રાજકોટ,
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ માટે ૧૭૨૭ કરોડ રૂપિયાનું બજેટ રજુ કરવામાં આવ્યું છે. સોમવારે મ્યુનિસિપલ કમિશ્નર બાંછાનિધિ પાની દ્વારા રજુ કરવામાં આવેલા નાણાકીય બજેટમાં ગત વર્ષ કરતા પાણીના વેરાને ડબલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વાહન પર લગાડવામાં આવતા ટેક્સને ૧ ટકાથી વધારી ૨.૫ ટકા કરવામાં આવ્યો છે. આ બજેટમાં શહેરીજનો પર કુલ ૪૨ કરોડ રૂપિયાનો વધારાનો કર ઝીંકવામાં આવ્યો છે.
રાજકોટ મનપા દ્વારા રજુ કરવામાં આવેલા બજેટમાં મુખ્યત્વે આ યોજનાઓ પર ભાર મુકવામાં આવ્યો છે.
- નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ માટે ૧૭૨૭.૫૭ કરોડ રૂપિયાનું બજેટનું
- વાહન ટેક્સ ૧ ટકાથી વધારીને ૨.૫ ટકા કરવામાં આવ્યો.
- રાજકોટવાસીઓ પર ઝીંકવામાં આવ્યો ૪૨ કરોડ રૂપિયાનો કર
- કાર્પેટ એરિયા મુજબ પ્રોપર્ટી ટેક્સનો ટાર્ગેટ ૨૬૫ કરોડ રૂપિયા રાખવામાં આવ્યો છે.
- વાહન વેરો દોઢ કરોડ
- પાણી વેરો ડબલ કરવા દરખાસ્ત
- જમીન વેંચાણને બદલે ૫૦ કરોડના બોન્ડ
- એશિયન ડેવલોપમેન્ટ બેન્ક પાસેથી ૭૦ કરોડ ની લોન લેવામાં આવશે
- કુલ કર બોજ ૪૪ કરોડ થશે
- બજેટમાં પાણી વેરો ડબલ કરવા દરખાસ્ત
- પ્રોફેશનલ ટેક્ષમાં 30 કરોડ નો લક્ષ્યાંક કરાયો છે.
- વેસ્ટ ઝોનમાં ૬ વોર્ડમાં ૨૪ કલાક પાણી વિતરણનો પાઇલોટ પ્રોજેક્
- રોટરી ક્લબ નિર્મિત લાપાસરી ડેમનો કબ્જો સંભાળશે મહાપાલિકા
- પાંચ નવી ઇલેક્ટ્રીક બસો ખરીદાશે
- ૪૦૦ કરોડના ખર્ચે નવા ૭૫૦૦ આવાસ બનાવાશે
- રાજકોટમાં ૧૪૦ કરોડના ખર્ચે મેનેજમેન્ટ કન્વેન્શન સેન્ટર
- રાજકોટમાં ૨૦૦ કરોડના ખર્ચે આધુનિક સ્પોર્ટસ કોમ્પેલેક્ષ બનાવશે.
- શહેરમાં ૧૦ નવા બગીચા બનાવવામાં આવશે.
- કે.કે.વી ચોકમાં અંડરબ્રિજ બનાવાશે.
- હોસ્પિટલ ચોકમાં ફ્લાય ઓવર બ્રિજ બનાવાશે
- સર્વેશ્વર ચોકમાં મલ્ટી લેવલ પાર્કિંગ બનાવવામાં આવશે.
