World News/ ડોનાલ્ડ ટ્રમ્પે ગાઝામાં યુદ્ધવિરામનું પાલન કરવા માટે હમાસને આપી કડક ચેતવણી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હમાસને ઇઝરાયલ સાથે યુદ્ધવિરામનું પાલન કરવાની કડક ચેતવણી આપી હતી. જો હમાસ હિંસા ચાલુ રાખશે તો તેનો નાશ કરવામાં આવશે.

World Trending
Hamas must abide by the ceasefire

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હમાસને ઇઝરાયલ સાથેના યુદ્ધવિરામનું પાલન કરવા માટે કડક ચેતવણી આપતા કહ્યું કે જો હમાસ યુદ્ધવિરામનું પાલન નહીં કરે તો તેનો સંપૂર્ણ નાશ કરવામાં આવશે. ટ્રમ્પે કહ્યું કે અમેરિકન વહીવટીતંત્રના પ્રતિનિધિઓ મધ્ય પૂર્વમાં શાંતિ કરારને મજબૂત બનાવવા માટે ગયા છે અને અમેરિકા આ ​​યુદ્ધવિરામને એક તક આપશે, પરંતુ જો હમાસ હુમલો કરવાનું ચાલુ રાખશે તો તેનો કડક જવાબ આપવામાં આવશે.

હમાસને હવે ઈરાનનું સમર્થન નથી: ટ્રમ્પ
તેમણે ભૂતકાળમાં હમાસ પર હિંસાનો આરોપ લગાવ્યો અને સૂચવ્યું કે આ જૂથને હવે કોઇનું સમર્થન મળતું નથી, ખાસ કરીને ઈરાનથી. પરંતુ તેમની પાસે હવે ખરેખર કોઈનો ટેકો નથી. ટ્રમ્પે કહ્યું તો તેમણે સારું બનવું પડશે, અને જો તે સારા નહીં બન્યા, તો તેમનો નાશ થઈ જશે,”

જો હું ઇચ્છું તો, ઇઝરાયલ અંદર જઈને બે મિનિટમાં કામ પૂરું કરી દેત: ટ્રમ્પ
તેમણે સ્પષ્ટતા કરી કે તેઓ અમેરિકી સૈનિકો મોકલવાની વાત કરી રહ્યા નથી, પરંતુ શાંતિ યોજનામાં સામેલ દેશો જરૂરી પગલાં લેશે તેવી વાત કરી રહ્યા છે. ટ્રમ્પે કહ્યું, “જો હું ઇચ્છું તો, ઇઝરાયલ અંદર જઈને બે મિનિટમાં કામ પૂરું કરી દેત.” પરંતુ હાલ પૂરતું, યુદ્ધવિરામની તક આપવામાં આવી રહી છે.

એક ઇન્ટરવ્યુમાં ટ્રમ્પે કહ્યું કે હમાસે તેના શસ્ત્રો છોડી દેવાનુ વચન આપ્યું છે, જોકે તેની કોઈ સમયમર્યાદા નક્કી નથી. તેમણે સ્પષ્ટતા કરી કે જો હમાસ તેની જવાબદારીઓ પૂર્ણ નહીં કરે, તો અમેરિકાએ તેમને આમ કરવા માટે મજબુર કરવા પડશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: World News/ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખશે તો પછી તેણે ભારે ટેરિફ ચૂકવવા પડશે: ડોનાલ્ડ ટ્રમ્પ

આ પણ વાંચો: World News/રશિયા-યુક્રેન યુદ્ધમાં પુતિન યુદ્ધ બંધ કરવા તૈયાર, પણ,,,

આ પણ વાંચો: World News/ટ્રમ્પે ફરી એક વાહિયાત ટિપ્પણી કરી, કહ્યું કે ભારત ટૂંક સમયમાં રશિયા પાસેથી તેલ ખરીદવાનું