પચપદમ,
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનના બાડમેર જીલ્લામાં પચપદમમાં દેશની સૌથી વધારે આધુનિક ઓઈલ રીફાઇનરીનું ઉદધાટન કર્યું હતું. આ દરમિયાન તેઓની સાથે રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજ, કેન્દ્રીય પ્રધાનમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, રાજ્ય સરકાર મંત્રી સુરેન્દ્ર ગોહિલ સહિતના રાજકીય અગ્રણી નેતા ઉપસ્તિથ રહ્યા હતા.
પ્રધાનમંત્રી મોદીએ આ પ્રસંગે આયોજિત એક જાહેરસભાને સંબોધતા કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું, “જયારે કોઈ સરકાર નિર્માણ કરવા પહેલો પથ્થર મૂકે છે ત્યારે લોકો તેમને કાર્ય ક્યારે ચાલુ થશે તે અંગેની તારીખ અમને જણાવો એવા પ્રશ્નો પૂછે છે. પણ માત્ર પથ્થર મુકવાથી લોકોને બેવકૂફ ના બનાવી શકાય. લોકોનો વિશ્વાસ જીતવો હોય તો એ કાર્ય પૂર્ણ કરીને બતાવવું પડે”.
પીએમ મોદીએ જાહેરસભાને સંબોધતા જણાવ્યું,
- માત્ર પથ્થર મૂકવાથી લોકોને ગેરમાર્ગે ન દોરી શકાય. ઓફિસરોએ જ્યારે મને પ્રોજેક્ટની જાણકારી આપી તો મેં પૂછ્યું કે આ પૂરું ક્યારે થશે.”
- ૨૦૨૨માં દેશ આઝાદીની ૭૫મી વર્ષગાંઠ ઊજવતો હશે. આપણે આઝાદીના દીવાનાઓના સપનાઓનું ભારત બનાવીને તેમના ચરણોમાં અર્પણ કરીશું. અને ૨૦૨૨માં આ રિફાઇનરીનું કામ પણ પૂરું થશે.
- હું રાજસ્થાન સરકાર અને ધર્મેન્દ્ર પ્રધાનજીના વિભાગને ખૂબ-ખૂબ શુભેચ્છાઓ આપું છું.
- બાડમેરની ધરતી એવી ધરતી છે જ્યાં મહાન વિભૂતિઓએ જન્મ લીધો છે. હું આ ધરતીને નમન કરું છું. આ સ્વાતંત્ર્ય સેનાની ગુલાબચંદજીની ભૂમિ છે. તેમણે ગાંધીના સત્યાગ્રહ પહેલા મીઠાનો સત્યાગ્રહ કર્યો હતો. તેમને દરેક વ્યક્તિ યાદ કરે છે.
- હું ભેરોસિંહ શેખાવતને પણ યાદ કરવા માંગું છું. હું તમને વિનંતી કરું છું કે આપણે બધા આપણા ઇષ્ટદેવતાને પ્રણામ કરીને આ જ ધરતીના સપૂત શ્રી જસવંત સિંહજીને પણ યાદ કરીએ. તેમની તબિયત સ્વસ્થ થઇ જાય. તેમના અનુભવનો લાભ આપણને મળે અને ઇશ્વર આપણી પ્રાર્થના સાંભળશે.
- પીએમ મોદીએ કોંગ્રેસ અને દુકાળને જુડવા ભાઈ કહ્યા હતા અને કહ્યું કે કોંગ્રેસ જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં દુકાળને સાથે લઇ જાય છે.
મહત્વનું છે કે, રાજસ્થાનમાં ૪૩,૧૨૯ કરોડ રૂપિયાનું અત્યાર સુધીનું સૌથી મોટું રોકાણ છે. આ રોકાણથી રાજસ્થાનને વધુ ૩૪ હજાર કરોડની આવક થશે. આ સાથે જ દેશની પ્રથમ રિફાઈનરી અને પેટ્રોકેમિકલ્સ કોમ્પલેક્સ હશે. પેટ્રોલ, રબ્બર, પેઈન્ટ અને પ્લાસ્ટિક્સ જેવા અન્ય સહાયક ઉદ્યોગોનો પણ વિકાસ થશે. રીફાઇનરીનું કામ ચાર વર્ષમાં પૂર્ણ થયા બાદ પ્રત્યક્ષ-પરોક્ષ રીઓતે ૧૦૦૦૦ લોકોને રોજગારી મળવાની સંભાવના છે.
બીજી બાજુ આ રીફાઇનરીના ઉદ્ઘાટનને લઇ રાજકારણમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે. સત્તારૂઢ પાર્ટી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપ જોવા મળી રહ્યા છે. રીફાઇનરીના ઉદ્ઘાટનને લઇ રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગહલોતે પીએમ મોદીને સવાલ કરતા જણાવ્યું કે, રીફાઇનરીનું ઉદ્ઘાટન ફરીથી કેમ કરવામાં આવી રહુયુ છે, જ્યાં આ પહેલા ૨૦૧૩માં જ તત્કાલીન કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી કરી ચુક્યા છે.
