india news/ સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય! ડૉ. મનમોહન સિંહ સામેનો કોલસા કેસ આખરે બંધ

Manmohan Singh: સુપ્રીમ કોર્ટે તાલાબીરા-II કોલસા બ્લોક ફાળવણી કેસમાં પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ સામેની કાર્યવાહી બંધ કરી સમન્સ રદ કર્યા છે. જાણો સમગ્ર મામલો

Top Stories India
Manmohan Singh: તાલાબીરા-II કેસનો આવ્યો અંત

India News: સુપ્રીમ કોર્ટે તાલાબીરા-II કોલસા બ્લોક ફાળવણી કેસમાં પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન (Manmohan Singh) સિંહ સામેની કાર્યવાહી સત્તાવાર રીતે બંધ કરી છે. કોર્ટે તેમના વિરુદ્ધ જારી કરાયેલા સમન્સ પણ રદ કરી દીધા છે. ડૉ. મનમોહન સિંહના ડિસેમ્બર 2024માં અવસાન બાદ પણ કોર્ટે કેસના (Coal Allocation Case) ગુણદોષના આધારે નિર્ણય આપ્યો છે.

Manmohan Singh: CBIના ક્લોઝર રિપોર્ટને મળ્યો કોર્ટનો ટેકો

Manmohan Singh: તાલાબીરા-II કેસનો આવ્યો અંત

મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયમૂર્તિ જોયમલ્યા બાગચી અને ન્યાયમૂર્તિ વી. મોહનાની બેન્ચે CBI દ્વારા રજૂ કરાયેલા ક્લોઝર રિપોર્ટને માન્યતા આપી છે. કોર્ટે જણાવ્યું કે તપાસ દરમિયાન પૂર્વ વડાપ્રધાન વિરુદ્ધ કોઈ વિશ્વસનીય પુરાવા મળ્યા નહોતા અને ખાસ અદાલતે ક્લોઝર રિપોર્ટ નકારી સમન્સ જારી કરવાનો નિર્ણય યોગ્ય નહોતો.

અવસાન છતાં ગુણદોષના આધારે આપ્યો નિર્ણય

Manmohan Singh: તાલાબીરા-II કેસનો આવ્યો અંત

સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે ડૉ. મનમોહન સિંહના અવસાનને કારણે કેસનો નિકાલ પ્રક્રિયાગત રીતે પણ થઈ શકતો હતો. તેમ છતાં, ન્યાયના હિતમાં કોર્ટે સમગ્ર કેસ અને CBIની તપાસની વિગતવાર (Supreme Court Judgment) સમીક્ષા કરી. કોર્ટે સ્પષ્ટ કર્યું કે ઉપલબ્ધ પુરાવાઓના આધારે તેમને આરોપી ઠેરવવા માટે પૂરતું કારણ નહોતું.

શું હતો તાલાબીરા કોલસા ફાળવણી કેસ?

આ કેસ વર્ષ 2005માં ઓડિશાના તાલાબીરા-II કોલસા બ્લોકની(Talabira II Coal Block) ફાળવણી સાથે સંબંધિત હતો. તે સમયે ડૉ. મનમોહન સિંહ પાસે વડાપ્રધાન ઉપરાંત કોલસા મંત્રાલયનો વધારાનો કાર્યભાર પણ હતો. આ ફાળવણીમાં ગેરરીતિના આક્ષેપોને આધારે વિશેષ અદાલતે ડૉ. મનમોહન સિંહ, ઉદ્યોગપતિ કુમાર મંગલમ બિરલા અને પૂર્વ કોલસા સચિવ પી.સી. પારખને સમન્સ પાઠવ્યા હતા.

લાંબા સમયથી ગેરરીતિના આક્ષેપોનો કર્યો હતો ઇનકાર

ડૉ. મનમોહન સિંહે સમગ્ર મામલે શરૂઆતથી જ કોઈપણ પ્રકારની ગેરરીતિનો ઇનકાર કર્યો હતો. CBIની તપાસમાં પણ તેમની સામે આરોપોને સમર્થન આપતા પૂરતા પુરાવા ન મળતાં એજન્સીએ ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો હતો.

અંતિમ નિર્ણય સાથે કેસનો આવ્યો અંત

સુપ્રીમ કોર્ટના આ નિર્ણય સાથે તાલાબીરા-II કોલસા બ્લોક ફાળવણી કેસમાં ડૉ. મનમોહન સિંહ સામેની તમામ કાયદાકીય કાર્યવાહીનો અંત આવ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે કેસમાં તેમના વિરુદ્ધ કાર્યવાહી ચાલુ રાખવા માટે પૂરતો આધાર ઉપલબ્ધ નહોતો, તેથી સમન્સ રદ કરીને મામલો બંધ કરવામાં આવ્યો છે.


આ પણ વાંચો: ડિજિટલ અરેસ્ટ કરનારા સાવધાન! સંસદમાં ટૂંક સમયમાં આવી શકે કડક બિલ

આ પણ વાંચો: એન્ટી પેપર લીક બિલ લોકસભામાં પાસ, ભારે હોબાળા વચ્ચે સરકારનું પરીક્ષા કૌભાંડ સામે મોટું પગલું

આ પણ વાંચો: “મમ્મીનું ધ્યાન રાખજે…” કેન્સર સામે હારી રહેલા પિતાનો પુત્ર માટે અંતિમ સંદેશ વાયરલ