Ahmedabad News/ અમદાવાદનાં વસ્ત્રાલમાં ફટાકડાની દુકાનમાં આગ લાગતા નાસભાગ

અમદાવાદના વસ્ત્રાલમાં દિવસભર પોલીસ અને ફાયર વિભાગે દિવસે સરપ્રાઈઝ ચેકિંગ કર્યુ હતું.

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News: અમદાવાદ (Ahmedabad)નાં વસ્ત્રાલ (Vastral)માં રાત્રે ફટાકડાની દુકાન (Firecracker shop)માં આગ (Fire broke) લાગતા નાસભાગ મચી ગઈ હતી. ફાયર વિભાગે (Fire) આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં કરી હતી. ફટાકડાં (Firecrackers)ની સિઝનલ શોપમાં આગ લાગી કે કોઈએ લગાડી એ દિશામાં પોલીસ તપાસ શરુ કરાઈ છે. અમદાવાદના વસ્ત્રાલમાં દિવસભર પોલીસ (Ahmedabad Police) અને ફાયર વિભાગે દિવસે સરપ્રાઈઝ ચેકિંગ કર્યુ હતું.

ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા (Banaskantha)ના ડીસા (Deesa)માં ફટાકડાંની ફેક્ટરીમાં આગ લાગતા 21 શ્રમિકોએ જીવ ગુમાવ્યો હતો. ત્યારે આ મામલે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે.  જેમાં ભાવિન પંડયા, IAS, સેક્રેટરી લેન્ડ રીફોર્મ્સ, મહેસૂલ વિભાગ, વિશાલકુમાર વાઘેલા, નાયબ પોલીસ મહાનિરીક્ષક, એચ.પી.સંઘવી, ડાયરેક્ટર ફોરેન્સીક સાયન્સ લેબોરેટરી, ગાંધીનગર  જે.એ.ગાંધી, ચીફ એન્જીનિયર, માર્ગ અને મકાન વિભાગ પણ તપાસ કમિટીના સભ્ય છે.

બનાસકાંઠા જિલ્લાના ડીસા (Deesa)ના ઢૂંવા રોડ પર આવેલી ગેરકાયદે ચાલતા ફટાકડા ગોડાઉનમાં બ્લાસ્ટની ઘટના બાદ 21 લોકોનાં મોત નિપજ્યાં હતા. ભીષણ બ્લાસ્ટ અને આગના કારણે અનેક શ્રમિકોએ જીવ ગુમાવ્યા છે. 18 શ્રમિકો બાદ વધુ 3 શ્રમિકોના મૃતદેહ મળી આવતા મૃત્યુઆંક 21 પર પહોંચ્યો છે. હાલ તો સમગ્ર ઘટનાને લઈ SITની રચના કરવામાં આવી છે.

ગત વર્ષે રાજકોટ (Rajkot)માં નાનામોવા રોડ પર ગેમઝોન (Gamezone)માં તારીખ 25 મે 2024ના રોજ બપોર પછી ભીષણ આગ લાગી હતી. અહેવાલ અનુસાર 27 લોકો જીવતા બળીને ખાખ થઈ ગયા હતા.આ અગ્નિકાંડમાં સૌથી મોટી બેદરકારીએ હતી કે, ગેમઝોનમાં ફાયર NOC જ ન હતું. પ્રત્યક્ષદર્શી વ્યક્તિએ નિવેદનો પણ આપ્યા છે કે, ફાયર અલાર્મ સિસ્ટમ પણ ન હતી.

આ હકીકત મુજબ 28મી મેના રોજ શહેરના કાલાવડ રોડ નજીક નાના મવા વિસ્તારમાં આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગમાં ગેમ ઝોનના બાળકો અને કર્મચારીઓ સહિત 27 લોકો દાઝી ગયા હતા. આ કરુણ ઘટના ગેમ ઝોનના ભાગીદારો અને તંત્રના જવાબદાર અધિકારીની મિલીભગતથી બની હોવાનું બહાર આવ્યું છે, જ્યારે આ બાંધકામ સ્થળ માટે ફાયર એનઓસી લેવામાં આવી ન હતી.

આ ઘટનાને ગંભીરતાથી લઈને રાજ્ય સરકાર દ્વારા SITની રચના કરવામાં આવી હતી. તપાસમાં TRP ગેમ ઝોનના જવાબદાર અધિકારીઓ, ભાગીદારો, સંચાલકો અને મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત 15 લોકો સામે ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી અને તપાસ પૂર્ણ થયા બાદ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવા માટે સમય માંગવામાં આવ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ડીસા ફટાકડાના ગોડાઉનમાં આગ મામલે ઋષિકેશ પટેલે દુ:ખ વ્યક્ત કર્યું, વિધાનસભા અઘ્યક્ષ શંકર ચૌધરી ડીસા સિવિલ પહોંચ્યા

આ પણ વાંચો:ડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરીમાં ભીષણ આગ, મૃત્યુ આંક 21 ઉપર પહોંચ્યો

આ પણ વાંચો:ડીસામાં ફટાકડાની ફેક્ટરી અને ગોદામમાં લાગી વિકરાળ આગ, 17 શ્રમિકોના મોત