Gir Somnath News:ગીર સોમનાથમાં સોશિયલ મીડિયા પર અપશબ્દો અને ભડકાઉ ભાષાનો ઉપયોગ કરીને બે સમુદાય વચ્ચે વૈમનસ્ય ફેલાવવાના પ્રયાસના કેસમાં પોલીસે ઝડપી કાર્યવાહી કરતા એક યુવકની ધરપકડ કરી છે.આરોપીનું (Accused) નામ દિલીપ બારૈયા ઉર્ફે ‘વાવાઝોડું’ છે, જે વેળાકોટ વિસ્તારનો રહેવાસી છે.

મળતી માહિતી અનુસાર, આરોપી દિલીપ બારૈયા સોશિયલ મીડિયા (social media) પ્લેટફોર્મ પર અલ્પશબ્દો અને ભડકાઉ ટિપ્પણીઓ કરીને બે સમુદાય વચ્ચે તણાવ અને વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
સો. મીડિયા (social media) પર બફાટ કરનાર પોલીસની ગિરફતમાં

તેની આ પોસ્ટ્સ અને ટિપ્પણીઓથી સમાજમાં અશાંતિ ફેલાવાનો ભય હતો,જેની નોંધ લઈને સ્થાનિક રહીશોએ ગીર ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદ મળતાં જ ગીર ગઢડા પોલીસ સ્ટેશનની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીને તેના વેળાકોટ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા દ્વારા સોશિયલ મીડિયા (social media) પર નજર રાખવા માટે વિશેષ ટીમ તૈનાત કરવામાં આવી છે. તાજેતરમાં જ જિલ્લામાં સોશિયલ મીડિયા પર અફવા ફેલાવનારા અને હથિયારો સાથે ફોટા પોસ્ટ કરનારા યુવકો વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં અનેકની ધરપકડ કરાઈ છે.
આ પણ વાંચો:ગીર સોમનાથ ઉના-અંજાર રોડ પર આધેડની હત્યા
