World News: ‘મિસ યુનિવર્સ સ્પર્ધા-2025’નું પરિણામ જાહેર થઇ ગયું છે અને વિજેતાની ઘોષણા થઇ ચૂકી છે. આ વખતે મિસ યુનિવર્સનો તાજ મેક્સિકો (Mexico)ની ફાતિમા બૉશના શિરે સજાવવામાં આવ્યો છે.
મેક્સિકન બ્યુટી ફાતિમા બૉશ (Fatima Bosch) નવી મિસ યુનિવર્સ બની ચૂકી છે. થાઇલૅન્ડ (Thailand)માં આયોજીત આ પ્રતિષ્ઠિત પ્રતિયોગિતામાં વિશ્વભરની સુંદરીઓએ ભાગ લીધો હતો. જેમાંથી ફાતિમા બૉશે મિસ યુનિવર્સ (Miss Universe-2025)નો તાજ હાંસલ કરી લીધો છે!
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત (India) ટૉપ 12ની રેસમાંથી પણ બહાર થઇ ગયું હતું!! આ સ્પર્ધામાં દ્વિતિય અને તૃતિય રનર અપ કોણ રહી હતી એ વિશે આગળ જાણીશું.

તાજ ધારણ કરતી વખતે ભાવુક બની મેક્સિકન સુંદરી
સ્પર્ધાના વિજેતા તરીકે જેવું ફાતિમાનું નામ ઘોષિત થયું અને એના માથા પર મિસ યુનિવર્સનો તાજ સજાવવામાં આવ્યો કે, તરત આ મેક્સિકન બ્યુટીની આંખો હર્ષના આંસુથી છલકાઇ પડી! આ આંસુ કેવળ હર્ષના જ નહિં પરંતુ, એની વર્ષોની મહેનત, મહિનાઓની ધીરજપૂર્ણ તૈયારી અને અગાધ આનંદના હતા! રેડ કલરના ગાઉનમાં એ અત્યંત ખૂબસૂરત અને ખુશ જણાતી હતી.
ટૉપ 5 માં આ સુંદરીઓ સામેલ
વર્ષ 2025માં મિસ યુનિવર્સ સ્પર્ધામાં ફર્સ્ટ રનર અપ યજમાન દેશ થાઇલેન્ડની મૉડેલ પ્રવીણર સિંહ બની હતી અને વેનેઝુએલા (Venezuela)ની મૉડેલ સ્ટીફિન અબાસલી સેકન્ડ રનર અપના સ્થાને રહી હતી. સ્પર્ધામાં ત્રીજો નંબર ફિલિપાઇન્સની મૉડેલ અતીશા મનાલોએ હાંસલ કર્યુ હતું.

મનિકા વિશ્વકર્માએ ભારત તરફથી કર્યુ હતું પ્રતિનિધિત્વ
રાજસ્થાનની રહેવાસી મૉડેલ મનિકા વિશ્વકર્મા (Manika Vishwakarma)એ આ વર્ષની મિસ યુનિવર્સ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. મનિકા ટૉપ 30માં તો સામેલ થવામાં સફળ રહી પરંતુ ત્યાર બાદ એ પ્રતિયોગિતામાંથી બહાર ફેંકાઇ ગઇ હતી! મિસ યુનિવર્સનો ખિતાબ પોતાના નામે કરવાનું એનું સ્વપ્ન અધૂરું જ રહ્યું હતું!
ફાતિમા બૉશ વિવાદોના ઘેરામાં રહી
આ સમગ્ર ફિનાલેમાં ફાતિમા બૉશ પહેલેથી જ વિવાદોના ઘેરામાં રહી હતી. વાસ્તવમાં 4 નવેમ્બરથી આ વિવાદ શરુ થયો હતો. એને મિસ થાઇલેન્ડના નિર્દેશક, નવાત ઇત્સારાગ્રિસિલના કટુ વચનોનો સામનો કરવો પડ્યો હતો. એવું કહેવાય છે કે, થાઇલેન્ડ સંબંધિત પ્રમોશનલ કન્ટેન્ટ શૅર ન કરવા બાબતે, બધાની વચ્ચે ફાતિમાને અપમાનજનક ટિપ્પણીઓ સાંભળવી પડી હતી!
આ બનાવ બાદ, પ્રતિયોગિતામાં તણાવની સ્થિતિ જોવા મળી હતી. વિરોધ પ્રદર્શિત કરવા માટે ફાતિમાએ વૉક આઉટ (Walk Out) કરવાનો નિર્ણય લીધો. કેટલાય અન્ય સ્પર્ધકો પણ એના સમર્થનમાં આગળ આવ્યા. થોડી વાર પછી ફાતિમા સ્ટૅજ પર પરત ફરી અને એણે નિર્દેશકનો વ્યવહાર અપમાનજનક હોવાનું જણાવ્યું.

