રાજ્યમાં કોરોનાનાં ઘટતા કેસ વચ્ચે લોકો માટે વધુ એક રાહતનાં સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન ખાતાનાં જણાવ્યા મુજબ નૈઋત્ય ચોમાસુ ઝડપથી અરબી સમુદ્ર તરફ આગળ વધી રહ્યું છે. બે દિવસમાં મુંબઈમાં પહોંચવાની શકયતા છે. જે બાદ એટલે કે 11 થી 13 જૂનમાં ગુજરાતમાં ચોમાસાની વકી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામા આવી છે.
રાજ્યનાં ધરતીપુત્રો માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં જલ્દી જ ચોમાસુ બેસે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જો કે આ પહેલા 20-25 જૂન વચ્ચે ચોમાસાની આગાહી કરવામાં આવી હતી. પરંતુ હવે 11 થી 13 જૂન વચ્ચે ચોમાસુ બેસે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. આપને જણાવી દઇએ કે, સમુદ્રમાં સાઇક્લોનિક સર્કુયલર સર્જાયુ હોવાના કારણે આ આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનાં વિવિદ વિસ્તારોમાં પ્રિ-મોનસૂનનાં પગલે વરસાદ વરસે તેવી સંભાવનાઓ છે. ખાસ કરીને ગરમીથી કંટાળી ગયેલા લોકો માટે આ રાહતનાં સમાચાર છે.

આપને જણાવી દઇએ કે, પ્રિ-મોન્સૂન એક્ટિવિટીનાં ભાગરૂપે 8 થી 9 જૂન વચ્ચે જૂનાગઢ, પોરબંદર, દીવ, વડોદરા અને નવસારીમાં વરસાદ પડી શકે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.

ગુજરાતમાં જલ્દી જ વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. દાહોદ, ખેડા, પંચમહાલ અને મહીસાગરમાં 9 થી 10 જૂન સુધી વરસાદ આવવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

વળી જૂનાગઢ, ભાવનગર, અમરેલી, રાજકોટ અને પોરબંદરમાં 10 થી 11 જૂન સુધીમાં વરસાદ પડવાની સંભાવનાઓ છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

