Not Set/ બનાસકાંઠા/ કેન્દ્ર સરકારે વિદેશી ડેરીનો પ્રોજેક્ટ કેન્સલ કરી પશુપાલકોને આપી મોટી રાહત, પશુપાલકોએ PM મોદી-શંકર ચૌધરીનો આ રીતે માન્યો આભાર

RCEPનાં કરાર મામલે દેશ અને રાજ્યમાં વિરોધ થઈ રહ્યો હતો. દેશમાં વડાપ્રધાને પશુપાલકોનાં વિરોધ બાદ આ કરાર પર વૈશ્વિક દબાણ હોવા છતાં RCEP ના કરાર રદ્દ કર્યા છે. સરકાર દ્વારા પશુપાલકની સાથે ઉભા રહીને RCEP નો કરાર રદ્દ કરી પ્રજાલક્ષી ફેંસલો લેવામાં આવતા, તમામ પશુપાલકોની મોટી ચિંતા દુર થઇ ગઇ છે. કરાર રદ્દ કરી વિદેશી […]

Top Stories Gujarat Others

RCEPનાં કરાર મામલે દેશ અને રાજ્યમાં વિરોધ થઈ રહ્યો હતો. દેશમાં વડાપ્રધાને પશુપાલકોનાં વિરોધ બાદ આ કરાર પર વૈશ્વિક દબાણ હોવા છતાં RCEP ના કરાર રદ્દ કર્યા છે. સરકાર દ્વારા પશુપાલકની સાથે ઉભા રહીને RCEP નો કરાર રદ્દ કરી પ્રજાલક્ષી ફેંસલો લેવામાં આવતા, તમામ પશુપાલકોની મોટી ચિંતા દુર થઇ ગઇ છે. કરાર રદ્દ કરી વિદેશી ડેરી અને તેની દૂધ પ્રોડક્ટને દેશમાં આવતી અટકાવવા બદલ પશુપાલકો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર માની રહ્યા છે.

બનાસના પશુપાલકો દ્વારા આ રીતે વ્યક્ત કરાયો આભાર

વાત કરવામાં આવે ગુજરાતની તો ગુજરાતનાં પશુપાલકો અને ખાસ કરીને બનાસકાંઠાનાં પશુપાલકો દ્વારા PM મોદી અને બનાસ ડેરીનાં ચેરમેન શંકર ચૌધરીનો લોકો દ્વારા ખાસ પ્રકારે આભર માનવામાં આવ્યો છે.  બનાસ ડેરી સાથે જોડાયેલી 93 ડેરીના પશુપાલકોએ લગભગ 20 હજારથી વધુ પત્રો(પોસ્ટ કાર્ડ) લખી PM મોદી અને તેમની સરકારનાં આ નિર્ણયને વધાવી લીધો છે. આપને જણાવી દઇએ કે પોસ્ટ કાર્ડ લખનાર પશુપાલકોમાં મોટા ભાગની દિયોદર વિસ્તારની મહિલા પશુપાલકો છે. તો સાથે સાથે બનાસ ડેરીનાં ચેરમેન અને જાણીતા પશુપાલક નેતા શંકર ચૌધરી પ્રત્યે પણ પોતાનો આભારમાની પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી છે.

આવી માઠી અસરોથી બચાવ્યા પશુપાલકોને

એશિયા ની સૌથી મોટી ડેરી બનાસ ડેરી છે. જિલ્લામાં 4 લાખ પશુપાલકોના આવકનો મુખ્ય સ્ત્રોત ડેરીની આવક છે. દેશમાં RCEP ના કરાર પર જો વડાપ્રધાન મોદીએ હસ્તાક્ષર કર્યા હોત, તો વિદેશી ડેરી અને તેની પ્રોડક્ટ સરળતાથી દેશમાં આવી વેપારમાં પોતાનું સ્થાન બનાવી વ્યાપાર વધારી મોટો નફો રળી લેત. જેના કારણે દેશના પશુપાલકો અને ડેરી ઉદ્યોગને માઠી અસર પહોંચવાની સંભાવના હતી.

વૈશ્વિક દબાણ છતા મોદી સરકારે ન કર્યા કરાર પર હસ્તાક્ષર

દેશમાં RPEC કરાર નો વિરોધ થતો હતો. વડાપ્રધાન મોદીએ દેશના પશુપાલકો અને ડેરી ઉદ્યોગના હિતમાં મોટો નિર્ણય લીધો છે તેને બનાસકાંઠા ના પશુપાલકો વધાવી રહ્યા છે. બનાસકાંઠામાં બનાસ ડેરી સાથે જોડાયેલા હજારો પશુપાલકોએ પોસ્ટકાર્ડ લખી કરાર પર સહી ન કરવા બદલ PMનો આભાર માન્યો છે. દેશના ડેરી ઉદ્યોગને બચાવવા માટે ગામે ગામ દૂધ મંડળીઓના ખાતેદારો એકઠા થઇ વડાપ્રધાન મોદીનો આભાર માની રહ્યા છે.

આમ થયા પશુપાલકો વિદેશી દૂધ ડેરીઓની ચિંતામાંથી મુક્ત

વિદેશી દૂધ ડેરીઓ દેશમાં પ્રવેશતા દેશની દૂધ ડેરીઓને મોટું નુકસાન હતું. દેશમાં તેઓ પોતાનું આધિપત્ય જમાવવા માટે પહેલા સસ્તા ભાવે દૂધ વેચાણ કરી બજાર પર કબ્જો કરતા. જેના કારણે દેશની જે દૂધ ડેરીઓ પશુપાલકો ને જે ભાવ આપે છે તેમાં ઘટાડો થતો. જેથી દેશમાં પશુપાલન માં ઘટાડો થતો અને મોટી સંખ્યામાં પશુઓ સેલટર હાઉસમાં ઘકેલાતા. પશુપાલકો અને દેશની ડેરીઓના હિતમાં વૈશ્વિક દબાણ વચ્ચે પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ RPEC ના કરાર પર હસ્તાક્ષર ન કર્યા. લાખો પશુપાલકો અને ડેરીઓના હિતમાં ઐતિહાસિક નિર્ણય લીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.