Not Set/ નામશેષને આરે કોરોના, રાજ્યમાં આજે નોધાયા માત્ર 500થી પણ ઓછા કોરોના કેસ

રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લાં 24 કલાકમાં 490 નવા કોરોના કેસ સામે આવ્યા છે. જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 8,19,866 ઉપર પહોચ્યો  છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 06  લોકોનાં મૃત્યુ થયા છે.

Top Stories Gujarat Others

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લાં 24 કલાકમાં 490 નવા કોરોના કેસ સામે આવ્યા છે. જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 8,19,866 ઉપર પહોચ્યો  છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 06  લોકોનાં મૃત્યુ થયા છે.

રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 1278 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 7,99,012 છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 10,863 છે. અત્યાર સુધીમાં 2,00,30,392 લોકોનું કુલ રસીકરણ થઈ ગયું છે. તો આજે 2,94,583 લોકોને વેક્સિન આપવામાં આવી છે.

અત્યાર સુધીમાં 2,00,30,392 લોકોનું કુલ રસીકરણ થઈ ગયું છે. તો આજે 2,94,583 લોકોને વેક્સિન આપવામાં આવી છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 9,991 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે

અમદાવાદ શહેરમાં આજે કોરોનાના 62 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 2 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 74 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 26 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં આજે 44 કેસ, જ્યારે ગ્રામ્યમાં 33 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 22 કેસ અને ગ્રામ્યમાં 16 કેસ નોંધાયા છે