Surat News/ સુરતમાં મોડિફાઈડ સાયલેન્સરવાળી 7 બાઈક જપ્ત, ‘ધૂમ’ સ્ટાઈલના બાઈકર્સ સામે પોલીસનો મેગા એક્શન

Modified Bike Crackdownસુરતના અડાજણ વિસ્તારમાં મોડિફાઈડ સાયલેન્સર લગાવી ફટાકડા જેવા અવાજ કરતી અને સ્ટંટબાજી કરતી 7 બાઈક સામે પોલીસે કાર્યવાહી કરી છે.જાણો સમગ્ર મામલો

Gujarat Top Stories Surat
Modified Bike Crackdown 7 મોડિફાઈડ બાઈક જપ્ત કરી

Surat News: સુરત શહેરમાં મોડી રાત્રે મોડિફાઈડ સાયલેન્સર લગાવી ફટાકડા જેવા ધડાકા કરતા અને બેદરકારીપૂર્વક બાઈક ચલાવી લોકોની શાંતિ ભંગ કરનાર બાઈકર્સ સામે અડાજણ પોલીસે કડક કાર્યવાહી (Modified Bike Crackdown) હાથ ધરી છે. ખાસ ડ્રાઈવ દરમિયાન પોલીસે 7 મોડિફાઈડ બાઈક જપ્ત કરી વાહનચાલકો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

Modified Bike Crackdown: અડાજણ પોલીસનું સરપ્રાઇઝ ચેકિંગ

અડાજણ પોલીસ (Surat Police) દ્વારા વિવિધ મુખ્ય માર્ગો અને સંવેદનશીલ વિસ્તારોમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસને લાંબા સમયથી મોડિફાઈડ સાયલેન્સરવાળી બાઈકોથી (Modified Silencer Bikes) અવાજનું પ્રદૂષણ અને સ્ટંટબાજીની ફરિયાદો મળી રહી હતી. જેના આધારે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી.

મોડિફાઈડ સાયલેન્સરવાળી 7 બાઈક જપ્ત

ચેકિંગ દરમિયાન ફટાકડા જેવા ધડાકા કરતા સાયલેન્સર લગાવેલી બાઈકો ઝડપાઈ હતી. પોલીસે તમામ 7 બાઈક જપ્ત કરી મોટર વાહન અધિનિયમ હેઠળ દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી. જાહેર માર્ગો પર જોખમી રીતે વાહન ચલાવનારાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે.

લોકોની શાંતિ ભંગ કરનારાઓને ચેતવણી

પોલીસે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જાહેર રસ્તાઓ પર સ્ટંટબાજી, બેફામ ડ્રાઇવિંગ અને અવાજનું પ્રદૂષણ કોઈપણ સંજોગોમાં સહન કરવામાં (Traffic Rules) આવશે નહીં. આવા તત્વો સામે આગામી દિવસોમાં પણ સતત ડ્રાઈવ ચાલુ રહેશે.

સલામતી અને ટ્રાફિક શિસ્ત પર ભાર

અડાજણ પોલીસનું કહેવું છે કે શહેરમાં કાયદો-વ્યવસ્થા, ટ્રાફિક શિસ્ત અને નાગરિકોની શાંતિ જળવાઈ રહે તે માટે આવી વિશેષ ઝુંબેશ નિયમિત રીતે હાથ ધરવામાં આવશે. નિયમોનો ભંગ કરનાર કોઈપણ વાહનચાલક સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.


આ પણ વાંચો: રાજકોટમાં યુવકના આપઘાત કેસમાં પત્ની સહિત 6 સામે ફરિયાદ: સુસાઈડ નોટમાં લખ્યું- “મને જીવવા જેવો રહેવા દીધો નહીં”

આ પણ વાંચો: પાટણ નગરપાલિકાની બેદરકારીનો ખુલાસો: બંધ STP પ્લાન્ટના નામે કરોડોના બિલ ચૂકવાયા, GPCB તપાસમાં પોલ ખુલ્લી

આ પણ વાંચો: મંતવ્ય ન્યૂઝે ઉઠાવ્યો જનહિતનો મુદ્દો! હેલ્થ કોન્ક્લેવમાં ઉઠેલો મુદ્દો પહોંચ્યો સરકાર સુધી, ગુજરાતમાં એનાલોગ પનીર પર સંપૂર્ણ પ્રતિબંધ બાદ રાજ્યભરમાં મેગા એક્શન