Sports News: એશિયા કપ શરુ થતા પહેલા ભારતીય ઑલરાઉન્ડર અને લાખો ચાહકોના માનીતા એવા પ્રતિભાશાળી ક્રિકેટર હાર્દિક પંડ્યા આજકાલ એની નવી હેરસ્ટાઇલના કારણે ચર્ચામાં છે. આ નવા અવતારમાં હાર્દિક તદ્દન અલગ અને ઓર સ્ટાઇલિશ દેખાય છે! સેન્ડી બ્લોન્ડ કલર કરેલા શોર્ટ હેરમાં હાર્દિક પંડ્યા વધારે હેન્ડસમ અને કૂલ દેખાય છે અને એના વાયરલ થઇ રહેલા લુકમાં એનો આ બદલાવ આંખે ઉડીને વળગી રહ્યો છે!
ભારતીય ઑલ રાઉન્ડર્સમાં હાર્દિક પંડ્યા (Hardik Pandya)એ પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું છે. યુવાનોથી લઇને મોટી ઉંમરના ક્રિકેટ ફેન્સ પણ અવારનવાર એની સ્ટાઇલના દીવાના છે! એમાંયે યુવાપેઢી તો એની સ્ટાઇલ અને ટશનથી એટલી પ્રભાવિત છે કે, હાર્દિક જે પણ લુક રાખે એને ફૉલો કરે છે. વળી, અવારનવાર બદલાતી એની નવી-નવી હેરસ્ટાઇલે (Hair Style) તો ફેન્સમાં ગજબ આકર્ષણ ઊભું કર્યું છે!

વાયરલ લુકમાં હાર્દિક સ્પાઇક કટ (Spike Cut)માં નજરે ચડે છે, જેમાં એણે સાઇડના વાળ અકદમ ટૂંકા કરાવ્યા છે અને પાછળ એક લાંબી ચોટલી જેટલા વાળ રાખેલા છે. આ લુક આપનાર કોણ છે એની તો ખબર નથી પરંતુ એટલું ચોક્કસ છે કે, સેન્ડી બ્લોન્ડ કલર (Sandy Blond Colour)થી રંગેલી હેર સ્ટાઇલમાં એ જબરદસ્ત સ્ટાઇલિશ લાગે છે!
ભારત વતી 114 ઈન્ટરનેશનલ ટી-20 મેચ રમી ચૂકેલા હાર્દિકે 1812 રન બનાવ્યા છે જેમાં 5 હાફ સેન્ચ્યુરીનો સમાવેશ થાય છે. એની અવ્વલ મીડિયમ પેસ બોલિંગથી ટી-20માં અત્યાર સુધીમાં એણે 94 વિકેટ પણ ઝડપી છે.
હાર્દિક પંડ્યા ભારત તરફથી 94 વન-ડેમાં 11 સેન્ચ્યુરી ફટકારીને 1904 રન બનાવી ચૂક્યા છે તથા 91 વિકેટ પણ લીધી છે. આ ઉપરાંત, આ ઑલરાઉન્ડરે (All Rounder) 11 ટેસ્ટ મેચમાં 532 રન કરેલા છે જેમાં 1 શતક અને 4 અર્ધશતક નો સમાવેશ થાય છે તથા ટેસ્ટ મેચોમાં 17 વિકેટ પણ એના નામે બોલે છે.
લાખો ફેન્સની ધડકન એવા હાર્દિક પંડ્યાએ એશિયા કપ અગાઉ સામે આવેલા આ લુક (Spiked Look)ના વાયરલ ફોટાના કેપ્શનમાં લખ્યું છે, ‘ન્યુ મી’ (‘New Me’) અને સાથે એના પાંચ ફોટા સોશિયલ મીડિયામાં શૅર કર્યા છે. આ ફેશનેબલ ખેલાડી એની નવી હેરસ્ટાઈલનો ફ્રન્ટથી માંડીને બૅક સુધીનો લુક આ ફોટાઓમાં દર્શાવી રહ્યો છે અને એના મોટાભાઈ કૃણાલ પંડ્યાએ પણ એમાં આગવાળી ઇમોજી પોસ્ટ કરી છે, એનો મતલબ સાફ છે કે, ભાઇ હાર્દિક, તુને તો આગ લગા દી!

એના આ સ્પાઇક લુકની સરખામણી, ઘણા લોકો ઇંગ્લૅન્ડની ટેસ્ટ ક્રિકેટ ટીમના કેપ્ટન બેન સ્ટૉક્સ સાથે તો કેટલાક, ભૂતપૂર્વ વેસ્ટઈન્ડિયન ક્રિકેટર નિલોલસ પૂરણ સાથે કરી રહ્યાં છે.
એશિયા કપ (Asia Cup) પહેલા નવા લુકમાં સજ્જ હાર્દિકની આ પોસ્ટે સોશિયલ મીડિયામાં ખળભળાટ મચાવી દીધો છે અને આ પોસ્ટ (Post) ઘણી લાઇક્સ પણ મેળવી ચૂકી છે. આ જમણેરી બેટ્સમેન છેલ્લી વાર ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત તરફથી રમ્યો હતો અને હવે એશિયા કપમાં એની બેટિંગ અને બોલિંગથી તરખાટ મચાવવા સજ્જ છે.
આ પણ વાંચો:ભારત કોમનવેલ્થ ગેમ્સ 2030નું આયોજન કરવા માટે નાઇજીરીયા સાથે સ્પર્ધા કરશે
આ પણ વાંચો:ભારતની જીત સાથે શરૂઆત, હોકી એશિયા કપમાં ચીનને 4-3થી હરાવ્યું; કેપ્ટન હરમનપ્રીતની હેટ્રિક
આ પણ વાંચો:‘ખુશીનો દિવસ દુર્ઘટનામાં ફેરવાઈ ગયો’, બેંગલુરુમાં ભાગદોડ પર કોહલીએ મૌન તોડ્યું, પહેલી વાર આપ્યો જવાબ
