મહારાષ્ટ્રના નાગપુરમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી હંસરાજ અહિરના કાફલામાં અચાનક એક હાઇ સ્પીડ ટ્રક ઘુસી ગઈ હતી અને આ અકસ્માતમાં બે સૈનિકોનાં મોત નીપજ્યાં હતાં. ગુરુવારે સવારે ચંદ્રપુર-નાગપુર રોડ પર આ અકસ્માત સર્જાયો ત્યારે હંસરાજ અહિરની સુરક્ષામાં તૈનાત સીઆરપી વાહનને એક હાઇ સ્પીડ ટ્રકે ટક્કર મારી હતી.
આ અકસ્માતમાં સીઆરપીએફના જવાન અને મહારાષ્ટ્ર પોલીસ જવાન (ડ્રાઇવર) નું મોત નીપજ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે આ અકસ્માતમાં 4 લોકો ઘાયલ થયા છે.
Maharashtra: A vehicle belonging to the security convoy of former Union Minister Hansraj Ahir met with an accident on Chandrapur – Nagpur Road, today. A speeding truck hit the CRPF vehicle leading to the death of one CRPF jawan & a Maharashtra Police driver. pic.twitter.com/F6sedHbZZU
— ANI (@ANI) September 26, 2019
એવું કહેવામાં આવી રહ્યું છે કે હંસરાજ અહિર એક મીટિંગમાં ભાગ લેવા દિલ્હી જઇ રહ્યાં હતા. જ્યારે તેઓ એરપોર્ટ પર જઈ રહ્યાં હતા ત્યારે આ જ બનાવ બન્યો હતો.
આ અકસ્માતમાં પૂર્વ ગૃહ રાજ્યમંત્રી હંસરાજ અહિર પણ ઘાયલ થયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
