વિશ્લેષણ / આપણાં દેશમાં દાગી નેતાઓ પણ પેન્શનના હકદાર!?

લાલુપ્રસાદ યાદવ સહિતના બિહારનાં પાંચ નેતાઓને જેલવાસ દરમિયાન પણ પેન્શન મળ્યું છે: અમુક કેસમાં તો સાંસદ અને ધારાસભ્ય તરીકેના બન્ને પેન્શન મેળવે છે!

કોઈ દેશમાં એવી સિસ્ટમ છે કરી કે જેલવાસ ભોગવનારને પેન્શન મળે. પરંતુ ‘મેરા ભારત મહાન’ આ દેશમાં પોતાની ગુનાહિત પ્રવૃત્તિ માટે કોર્ટે ભોગવેલી સજા ભોગવનારા નેતાજીઓને પેન્શન મળે છે. કારણ કે તેઓ રાજકારણીઓ છે. આમ તો ખરી પધ્ધતિ પ્રમાણે સરકારી નોકરીમાં વીસ વર્ષ બાદ નિવૃત્ત થાય તો પેન્શન શરૂ થાય છે જે આજીવન ચાલું રહે છે અને નિવૃત્ત સરકારી કર્મચારી મૃત્યુ પામે તો તેની પત્નીને પેન્શનની અડધી રકમ ચાલું રહે છે પણ સરકારી અધિકારી કે સરકારી કર્મીઓની વાત છે. તેમણે તો વીસ વર્ષ નોકરી કરીજ છે પરંતુ આપણા દેશમાં કોઈ રાજકીય હસ્તિ ધારાસભ્ય કે સંસદ સભ્ય તરીકેનાં પાંચ વર્ષ પૂરા કરે તો તેને સરકારી કર્મચારીઓના નિયમ પ્રમાણે પેન્શન શ‚ થઈ જાય છે. ગુજરાતમાં રૂપાણી સરકારની વિદાય થઈ તે પહેલા ગુજરાત સરકારનાં કર્મચારીઓનાં મોંઘવારી ભથ્થામાં ૧૧ ટકાનો વધારો કર્યો. આ જાહેરાતની ગણતરીની પળોમાં ધારાસભ્યોને મોંઘવારી ભથ્થામાં ૧૨ હજાર અને પ્રધાનોનાં મોંઘવારી ભથ્થામાં રૂ. ૧૫ હજારનો વધારો થયો. સેવા કરવાનાં હેતુથી અને સત્તા એ સેવાનું માધ્યમ છે તેવું કહેનારા ધારાસભ્યો અને સાંસદોની વાત છે.


હવે મૂળ વાત એ છે કે, ભારતમાં સતત પાંચ વર્ષ ધારાસભ્ય કે સંસદ સભ્ય તરીકે ચાલું રહ્યાં હોય તેને ગમે તે સંજોગોમાં પેન્શન ચાલું રહે છે. થોડા સમય પહેલાં અખબારોમાં જે અહેવાલ પ્રસિધ્ધ થયા હતા તે પ્રમાણે ૭૦ હજાર જેટલા પૂર્વ ધારાસભ્યો અને સાંસદો મહિને કરોડો રૂપિયાનું પેન્શન મળે છે. આ રકમ મારા તમારા સૌના ભરેલા ટેક્સમાંથી ચૂકવાય છે. આ વાત કહેવાની ભાગ્યે જ જરૂરત છે.

પરંતુ હમણાં જે નવી વિગતો રાઈટ ટુ ઈન્ફોર્મેશન એક્ટના માધ્યમથી જાહેર થઈ છે તે પ્રમાણે કેટલાંક મોટા માથાની વ્યાખ્યામાં આવતા રાજકારણીઓ જેલવાસ દરમિયાન પણ પેન્શન મેળવે છે. આવા નેતાઓને પ્રચાર માધ્યમો કલંકિત કે દાગી નેતાઓની વ્યાખ્યામાં આવે છે. આ નેતાઓમાંથી કોઈ આર્થિક કૌભાંડમાં છે તો કોઈ હત્યા અને બળાત્કાર જેવા કેસમાં સજા ભોગવી રહ્યા છે. બિહારની વાત કરીએ તો બિહારનાં પૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી લાલુ પ્રસાદ યાદવ હાલ ચારા કૌભાંડમાં સજા પામેલા છે અને હાલ જામીન પર છે તેમને દર મહિને ‚ા.૮૯ હજાર પેન્શન બિહાર સરકાર ચૂકવે છે. આ ઉપરાંત તેમને તો લોકસભામાંથી પણ પેન્શન મળે છે. આ બિહારી નેતાને ૬ અલગ-અલગ કેસમાં પૈકી ચારમાં સાડા તેર વર્ષની સજા થયેલી છે.


