Mehsana news/ સતલાસણાના વાવ ગામે સ્મશાનના રસ્તા મુદ્દે રેલી, મામલતદારને આવેદનપત્ર

સતલાસણા તાલુકાના વાવ ગામે સ્મશાનના રસ્તા પર અડચણ ઊભી કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે અનુસૂચિત જાતિ સમાજના લોકોએ રેલી (Cremation Ground Road Dispute Rally) યોજી હતી. મામલતદારને આવેદનપત્ર આપી રસ્તો ખુલ્લો કરાવવા અને કથિત ધમકી આપનાર સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

Top Stories Gujarat Others Breaking News
Cremation Ground Road Dispute Rally: વાવ ગામે સ્મશાનના રસ્તા મુદ્દે અનુસૂચિત જાતિ સમાજની રેલી, તંત્રને આવેદન

Mehsana News: સતલાસણા તાલુકાના વાવ ગામે સ્મશાનના રસ્તાને લઈને વિવાદ સામે આવ્યો છે. અનુસૂચિત જાતિ સમાજના લોકોએ સ્મશાન સુધી જવાના રસ્તા પર અડચણ ઊભી કરવામાં આવતી હોવાનો આક્ષેપ કરીને રેલી (Cremation Ground Road Dispute Rally) યોજી હતી. રેલી બાદ સતલાસણા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપી રસ્તો તાત્કાલિક ખુલ્લો કરાવવા અને કથિત રીતે ધમકી આપનાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.

વાવ ગામમાં સર્વોત્તમ ફેક્ટરી નજીક અનુસૂચિત જાતિ સમાજના સેનમાં અને પરમાર પરિવારનું સ્મશાન આવેલું હોવાનું જણાવાયું છે. સમાજના લોકોનો આક્ષેપ છે કે સ્મશાન તરફ જવાના માર્ગ પર બે સ્થાનિક રહીશો દ્વારા અડચણ ઊભી કરવામાં આવે છે.

Cremation Ground Road Dispute Rally
Cremation Ground Road Dispute Rally

સ્મશાનના રસ્તે મૃતદેહ લઈ જવામાં અડચણનો આક્ષેપ

સ્થાનિકોના જણાવ્યા મુજબ, પરિવારના કોઈ સભ્યનું અવસાન થાય ત્યારે અંતિમવિધિ માટે મૃતદેહને સ્મશાન સુધી લઈ જવામાં મુશ્કેલી ઊભી થાય છે. ખેતર માલિકો દ્વારા સ્મશાનના માર્ગ પરથી મૃતદેહ લઈ જતાં રોકવામાં આવતો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.સમાજના લોકોએ વધુમાં આક્ષેપ કર્યો છે કે કેટલાક લોકો દ્વારા અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરીને હેરાન કરવામાં આવે છે તેમજ જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવે છે.

રસ્તા પર ઝાડી-ઝાંખરા અને ગંદકીની સમસ્યા

ચોમાસાની સિઝન દરમિયાન સ્મશાન તરફ જતા રસ્તા પર ઝાડી-ઝાંખરા અને ગંદકી વધી જતાં અવરજવરમાં વધુ મુશ્કેલી સર્જાઈ હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે.આ સમસ્યાના ઉકેલ માટે ગ્રામજનોએ ગ્રામ પંચાયતને અરજી કરી હતી. ત્યારબાદ રસ્તાની સફાઈ માટે જેસીબી મશીનથી કામગીરી શરૂ કરવામાં આવી હતી. જોકે, સ્થાનિકોના આક્ષેપ મુજબ, બે વ્યક્તિઓએ આ કામગીરી અટકાવી દીધી હતી.

Cremation Ground Road Dispute Rally
Cremation Ground Road Dispute Rally

‘રસ્તા પર પગ મૂકશો તો પગ ભાંગી નાખીશું’ની ધમકીનો આક્ષેપ

રસ્તાની સફાઈની કામગીરી દરમિયાન ધમકી આપવામાં આવી હોવાનો પણ સમાજના લોકોએ આક્ષેપ કર્યો છે. તેમના જણાવ્યા મુજબ, રસ્તા પર પગ મૂકવામાં આવશે તો પગ ભાંગી નાખવાની ધમકી આપવામાં આવી હતી.આ સમગ્ર મુદ્દે યોગ્ય કાર્યવાહી થાય અને સ્મશાન સુધી જવાનો માર્ગ કોઈપણ પ્રકારની અડચણ વિના ખુલ્લો રહે તે માટે સમાજના લોકો દ્વારા તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

Cremation Ground Road Dispute Rally: વાવથી સતલાસણા મામલતદાર કચેરી સુધી રેલી

ન્યાય અને સુરક્ષાની માંગ સાથે વાવ ગામના અનુસૂચિત જાતિ સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. ત્યારબાદ વાવથી સતલાસણા મામલતદાર કચેરી સુધી રેલી યોજવામાં આવી હતી.રેલી (Cremation Ground Road Dispute Rally) દરમિયાન સ્મશાનનો રસ્તો ખુલ્લો કરાવવા, અવરોધ દૂર કરવા અને ધમકી તથા કથિત હેરાનગતિ અંગે જવાબદાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.

Cremation Ground Road Dispute Rally
Cremation Ground Road Dispute Rally

મામલતદારને આવેદનપત્ર આપ્યું

રેલી સતલાસણા મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા બાદ સમાજના આગેવાનો અને ગ્રામજનોએ મામલતદારને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.આવેદનપત્રમાં સ્મશાન તરફ જતો રસ્તો તાત્કાલિક ખુલ્લો કરાવવા, રસ્તા પર થયેલી અડચણ દૂર કરવા તેમજ ધમકી આપવાના આક્ષેપોની તપાસ કરીને જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.હવે સમગ્ર મામલે વહીવટી તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે અને સ્મશાનના રસ્તાનો પ્રશ્ન ક્યારે ઉકેલાય છે તેના પર ગ્રામજનોની નજર છે.


આ પણ વાંચો:વડોદરા ગોત્રી સ્મશાન બહાર મળેલી ખોપડી-હાડકાંનું રહસ્ય ઉકેલાયું, ફોરેન્સિક તપાસમાં વાનરના અવશેષ હોવાનું ખુલાસો

આ પણ વાંચો:વડોદરા ગોત્રી સ્મશાન પાસે કચરાપેટીમાંથી અડધો સળગેલો મૃતદેહ મળ્યો, માનવીનો કે પશુનો તે અંગે રહસ્ય

આ પણ વાંચો:વરસાદ વચ્ચે વેરાવળ સ્મશાનમાં અવ્યવસ્થા, ગેસ ભઠ્ઠી શરૂ કરવા માગ