Vadodara News: વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલા સ્મશાન ગૃહ (Gotri Crematorium Case) બહારથી મળેલી ખોપડી અને હાડકાંની ઘટનાને લઈને ઉભા થયેલા રહસ્યનો અંત આવ્યો છે. શરૂઆતમાં આ અવશેષો માનવીના હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી, જેના કારણે વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફોરેન્સિક વિભાગ દ્વારા વૈજ્ઞાનિક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ બાદ સ્પષ્ટ થયું છે કે મળી આવેલા અસ્થિઓ કોઈ મનુષ્યના નહીં પરંતુ વાનરના હતા.
ફોરેન્સિક તપાસમાં મળી વાનરની ખોપડી અને હાડકાં
આ મામલે નિષ્ણાત ડૉ. હિતેશ રાઠોડે માહિતી આપતા જણાવ્યું કે સ્થળ પરથી મળેલા અવશેષોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી.તપાસ દરમિયાન ખોપડી, પાસળી અને કરોડરજ્જુના હાડકાં મળી આવ્યા હતા. શરૂઆતમાં હાડકાં માનવ શરીર જેવા લાગતા હોવાથી શંકા ઊભી થઈ હતી, પરંતુ ફોરેન્સિક વિશ્લેષણ બાદ તે વાનરના અવશેષો હોવાનું સ્પષ્ટ થયું છે.
Gotri Crematorium Case: કચરામાં ફેંકાયેલા મૃત વાનરના કારણે બની ઘટના
ફોરેન્સિક નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, સંભવતઃ કોઈ મૃત વાનરના શરીરને અજાણતા નજીકની કચરાપેટીમાં નાખવામાં આવ્યું હશે.ત્યારબાદ કચરો સળગાવવામાં આવતા વાનરનો મૃતદેહ પણ તેની સાથે બળી ગયો હશે અને અંતે માત્ર હાડકાં અને અસ્થિઓ જ બાકી રહ્યા હોવાનું અનુમાન કરવામાં આવ્યું છે.
માનવીના મૃતદેહની આશંકા બાદ તપાસ હાથ ધરાઈ હતી
ગોત્રી સ્મશાન (Gotri Crematorium Case) બહાર અસ્થિઓ મળી આવતા સ્થાનિકોમાં અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ હતી. માનવીના અવશેષો હોવાની આશંકાને પગલે પોલીસ અને સંબંધિત વિભાગોએ તપાસ શરૂ કરી હતી.હવે ફોરેન્સિક રિપોર્ટ બાદ સમગ્ર મામલો સ્પષ્ટ થઈ ગયો છે અને નાગરિકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે.
આ પણ વાંચો:વડોદરા Gotri Crematorium Case કચરાપેટીમાંથી અડધો સળગેલો મૃતદેહ મળ્યો, માનવીનો કે પશુનો તે અંગે રહસ્ય
આ પણ વાંચો:વરસાદ વચ્ચે વેરાવળ સ્મશાનમાં અવ્યવસ્થા, ગેસ ભઠ્ઠી શરૂ કરવા માગ
આ પણ વાંચો:અમદાવાદમાં ‘કફનના કપડાં’નો કાળો કારોબાર? સ્મશાનથી બજાર સુધીની ચોંકાવનારી સપ્લાય ચેનનો ખુલાસો