જ્યારે લાલુપ્રસાદ યાદવનાં પક્ષ આરજેડીનાં બાહુબલી નેતા પ્રભુનાથસિંહ હત્યા કેસમાં સજા ભોગવે છે તેઓ ચૂંટણી લડવા માટે પણ અયોગ્ય જાહેર થયા છે. આ નેતા સામે ૪૦ ગંભીર કેસ નોંધાયેલા છે તેમ છતાં તેને દર મહિને રૂ. ૬૨ હજારનું પેન્શન મળે છે. આ મહાશય પણ લોકસભામાં ભૂતકાળમાં ચૂંટાયા હોવાથી ત્યાંથી પણ પેન્શન મેળવે છે બિહારનાં અન્ય નેતા અને પૂર્વ સાંસદ આનંદ મોહનો ગોપાલગંજનાં જિલ્લા મેજીસ્ટ્રેટની હત્યાના કેસમાં આજીવન કારાવાસની સજા ભોગવે છે અને તેમને દર મહિને રૂ. ૪૭ હજાર પેન્શન છેલ્લા ૧૪ વર્ષથી મળે છે. જ્યારે બીજા એક નેતા પૂર્વ સાંસદ વિજયકૃષ્ણને ટ્રાન્સપોર્ટર સત્યેન્દ્રસિંહની હત્યાના કેસમાં આજીવન કેદની સજા થયેલી છે તેમને પણ મહિને રૂ. .૬૨ હજારનું પૂર્વ ધારાસભ્ય તરીકેનું પેન્શન મળે છે.


ઘાસચારા કૌભાંડમાં ઉચાપતનો પણ જેની સામે આક્ષેપ છે તે પૂર્વ સાંસદ જગદીશ શર્મા પાંચ વર્ષની સજા પામી ચૂક્યા છે હાલ જામીન પર છે. તેમને મહિને સવા લાખ ‚પિયાનું પેન્શન મળે છે. આ પાંચેયને પૂર્વ સાંસદ તરીકેનું પેન્શન પણ મળે છે. આ વિગતો બિહારનાંજ શીવપ્રસાદ નામનાં આરટીઆઈ એક્ટીવીસ્ટે સરકારમાંથી અરજી કરીને મેળવેલી છે તેઓ કહે છે કે, સામાન્ય સરકારી કર્મચારી ભ્રષ્ટાચાર કેસમાં સજા થયા બાદ તેના આવા બધા લાભો બંધ થઈ જાય છે, મળતા નથી. જ્યારે આવા દાગી નેતાઓને પેન્શન મળી રહ્યા છે બિહારમાં ધારાસભ્યોને પેન્શનની શરૂઆત ૩૫ હજારથી થાય છે અને દર વર્ષે ત્રણ ત્રણ હજાર પેન્શન મળતું રહે છે. આર.ટી.આઈ. એક્ટીવીસ્ટ શીવ પ્રકાશને મળેલી વિગતો સાચી જ માનીને આગળ વધીએ તો બિહારનાં આ પાંચ પૈકી બે મહાનુભાવોને તો સાંસદ તરીકેનું પેન્શન પણ લટકામાં મળે છે. ટૂંકમાં એક નહિ બે-બે પેન્શન મળે છે. કોઈ સરકારી કર્મચારી બીજે નોકરી પણ કરી શકતો નથી. (સત્તાવાર રીતે!!) તેવે સમયે આ રાજકારણીઓ જેલવાસ દરમિયાન પણ બબ્બે પેન્શનના હકદાર બને છે.

આ વિગતો સાચી હોય તો તેનો સીધો અર્થ બીજો એ પણ થાય કે કોઈ વ્યક્તિ પહેલા પાંચ વર્ષ ધારાસભ્ય રહે અને પછીનાં પાંચ વર્ષ સંસદ સભ્ય તરીકે રહે તો તેને ધારાસભ્ય અને સંસદ સભ્ય તરીકેનાં પેન્શન એક સાથે મળતા રહે છે. આ બાબત પણ કેટલી વિચિત્ર કહેવાય. એક આરટીઆઈ એક્ટીવીસ્ટે એવી વિગત માગી છે કે, કોઈ ધારાસભ્ય પહેલા પાંચ કે દસ વર્ષ ધારાસભ્ય તરીકે રહે પછી તેમનો પક્ષ તેમને ટિકિટ ન આપે અને તેને ઘેર બેસવાનો વારો આવે. જો કે પેન્શન શરૂ થઈ જાય એટલે બીજો કોઈ વાંધો ન આવે. પરંતુ આજ વ્યક્તિને પક્ષ બીજીવાર ટિકિટ આપે અને પોતાનાં પક્ષના ટિકિટ સામે જીતી પણ જાય તો આ કિસ્સામાં પૂર્વ ધારાસભ્ય તરીકેનું પેન્શન અને વર્તમાન ધારાસભ્ય તરીકેનો પગાર એ બન્ને મળતા રહે છે કે કેમ તેની વિગતો ઘણાં આરટીઆઈ એક્ટીવીસ્ટોને જાણવા મળી નથી. જે હોય તે પણ સામાન્ય લોકોની હાલત ભલે ગમે તેવી હોય પણ આપણે આવા દાગી નેતાઓની હાલત તો સુધારીએ જ છીએ.


More Stories


Loading ...

Top StoriesPhoto Gallery


Entertainment