અમદાવાદ/ મોરબી બ્રિજ દુર્ઘટના કેસના આરોપી જયસુખ પટેલની જામીન અરજી હાઈકોર્ટે ફગાવી

મોરબી બિલ તુટી પડવાના બનાવમાં 350 થી વધુ સાક્ષીઓ ઉભા કરવામાં આવ્યા હતા. જોકે તપાસ અધિકારીઓની તપાસમાં ઘણી ક્ષતિઓ હોવાનું પિડીત પક્ષના વકીલે દલીલ કરી હતી.

Top Stories Gujarat Others
YouTube Thumbnail 2023 12 19T151721.089 મોરબી બ્રિજ દુર્ઘટના કેસના આરોપી જયસુખ પટેલની જામીન અરજી હાઈકોર્ટે ફગાવી

@નિકુંજ પટેલ

મોરબી બ્રિજ દુર્ઘટના કેસના મુખ્ય આરોપી જયસુખ પટેલની જામીન અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે. જેને કારણે જયસુખ પટેલને જેલમાં જ રહેવુ પડશે. મોરબી બિલ તુટી પડવાના બનાવમાં 350 થી વધુ સાક્ષીઓ ઉભા કરવામાં આવ્યા હતા. જોકે તપાસ અધિકારીઓની તપાસમાં ઘણી ક્ષતિઓ હોવાનું પિડીત પક્ષના વકીલે દલીલ કરી હતી.

30 ઓક્ટોબર 2022 ના રોજ મોરબીનો ઝલતો પૂલ તૂટી પડ્યો હતો. પુલની ક્ષણતા અંદાજે 100 જેટલી જ હતી. પરંતુ રવિવાર હોવાથી આ બ્રિજ પર 500 જેટલા લોકો જમા થયા હતા. જેને કારણે પુલ તુટી પડતા લોકો નદીમાં ખાબક્ય હતા. આ બનાવમાં સ્ત્રી, પુરૂષો અને બાળકો સહિત 134 જણાના મોત નીપજ્યા હતા.

આ બનાવના છ મહિના પહેલા આ બ્રિજ બંધ હતો. 25 ઓક્ટોબર 2022ના રોજ આ બ્રિજ જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ બ્રિજની મેન્ટેન્નસની જવાબદારી ઓરેવા ગ્રુપ કંપની પાસે હતી.અગાઉ મુખ્ય આરોપી જયસુખ પટેલે જામીન મેળવવા માટે હાઈકોર્ટમાં  અને ત્યારબાદ સુપ્રિમ કોર્ટમાં અરજી કરી હતી. જોકે સુપ્રિમ કોર્ટે આરોપી જયસુખ પટેલને હાઈકોર્ટમાં અરજી કરવા કહ્યું હતું.જોકે હાઈકોર્ટે પણ જયસુખ પટેલની જામીન અરજી ફગાવી દીધી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સાબરમતી જેલમાંથી પકડાયો ગાંજો, પાકા કામના કેદી પાસેથી ઝડપાઈ 25 પડીકી

આ પણ વાંચો:બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ

આ પણ વાંચો:ઉધનામાં યુવતીનો આપઘાત, લોકોએ બનાવ્યો વીડિયો પણ ના બચાવ્યો જીવ

આ પણ વાંચો:ખનીજ વિભાગના અધિકારીઓની જાસૂસી, ગવર્મેન્ટ કારમાં GPS ટ્રેકર લગાવેલ મળ્યું

આ પણ વાંચો:આપણે હિન્દુના નામથી એક થવાની જરૂર છે: નીતિન પટેલ