Not Set/ #Video : આસામમાં પૂરની કેવી સ્થિતિ, રસ્તા પર ચાલી રહી છે નાવડી, 46 લાખ લોકો પ્રભાવિત

દેશનાં ઘણા રાજ્યોમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે. તાજેતરમાં જ એક વિડિયો સામે આવ્યો છે જે આસામનો બતાવવામાં આવી રહ્યો છે. જ્યા ભારે પૂરનાં કારણે રોડ-રસ્તામાં પાણી ભરાઇ ગયા છે. સ્થાનિકો રોડ પર ચાલવાની જગ્યાએ નાવડીનો ઉપયોગ કરી રહ્યા છે. વિડિયોમાં આપ જોઇ શકો છો કે રોડ-રસ્તા પર પાણી કંમર જેટલુ આવી ગયુ છે. જેના કારણે […]

Top Stories India
Assam flood 1 #Video : આસામમાં પૂરની કેવી સ્થિતિ, રસ્તા પર ચાલી રહી છે નાવડી, 46 લાખ લોકો પ્રભાવિત

દેશનાં ઘણા રાજ્યોમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે. તાજેતરમાં જ એક વિડિયો સામે આવ્યો છે જે આસામનો બતાવવામાં આવી રહ્યો છે. જ્યા ભારે પૂરનાં કારણે રોડ-રસ્તામાં પાણી ભરાઇ ગયા છે. સ્થાનિકો રોડ પર ચાલવાની જગ્યાએ નાવડીનો ઉપયોગ કરી રહ્યા છે. વિડિયોમાં આપ જોઇ શકો છો કે રોડ-રસ્તા પર પાણી કંમર જેટલુ આવી ગયુ છે. જેના કારણે લોકોને ભારે હાલાકીનો પણ સામનો કરવો પડી રહ્યો છે.

આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસરનાં જણાવ્યા પ્રમાણે, 4,175 ગામના 46.28 લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. આસામમાં પરિસ્થિતિ એટલી ખરાબ બની છે, જેનો અંદાજો એ વાતથી પણ લગાવી શકાય છે કે અહી 33 જિલ્લાઓમાં 30 અસરગ્રસ્ત છે. આસામનાં પૂર અને ભૂસ્ખલનમાં લગભગ 15 લોકોનાં મોત થયા છે, જ્યારે 46 લાખ લોકો તેનાથી પ્રભાવિત થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.