Not Set/ વિરોધ પક્ષના નેતા તરીકે પરેશ ધાનાણીના નામ પર કોંગ્રેસ હાઇકમાને મારી મહોર

વિધાનસભા ચૂંટણીમાં ૮૦ સીટ મેળવ્યા બાદ એક મજબૂત વિપક્ષ તરીકે ઉભરેલી કોંગ્રેસ પાર્ટી દ્વારા વિપક્ષના નેતા  પરેશ ધાનાણીના નામ પર મહોર મારી છે. કોંગ્રેસના ધારાસભ્યોની વિપક્ષના નેતાની પસંદગી માટે બેઠક 2 દિવસ ચાલી હતી, જે પછી 5 જાન્યુઆરીના રોજ પરેશ ધાનાણી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને મળવા દિલ્હી ગયા હતા. ત્યારબાદ અંતે ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક […]

Top Stories
hqdefault વિરોધ પક્ષના નેતા તરીકે પરેશ ધાનાણીના નામ પર કોંગ્રેસ હાઇકમાને મારી મહોર

વિધાનસભા ચૂંટણીમાં ૮૦ સીટ મેળવ્યા બાદ એક મજબૂત વિપક્ષ તરીકે ઉભરેલી કોંગ્રેસ પાર્ટી દ્વારા વિપક્ષના નેતા  પરેશ ધાનાણીના નામ પર મહોર મારી છે. કોંગ્રેસના ધારાસભ્યોની વિપક્ષના નેતાની પસંદગી માટે બેઠક 2 દિવસ ચાલી હતી, જે પછી 5 જાન્યુઆરીના રોજ પરેશ ધાનાણી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને મળવા દિલ્હી ગયા હતા. ત્યારબાદ અંતે ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોતે વિપક્ષ નેતા તરીકે અમરેલી બેઠકથી પરથી ત્રીજી વાર ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા પરેશ ધાનાણીનું નામ જાહેર કર્યું હતું અને છેલ્લા એક અઠવાડિયાથી ચાલી રહેલી ચર્ચાનો અંત આવ્યો હતો.

મહત્વનું છે કે, ગત મહિનામાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના દિગ્ગજોને હારનો સામનો પડ્યો હતો. જેમાં શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા અને સિદ્ધાર્થ પટેલ જેવા દિગ્ગજો હારી જતાં વિપક્ષ નેતા તરીકે પરેશ ધાનાણીનું નામ ચર્ચાઇ રહ્યું હતું. શનિવારે રાહુલ ગાંધીની સંમતિ મળ્યા બાદ આખરે ગુજરાત કોંગ્રેસે પરેશ ધાનાણીના નામ પર મહોર મારી હતી.