ ઘટના માત્ર બેઈજ્જતી સુધી સીમિત રહી નહીં. કોન્ફરન્સ બહાર જર્મનીના સિંધી સંગઠન ‘જેય સિંઘ મુત્તાહિદા મહાજ’ (JSMM) દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. સંગઠને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને પત્ર લખીને માનવાધિકાર મુદ્દે પાકિસ્તાની સેનાની ભૂમિકા પર આક્ષેપો લગાવ્યા અને આવા કાર્યક્રમમાં આસિમ મુનીરને આમંત્રિત કરવા બદલ અસંતોષ વ્યક્ત કર્યો.
આ પણ વાંચો:મહાશિવરાત્રી પર બેરણા ધામમાં 50 ફૂટ શિવ પ્રતિમા સમક્ષ સવા મણ રૂ અને 50 કિલો ઘી મહાજ્યોત
આ પણ વાંચો:પ્રેમમાં પાગલ પ્રેમીનો તાંડવ! અમદાવાદના ચાણક્યપુરીમાં ધોળા દિવસે 2 રાઉન્ડ ફાયરિંગ, રહીશોમાં ફફડાટ
આ પણ વાંચો:અમદાવાદના ગાયકવાડ હવેલી વિસ્તારમાં રિક્ષાચાલકનું એસિડ પીને મોત, બે સામે FIR
