Loksabha Electiion 2024/ મતદાન જાગૃતિની અનોખી પહેલ, મતદાન કરવા બદલ મતદારોને મળશે સારું ઈનામ, જાણો વિગત અને કરો મતદાન

લોકસભા ચૂંટણીમાં મતદાન જાગૃતિની અનોખી પહેલ જોવા મળી. મતદાતાઓને મતદાન કરવા બદલ સારું ઈનામ મળશે.

Top Stories Gujarat Others
Beginners guide to 2024 04 26T152401.066 મતદાન જાગૃતિની અનોખી પહેલ, મતદાન કરવા બદલ મતદારોને મળશે સારું ઈનામ, જાણો વિગત અને કરો મતદાન

લોકસભા ચૂંટણીમાં મતદાન જાગૃતિની અનોખી પહેલ જોવા મળી. મતદાતાઓને મતદાન કરવા બદલ સારું ઈનામ મળશે. મતદારોમાં ઉત્સાહ વધારવા દેવભૂમિ દ્વારકા અને જૂનાગઢ દ્વારા અનોખો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો. આ પ્રયોગમાં મતદારોને મતદાન કરવા બદલ હોટલ-રેસ્ટોરેન્ટમાં એક અંદાજ મુજબ 7 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. જિલ્લામાં 100 ટકા મતદાન થાય માટે ચૂંટણી પંચની સાથે વિવિધ સંસ્થાઓ પણ મતદાન જાગૃતિ અભિયાનમાં જોડાઈ છે.

વધુ મતદાન થાય તે ઉદેશ્ય સાથે આગામી તારિખ 8 થી 12 સુધી દેવભૂમિ દ્વારકા જિલ્લા અને જૂનગાઢમાં હોટલ રેસ્ટોરન્ટમાં 7 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવાની હોટલ એસોસિએશન દ્વારા જાહેરાત કરવામાં આવી છે. આ સાથે દ્વારકામાં શિવરાજપુર બીચ પર નિઃશુલ્ક પ્રવેશની પણ જાહેરાત કરી છે. દેશમાં અત્યારે લોકશાહીના સૌથી મોટા પર્વની ઉજવણી થઈ રહી છે. આજે બીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. ત્યારે ગુજરાતમાં સંપૂર્ણ મતદાન થાય એકપણ ઉમેદવાર મતદાન કરવાથી વંચિત ના રહે માટે જિલ્લા પ્રશાસન દ્વારા ઉચ્ચ પ્રયાસો હાથ ધરાયા છે. જિલ્લા પ્રશાસનને સાથ આપવા અનેક સહયોગી સંસ્થાઓ પણ લોકશાહીના આ મહાપર્વમાં મતદાન કરવા લોકોને પ્રોત્સાહિત કરી રહી છે.

જૂનાગઢમાં ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલકુમાર રાણાવાસિયાએ મહત્તમ મતદાન માટે મતદાતાઓેને પ્રોત્સાહન આપવા હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના હોદેદારો સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે જે મતદાતા પોતાના હાથની આંગળી પર મતદાનની નિશાની બ્લ્યુ ટીક બતાવે તેમને હોટલ-રેસ્ટોરન્ટમાં 7 ટકા ડિસ્કાઉન્ટ આપવા અંગે ઉત્સાહભેર સંમતિ દર્શાવી હતી. આ બેઠકમાં મતદાતાઓને વિશેષ રીતે પ્રોત્સાહન મળે તેવા પ્રયાસો હાથ ધરાયા હતા. દ્વારકા અને જૂનાગઢમાં મતદાઓને વિશેષ લાભ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આ બેઠકમાં હોટલ એસોસિયેશને વધુ મતદાન થાય માટે 7 ટકા ડિસ્કાઉન્ટ આપવાની સ્વૈચ્છીક સહમતી આપી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: બિહારના દરભંગમાં બની મોટી દુર્ઘટના, લગ્નમાં ફટાકડા ફોડતા લાગી આગ, 6 લોકોના નિપજ્યા મોત

આ પણ વાંચો: દિલ્હી એરપોર્ટ પરથી ઝડપાયો નકલી પાયલોટ, બે વર્ષ સુધી મારતો હતો રોફ

આ પણ વાંચો:માનવાધિકારના ઉલ્લંઘના અંગેના અમેરિકાના રિપોર્ટને ભારતે ફગાવ્યો