Ahmedabad News:દિવાળીના આનંદ અને ઉજવણી વચ્ચે, અમદાવાદના ચાંદખેડા વિસ્તારના ઝુંડાલ વિસ્તારમાં ભીષણ આગ લાગી હતી. આપને જણાવી દઈએ આ આગ એક બંધ ગોડાઉનમાં લાગી હતી , આગ લાગતાં સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયું હતું. સદનસીબે, ગોડાઉન બંધ હોવાથી કોઈને જાનહાનિ થઈ નથી.
ભીષણ આગને કારણે ગોડાઉન બળીને ખાક
પ્રાથમિક તપાસ અનુસાર આગ (Fire) લાગવાનુ કારણ ફટાકડા હોવાનું મનાય છે.દિવાળીની (Diwali) રાત્રે શહેરમાં મોટા પ્રમાણમાં ફટાકડાઓ ફોડવામાં આવે છે, જેના કારણે એવું અનુમાન લગાવવામાં આવ્યું છે કે આ ગોડાઉનમાં સંગ્રહિત ફટાકડાથી આગ લાગી હશે. જોકે, આગનું લાગતા ફાયર બ્રિગેડની ટીમે સમય સૂચકતા વાપરી આગ પર કાબૂ મેળવ્યો હતો.
આગની જાણ થતા જ ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે
આગની જાણ થતાં જ, અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઇટરોએ તાત્કાલિક કાર્યવાહી કરી અને આગને આસપાસના વિસ્તારોમાં ફેલાતી અટકાવી.લગભગ બે કલાકની મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો.આ તાત્કાલિક કાર્યવાહીથી આસપાસના વિસ્તારોમાં નુકસાન થતું અટકાવાયું છે.
આ પણ વાંચો:ડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરીમાં ભીષણ આગ, મૃત્યુ આંક 21 ઉપર પહોંચ્યો
આ પણ વાંચો:ડીસામાં ફટાકડાની ફેક્ટરી અને ગોદામમાં લાગી વિકરાળ આગ, 17 શ્રમિકોના મોત
