Surendranagar/ થાનગઢ પંથકમાં ખાણ ખનીજ ટીમનાં દરોડા, 39 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત

સુરેન્દ્રનગર ખાણ ખનીજની ટીમે શનિવારે મોડી સાંજે થાનગઢનાં ખાખરાવાળી અને મુળી રોડ પર ગોદાવરી પાસે ચેકીંગ કરી ઓવરલોડ ડમ્પર 7 ચરખી અને 1 ટેક્ટર સહીત રૂપિયા 39 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Gujarat Others

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર ખાણ ખનીજની ટીમે શનિવારે મોડી સાંજે થાનગઢનાં ખાખરાવાળી અને મુળી રોડ પર ગોદાવરી પાસે ચેકીંગ કરી ઓવરલોડ ડમ્પર 7 ચરખી અને 1 ટેક્ટર સહીત રૂપિયા 39 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજનું ગેરકાયદેસર ખનન અને વહન થતું હોવાની અનેકોવાર ફરિયાદ ઉઠી રહી છે. ત્યારે સુરેન્દ્રનગર ખાણ ખનીજ અધિકારી ડો. એ. બી. ઓઝાની સુચનાથી નાયબ ભૂસ્તર શાસ્ત્રી કિરણ પરમાર રોયલ્ટી ઇન્સ્પેકટર આઇ. એ ઝાલા સહીતનાંઓએ થાનગઢનાં ખાખરાવાળી અને મુળી રોડ પર ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં ગોદાવરી પાસે ઓવરલોડ બ્લેકટેપ ભરીને પસાર થતું ડમ્પર પસાર થતા તેને રોકી તપાસ કરાઇ હતી. રૂપિયા 30 લાખનાં ડમ્પરને હાલ સીઝ કરી મુળી પોલીસનાં હવાલે કરાયુ છે. બીજી તરફ થાનગઢ તાલુકાનાં ખાખરાવાળી ગામે દરોડા કરી 7 ચરખી અને 1 ટ્રેકટર સહીત રૂપિયા 9 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. થાનગઢ પંથકમાં ખાણ ખનીજ ટીમે દરોડોથી ગેરકાયદેસર ખનન કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો હતો.

Vaccine: રાજ્યમાં બીજા તબ્બકામાં કોણે કયા લીધી રસી આવો જાણીએ…

Crime / ભાજપ ઉપપ્રમુખ સુરેશ પાનસૂરિયા સહીત ચાર વ્યક્તિઓ પર લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ

Crime: ચોરીનાં ઈરાદે ઘુસેલા આરોપીઓએ કરી સિક્યુરીટી ગાર્ડની હત્યા, ત્રણ સગા ભાઈઓની કરાઈ ધરપકડ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…