કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમે શુક્રવારે કહ્યું હતું કે – મેં ભારત જેવા નિર્દોષ લોકોને જોયા નથી, જેઓ તેમના કાર્યક્રમોના અમલીકરણ અંગે સરકાર દ્વારા કરેલા દાવાને માને છે.
પૂર્વ કેન્દ્રીય મંત્રીએ એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે – ભારતીય નિર્દોષ છે, તેઓ(ભારતના લોકો) કોઈ પણ અખબારમાં કંઇક પણ લખાય છે, તો તે સ્વીકારી લે છે. આપણે કોઈપણ બાબતમાં વિશ્વાસ કરી લઇએ કે શકીએ છીએ – બધા ગામોમાં વીજળીના દાવા છે અથવા 99 ટકા ઘરોમાં શૌચાલયની સુવિધા છે વગેરે વગેર…..
તેમણે કહ્યું કે આયુષ્માન ભારત યોજના અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સાથે પણ આવું જ કંઈક થયું છે. તેમણે કહ્યું કે તેના દિલ્હી સ્થિત કાર ડ્રાઇવરના પિતાની આ યોજના હેઠળ સર્જરી કરાવવી હતી, પરંતુ તે કરી શક્યા નહીં. તેણે કહ્યું કે – મેં ડ્રાઇવરને કહ્યું કે જો તમારી પાસે આયુષ્માન કાર્ડ છે, તો તે હોસ્પિટલને બતાવો. તેમણે કહ્યું હતું કે, અમે અનેક અલગ અલગ હોસ્પિટલમાં આ કાર્ડ જઇને બતાવ્યું પણ કોઈને આ વિશે જાણકારી પણ નહોતી. પરંતુ આપને લાગે છે કે આયુષ્માન ભારત યોજના દેશભરમાં લાગુ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
