કોરોના કાળમાં ગુજરાતી વધુ એક વરિષ્ટ અગ્રણીને ગુમાવ્યા છે.રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ગુજરાત પ્રાંતના સંઘચાલક તરીકે સેવા આપીને લોકચાહના મેળવનારા અમૃતભાઈ કડીવાલાનું આજે નિઘન થતા તેમના ચાહકોમાં શોકનું મોજું ફરી વળ્યુ હતું. ડોક્ટર હેડગેવાર સમારક સમિતિ- ગુજરાતના ટ્રસ્ટી તરીકે અમૃતભાઈ કડીવાલાએ સરાહનીય સેવા આપી હતી.તેમણે કટોકટી દરમિયાન જેલવાસ પણ ભોગવ્યો હતો. અને જુના જનસંઘના પાયાના કાર્યકર્તા હતા.તેઓની વિદાયથી જનસંઘ માં કદી ન પૂરી શકાય તેવી ખોટ પડી છે.
ભાજપ અને સંઘના અનેક અગ્રણીઓએ સ્વર્ગસ્થને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી હતી. સ્વ અમૃતભાઈ કડીવાલા કોરોનાનો ભોગ બન્યા હતા અને છેલ્લા એક મહિનાથી તેમની સારવાર ચાલી રહી હતી. તેમના નિઘનથી સંઘના કાર્યકર્તાઓમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતું.વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સહિતના રાજકીય આગેવાનોએ પણ અમૃતભાઈ કડીવાલાના નિધનને લઈને શોક વ્યક્ત કર્યો હતો.


સ્વ,અમૃતભાઈ કડીવાલા વર્ષો સુધી ગુજરાત પ્રાંતના સંઘચાલક તરીકે સેવા આપી હતી. તેઓએ સેવા ભારતીના ટ્રસ્ટી તરીકે પણ સેવા આપી હતી. તેઓ શિસ્તના આગ્રહી હતા. તેમના નિઘનથી સંઘે એક વરિષ્ઠ અગ્રણી ગુમાવ્યા છે. સરળતા,સંપર્ક, સમન્વયની ભાવના અને સાદગીભર્યું જીવનથી પ્રેરણાબળ પુરૂ પાડ્યુ છે.

