Not Set/ રાજ્યમાં કોરોના સાથે ઠંડીનો વધ્યો પ્રકોપ, જાણો ક્યા કેટલુ છે તાપમાન

રાજ્યભરમાં ઠંડીનું જોર વધ્યું છે. રાજ્યનાં ઘણા શહેરમાં તાપમાનનો પારો 10 ડિગ્રીથી પણ નીચે જોવા મળ્યો છે. જો કે હવામાન વિભાગનાં આગાહી મુજબ રાજ્યમાં હજુ પણ ઠંડીનું જોર વધે તેવી શક્યતા છે.

Top Stories Gujarat Others
ઠંડીનો ચમકારો
  • ગુજરાતમાં તીવ્રઠંડીનો થયો અનુભવ
  • રાજ્યના 12 શહેરમાં લઘુત્તમ 10 ડિગ્રી આસપાસ તાપમાન
  • 6.2 ડિગ્રી સાથે નલિયામાં સૌથી વધુ ઠંડી
  • નલિયામાં સામાન્ય 10 ડિગ્રી કરતાં 4 ડિગ્રી ઓછું તાપમાન
  • ઉત્તરાયણપર્વે પણ વધુ ઠંડી પડી શકે

રાજ્યભરમાં ઠંડીનું જોર વધ્યું છે. રાજ્યનાં ઘણા શહેરમાં તાપમાનનો પારો 12 ડિગ્રીથી પણ નીચે જોવા મળ્યો છે. જો કે હવામાન વિભાગનાં આગાહી મુજબ રાજ્યમાં હજુ પણ ઠંડીનું જોર વધે તેવી શક્યતા છે. રાજ્યનું સૌથી ઠંડુ નલિયા જોવા મળ્યું છે. આપને જણાવી દઇએ કે, ઉત્તર ભારતમાં સખત ઠંડીનો પ્રકોપ ચાલુ રહ્યો છે. જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં થયેલી બરફવર્ષાને કારણે ઠંડીમાં વધારો થયો છે.

આ પણ વાંચો – મોંઘવારી મુદ્દે વિરોધ મામલે / કઝાકિસ્તાનમાં હિંસા અને પ્રદર્શન દરમિયાન 3 બાળકો સહિત 164 લોકોનાં મોત,7939 લોકોની અટકાયત

આપને જણાવી દઇએ કે, રાજ્યમાં વહેલી સવારે ટીવ્ર ઠંડીનો અનુભવ થઇ રહ્યો હતો. જણાવી દઇએ કે, રાજ્યનાં લગભગ 12 શહેર એવા છે કે જ્યા લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીની આસપાસ રહ્યુ છે. વળી રાજ્યનું સૌથી ઠંડુગાર નલિયા સાબિત થયુ છે, જ્યા 6.2 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. વળી હવામાન વિભાગની માનીએ તો ઉતરાયણ પર્વે પણ ઠંડી વધુ પડે તેવી સંભાવનાઓ છે. રાજ્યનાં 12 શહેર જ્યા લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીથી ઓછુ અથવા તેની આસપાસ નોંધાયુ છે.

12 શહેરમાં લઘુત્તમ કરતાં પણ ઓછું તાપમાન

નલિયા – 6.2
વડોદરા – 8.9
ગાંધીનગર – 9.0
જૂનાગઢ – 9.2
અમદાવાદ – 9.3
ડીસા – 9.5
પાટણ – 9.5
રાજકોટ – 9.7
ભૂજ – 10.0
અમરેલી – 10.2
ભાવનગર – 10.8

આ પણ વાંચો – ફાયરિંગ કરી લૂંટ કરનાર / અમદાવાદમાં આંગડિયા પેઢીના કર્મચારીઓને લૂંટીને ફરાર થયેલા 3 આરોપી પોલીસના સંકજામાં

વળી ગુજરાતીઓનાં ફેવરિટ હિલ-સ્ટેશન માઉન્ટ આબુમાં કાતિલ ઠંડી, વાહનો પર બરફ જામ્યો, ગુરુ શિખરનું તાપમાન માઈનસ 4 થઈ ગયું. બે દિવસ માટે ફરવા જવાની વાત આવે તો ગુજરાતીઓની યાદીમાં સૌથી પહેલા સાપુતારા અથવા માઉન્ટ આબુનું નામ હોય. રાજસ્થાનમાં સ્થિત હિલ સ્ટેશન માઉન્ટ આબુ ગુજરાતીઓમાં ઘણું લોકપ્રિય છે. પરંતુ શિયાળાની સીઝનમાં અહીં ઠંડીનો ભારે ચમકારો જોવા મળે છે. ઘણીવાર તો માઉન્ટ આબુનું પ્રખ્યાત નક્કી લેક બરફથી થીજી જતું હોય છે. પાછલા બે દિવસથી ગુજરાતમાં ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે અને પ્રમાણમાં ઠંડી વધી છે, ત્યારે રાજસ્થનના માઉન્ટ આબુમાં પણ તાપમાનનો પારો ગગડીને માઈનસ બે ડિગ્રી થઈ ગયો છે.