Sabarkantha News: શિવરાત્રીના દિવસે ભોલાનાથ ને રીજવવામાં ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટે છે ત્યારે આજે આપે દર્શન કરીશુ 50 ફુટ ઉંચી શિવજીની પ્રતિમાના કે જ્યા વિશ્ર્વ શાંતિ માટે પ્રગટાવાય છે મહાકાય જ્યોત (Mahajyot)એ પણ સવામણ રૂ અને 50 કિલો ધી થી જ્યોતિ પ્રજ્વલિત કરવામાં આવી.

50 ફૂટ ઊંચી શિવ પ્રતિમા – ભક્તિનું કેન્દ્ર
આ છે સાબરકાંઠાનુ બેરણા ઘામ કે જ્યા તમામ દેવના મંદિરો અહિ આવેલા છે અને ભક્તો અહિ મોટી સંખ્યામાં દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે.
આજનો દિવસ એટલે કે શિવરાત્રી જેથી આજના દિવસે તમામ શિવ મંદિરોમાં ભોળાનાથની પુજા અર્ચના કરવામાં આવે છે તો આજે શિવરાત્રીના તહેવારને લઈ ભક્તોમાં આનંદ જોવા મળ્યો છે. ભગવાનની શિવજીની આરાધના કરી તેમની અનન્ય કૃપા પ્રાપ્ત કરવાનો ઉત્તમ દિવસ આજે મહા શિવરાત્રી કહેવાય છે.

સવા મણ રૂ અને 50 કિલો ઘીથી મહાજ્યોત (Mahajyot)
બેરણા ખાતે અનોખી રીતે શિવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે અને એની ઓળખ છે આ જ્યોત (Mahajyot)જી હા સવા મણ રૂ અને 50 કિલો ઘી થી બનાવેલ છે મહાજ્યોત (Mahajyot)છે અને આજે આ જ્યોત વિશ્ર્વ શાંતિ માંટે અહિ પ્રજલીત (Mahajyot)કરવામા આવે છે.
બેરણા ધામમાં સવા મણ રૂ થી મહાજ્યોત બનાવીને તેના પર 50 કિલો ધીનો અભિષેક કરવામાં આવે છે અને ત્યારે બાદ વિશ્ર્વ શાંતિ માટે અહિ આ જ્યોત પ્રજલિત કરાય છે જેના દર્શન કરવા માટે દુર દુરથી ભક્તો અહિ દર્શનાથી ઉમટે છે તો સામે ભક્તો આ મહા જ્યોત પર ધીનો અભિષેક પણ કરે છે અને ધન્યતા અનુભવે છે.
આ મહા જ્યોત પ્રજલિત કરવાનો મુખ્ય હતુ માત્ર એક જ છે કે સમગ્ર વિશ્ર્વમાં શાંતિ રહે તે માટે
આમ તો આજના દિવસો ભક્તો ભોળા શંભુના દર્શન કરવા માટે અનેક શિવાલયોમાં ઉમટી પડે છે તો આ બેરણા ધામમાં આવેલ 50 ફુંટ ઉંચી શિવજીની પ્રતિમાંના આગળ આ મહાજ્યોત (Mahajyot)ના દર્શન કરીને ધન્યતા અનુભવે છે તો અહિ આવીને ભક્તોને શાંતિની અનુભુતિ પણ થાય છે.
તો દર વર્ષે અહિ મહામેળો યોજાય છે જેથી ભક્તિ સાથે મેળો પણ ભક્તો માણે છે
માત્ર શિવરાત્રીના દિવસે જ નહિ પરંતુ વર્ષના ત્રણ સો પાંસઠ દિવસ અહિ ભક્તોનો મેળાવળો જોવા મળે છે તો અહિ મહામેળો પણ યોજાય છે ભક્તો અહિ આવીને શિવજીની મહા પ્રતિમા અને જ્યોતના દર્શન કરીને ધન્યતાનો અનુભવ કરે છે સાથે વન ડે પીકનીક પણ માણે છે.
@દીપકસિંહ રાઠોડ
આ પણ વાંચો:સાબરકાંઠામાં પોન્ઝી સ્કીમોનો રાફડો ફાટ્યો! પોન્ઝી સ્કિમ મામલે વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ
આ પણ વાંચો:દૂધમાં ઝેર! સાબરકાંઠામાં નકલી દૂધ કૌભાંડનો ભાંડો ફૂટ્યો
આ પણ વાંચો:સાબરકાંઠામાં દિનદહાડે અપહરણ! ભૂલકાનું અપહરણ કરી અપહરણકારો ફરાર
