Not Set/ લોર્ડ્સ ટેસ્ટ : પ્રથમ ટેસ્ટમાં હાર બાદ ભારતીય ટીમમાં આ ખેલાડીઓને મળી શકે છે સ્થાન

નવી દિલ્હી, બર્મિઘમમાં ભારત અને ઈંગ્લેંડ વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં યજમાન ટીમનો ૩૧ રને વિજય થયો હતો. આ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમના બોલરોનું પ્રદર્શન સારું રહ્યું હતું, પરંતુ કેપ્ટન વિરાટ કોહલી સિવાય અન્ય કોઈ બેટ્સમેન ક્રિઝ પર ટકી શક્યો ન હતો. ત્યારબાદ હવે ૯ ઓગષ્ટથી ક્રિકેટના મક્કા કહેવાતા લોર્ડ્સમાં ૫ ટેસ્ટ મેચની શ્રેણીની બીજી […]

Trending Sports

નવી દિલ્હી,

બર્મિઘમમાં ભારત અને ઈંગ્લેંડ વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં યજમાન ટીમનો ૩૧ રને વિજય થયો હતો. આ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમના બોલરોનું પ્રદર્શન સારું રહ્યું હતું, પરંતુ કેપ્ટન વિરાટ કોહલી સિવાય અન્ય કોઈ બેટ્સમેન ક્રિઝ પર ટકી શક્યો ન હતો.

ત્યારબાદ હવે ૯ ઓગષ્ટથી ક્રિકેટના મક્કા કહેવાતા લોર્ડ્સમાં ૫ ટેસ્ટ મેચની શ્રેણીની બીજી મેચ શરુ થવા જઈ રહી છે, ત્યારે ભારતીય ટીમમાં કેટલાક ફેરફાર જોવા મળી શકે છે.

પ્લેઇંગ ઇલેવનમાં થઇ શકે છે આ ફેરફાર

બર્મિઘમ ટેસ્ટમાં સીધી રીતે ટીમ ઇન્ડિયાના બેટ્સમેનોનું કંગાળ ફોર્મ ટીમ માટે પરાજયનું કારણ બન્યું હતું, ત્યારે લોર્ડ્સમાં રમાનારી બીજી ટેસ્ટ મેચમાં કેપ્ટન કોહલી પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર કરી શકે છે.

મીડિયા રિપોર્ટ મુજબ, લોર્ડ્સ ટેસ્ટ માટે ભારતીય ટીમમાં ઓપનર શિખર ધવનની જગ્યાએ ચેતેશ્વર પુજારાનો સમાવેશ કરવામાં આવી શકે છે. ધવને પ્રથમ ટેસ્ટમાં અનુક્રમે ૨૬ અને ૧૩ રન બનાવ્યા હતા.

લોર્ડ્સ ટેસ્ટમાં શિખર ધવનને બહાર કરવામાં આવે છે તો તેઓની ગેરહાજરીમાં કે એલ રાહુલ મુરલી વિજય સાથે બીજા ઓપનર તરીકે ભૂમિકા અપનાવશે.

આ ઉપરાંત મિડલ ઓર્ડર બેટ્સમેન અજીન્ક્ય રહાનેને પણ બહાર કરાઈ શકે છે. રહાને હાલ કંગાળ ફોર્મમાંથી પસાર થઇ રહ્યો છે અને આ પહેલા સદી પણ ગત વર્ષે ઓગષ્ટ મહિનામાં શ્રીલંકા સામે ફટકારી હતી. રહાનેની જગ્યાએ કરુણ નાયરનો સમાવેશ કરવામાં આવી શકે છે.

બીજી બાજુ લોર્ડ્સની વિકેટ સ્પિનરોને વધુ મદદ કરતી હોવાની આશાએ ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાને પણ ટીમમાંથી બહાર કરવામાં આવી શકે છે, પંડ્યાની જગ્યાએ રવીન્દ્ર જાડેજા કે ચાઈનામેન્ટ બોલર કુલદીપ યાદવનો સમાવેશ કરાઈ શકે છે. મહત્વનું છે કે, પ્રથમ ટેસ્ટમાં હાર્દિક પંડ્યા બેટ અને બોલ દ્વારા પોતાનું શાનદાર પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યો હતો.