ભારતની બૅડમિંટન લૅજન્ડ સાઇના નહેવાલ જજ્ પૅનલમાં સામેલ
ફાતિમા બૉશ ફર્નાન્ડિઝનો જન્મ વર્ષ 2000 ની 19 મેના રોજ મૅક્સિકોના તેપા ખાતે થયો હતો, એ હાલમાં 25 વર્ષની છે. આ સ્પર્ધામાં ચિલી, કોલંબિયા, ક્યૂબા, ગ્વાડેલોપ, મેક્સિકો, પ્યૂર્ટો રિકો, વેનેઝુએલા, ચીન, ફિલીપાઇન્સ, થાઈલૅન્ડ સહિત અનેક દેશોની રુપસુંદરીઓએ બાગ લીધો હતો. ભારત તરફથી બૅડમિંટન લૅજન્ડ સાઇના નહેવાલ (Saina Nehwal) પણ આ પ્રતિયોગિતાની જજ્ પૅનલ (Judges Pannel)માં સામેલ હતી.

આ પેઢી હવે બોલવામાં ડરતી નથી, મહિલાઓમાં હવે પરિવર્તનની હિમ્મત
પ્રતિયોગિતા દરમિયાન, ફાતિમાને પૂછવામાં આવ્યું કે, “તમારા હિસાબે વર્ષ 2025માં એક મહિલા (Woman) હોવાના પડકારો કયા છે અને તમે મિસ યુનિવર્સ ટાઇટલનો ઉપયોગ દુનિયાભરની મહિલાઓ માટે એક સુરક્ષિત સ્થાન બનાવવામાં શી રીતે કરશો?” આ પ્રશ્નના ઉત્તરમાં ફાતિમાએ જણાવ્યું હતું કે, “એક મહિલા અને મિસ યુનિવર્સ હોવાને નાતે હું મારો અવાજ અને સામર્થ્ય અન્યોની સેવા કરવામાં સમર્પિત કરીશ કારણ કે, આજકાલ અમે અહિં બોલવા, પરિવર્તન (Change) લાવવા અને બધું જ જોવા માટે છીએ કારણ અમે મહિલાઓ છીએ. જે બહાદુર લોકો (Brave) તરીકે ઊભા રહેશે એ જ ઈતિહાસ રચશે! આજે પણ મહિલાઓને સુરક્ષાથી માંડીને બરાબરીનો મોકો મળવા સુધીની તકલીફો (Problems)નો સામનો કરવો પડે છે પરંતુ, આ પેઢી (Generation) હવે બોલવામાં ડરતી નથી, મહિલાઓમાં હવે પરિવર્તનની માંગણી કરવાની, નેતૃત્વ કરવાની અને એવા મુદ્દાઓને નવું સ્વરુપ આપવાની હિમ્મત (Bravery) છે જેનાથી ક્યારેક એમને અળગી રાખવામાં આવતી હતી!”
આ પણ વાંચો: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે સરકારી શટડાઉનનો અંત નજીક
આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના શી જિનપિંગ ગુરુવારે દક્ષિણ કોરિયામાં મુલાકાત
આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પે ગાઝામાં યુદ્ધવિરામનું પાલન કરવા માટે હમાસને આપી કડક ચેતવણી

