નવરાત્રી/ પીએમ મોદીએ મહાનવમીના દિવસે માતા સિદ્ધિદાત્રીને કરી આ કામના, શેર કરી સ્તુતિ

પીએમ મોદીએ મહાનવમીના પ્રસંગે દેશવાસીઓ માટે માતા સિદ્ધિદાત્રીને કામના કરી છે. પીએમ મોદીએ પોતાના ટ્વીટમાં લખ્યું કે, નવરાત્રીમાં મહાનવમીના…

Top Stories India
મહાનવમીના

આજે એટલે કે 14 ઓક્ટોબર નવરાત્રીના પવિત્ર તહેવારનો છેલ્લો દિવસ છે. દેશભરમાં મહાનવમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. માતાના આશીર્વાદ લેવા માટે ભક્તોની ભીડ મંદિરોમાં પહોંચી ગઈ છે. ત્યારે આ ખાસ દિવસે પીએમ મોદી,ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી અને અન્ય નેતાઓએ મહાનવમીના પવિત્ર તહેવાર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. નવરાત્રીના 9 દિવસ દરમિયાન માતાના 9 સ્વરૂપોની વિધિ સાથે પૂજા કરવામાં આવે છે.

આ પણ વાંચો :ભોપાલના સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુર મેદાનમાં રમતા મળ્યા જોવા કબડ્ડી, જુઓ વીડિયો

પીએમ મોદીએ મહાનવમીના પ્રસંગે દેશવાસીઓ માટે માતા સિદ્ધિદાત્રીને કામના કરી છે. પીએમ મોદીએ પોતાના ટ્વીટમાં લખ્યું કે, નવરાત્રીમાં મહાનવમીના શુભ પ્રસંગે મા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. હું ઈચ્છું છું કે તેમના આશીર્વાદથી દરેકને તેમની સિદ્ધિ મળે. માતાના ભક્તો માટે તેમની આ સ્તુતિ…

યોગી આદિત્યનાથે ગુરુવારે ટ્વિટ કર્યું, “મા દુર્ગા મહાનવમીની તમામ લોકો અને ભક્તોને હાર્દિક શુભેચ્છાઓ. મા સિદ્ધિદાત્રીને પ્રાર્થના કરીએ છીએ કે અમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થાય અને દરેક રાજ્ય હંમેશા સ્વસ્થ, સમૃદ્ધ અને સુખી રહે.”

આ પણ વાંચો :ભાજપના નેતાએ પ્રિયંકા અને રાહુલ ગાંધીને એર ટિકિટ મોકલી જાણો કેમ…

પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આસામ સહિત દેશના મોટાભાગના વિસ્તારોમાં મહાનવમીની ધામધૂમથી ઉજવવામાં આવી રહી છે. ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં દુર્ગા પૂજાનું આયોજન કરતી સમિતિએ શ્રદ્ધાળુઓમાં આપવા માટે એક લાખ લાડુ તૈયાર કર્યા છે. ઓલ્ડ સ્ટેશન બજાર પૂજા સમિતિના સભ્ય દેવાસીસ જેનાએ કહ્યું, “સ્વયંસેવકો ઘરે ઘરે જઈને ‘પ્રસાદ’ ના રૂપમાં લાડુનું વિતરણ કરશે.”

આ પણ વાંચો : રાજસ્થાનના મંત્રીનો દાવો ભાજપ પેટા ચૂંટણીની એક પણ બેઠક જીતશે તો રાજનીતિ છોડી દઇશ

આ પણ વાંચો :આપણાં દેશમાં દાગી નેતાઓ પણ પેન્શનના હકદાર!?

આ પણ વાંચો : કોલ ઇન્ડિયાના રાજ્યો પાસે 20 હજાર કરોડના બાકી લેણા,વસૂલાત માટે તૈયારી