Gujarat News/ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ટોલ દરોમાં વધારો: ગોધરા-વડોદરા સેક્શન માટે NHAIએ જાહેર કર્યા નવા ચાર્જ

NHAI New Toll Rates: NHAIએ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેના ગોધરા-વડોદરા સેક્શન પર નાણાકીય વર્ષ 2026-27 માટે નવા ટોલ દર જાહેર કર્યા છે. ભામૈયા, બલેટિયા અને ડોડકા-31 ટોલ પ્લાઝા પર જાણો નવો દર

Gujrat Top Stories
NHAI New Toll Rates: એક્સપ્રેસવે ટોલ થયો મોંઘો

NHAI Toll Hike News: નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI)એ નાણાકીય વર્ષ 2026-27 માટે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેના (Delhi Mumbai Expressway Toll) ગોધરા-વડોદરા Godhra Vadodara Toll સેક્શન પર લાગુ પડનારા યુઝર ફી (ટોલ)ના નવા દર (NHAI New Toll Rates) જાહેર કર્યા છે. સુધારેલા દરો ભામૈયા, બલેટિયા અને ડોડકા-31 ટોલ પ્લાઝા પર અમલમાં આવશે.

NHAI New Toll Rates: ભામૈયાથી ડોડકા-31 સુધીના આઠ-લેન માર્ગ પર લાગુ થશે નવા દર

NHAIના વડોદરા પ્રોજેક્ટ ઇમ્પ્લીમેન્ટેશન યુનિટ દ્વારા જાહેર કરાયેલી સૂચના મુજબ ગોધરા ઇન્ટરચેન્જ નજીક આવેલા ભામૈયા ટોલ પ્લાઝાથી વડોદરા એક્ઝિટ નજીક આવેલા ડોડકા-31 ટોલ પ્લાઝા સુધીના આઠ-લેન એક્સપ્રેસવે પર સુધારેલા ટોલ દર અમલમાં રહેશે.

તમામ મુસાફરી સંયોજનો માટે અલગ-અલગ ટોલ ચાર્જ નક્કી

પાવડી, ચોપાટ પલ્લી, ભામૈયા, બલેટિયા અને ડોડકા-31 ટોલ પ્લાઝા વચ્ચેના વિવિધ રૂટ માટે અલગ-અલગ યુઝર ફી નક્કી કરવામાં આવી છે. એકતરફી મુસાફરી, પરત મુસાફરી તેમજ માસિક પાસ માટે અલગ દરો જાહેર કરવામાં આવ્યા છે.

કાર માટે સંપૂર્ણ રૂટનો સિંગલ ટોલ રૂ.355

ભામૈયા અને ડોડકા-31 વચ્ચેના સંપૂર્ણ માર્ગ પર મુસાફરી કરતી કાર, જીપ અને વાન માટે સિંગલ ટ્રિપનો ટોલ રૂ.355 નક્કી કરવામાં આવ્યો છે. જ્યારે પરત મુસાફરી માટે રૂ.530 ચૂકવવા પડશે. નિયમિત મુસાફરી કરનાર વાહનચાલકો માટે માસિક પાસ રૂ.11,750 નક્કી કરવામાં આવ્યો છે.

વાહનના પ્રકાર અને રૂટ પ્રમાણે ટોલમાં ફેરફાર

ટોલની રકમ વાહનના પ્રકાર તેમજ પ્રવેશ અને બહાર નીકળવાના સ્થળના આધારે નક્કી કરવામાં આવી છે. ભારે અને વ્યાવસાયિક વાહનો માટે અલગ અને વધુ દર લાગુ કરવામાં આવ્યા છે. દરેક કેટેગરી માટે અલગ ટોલ ચાર્ટ તૈયાર કરવામાં આવ્યો છે.

મુસાફરી પહેલાં ટોલ ચાર્ટ તપાસવાની NHAIની સલાહ

NHAIએ જણાવ્યું છે કે સુધારેલા ટોલ દરો નાણાકીય વર્ષ 2026-27 દરમિયાન અમલમાં રહેશે. મુસાફરો અને કોમર્શિયલ વાહન સંચાલકોને એક્સપ્રેસવે (Expressway Toll Charges) પર મુસાફરી કરતા પહેલાં પોતાના રૂટ અનુસાર લાગુ પડતા ટોલ ચાર્જની માહિતી મેળવવા સંપૂર્ણ ટોલ ચાર્ટ તપાસવાની સલાહ આપવામાં આવી છે.


આ પણ વાંચો: NHAIની નવી સુવિધા: હવે ‘લોકલ પાસ’ અને ‘માર્ગમિત્ર’થી હાઇવે મુસાફરી બનશે વધુ સરળ, જાણો કેવી રીતે મળશે લાભ

આ પણ વાંચો: NHAIનો FASTag વાર્ષિક પાસ થશે મોંઘો, 1 એપ્રિલ 2026 થી નવી કિંમત ₹3,075 લાગુ

આ પણ વાંચો: ધુમ્મસમાં થતાં અકસ્માત અટકાવવા માટે NHAI ની નવી સૂચના