Gandhinagar News: ગુજરાતના મુખ્યમંત્રી (Chief Minister) અને ગૃહ રાજ્યમંત્રી આજે મોટી જાહેરાત કરી છે. PM મોદીનું વિઝન છે કે તમામ લોકોને સમાન હક મળે, તેને સાકાર કરવાનો છે. સુપ્રિમ કોર્ટના નિવૃત ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં કમિટીની રચના કરાશે. 5 સભ્યોની કમિટીની રચના કરાશે. કમિટી આ રિપોર્ટ 45 દિવસમાં રાજ્ય સરકારને સુપરત કરશે. સમાન નાગરિક સંહિતા લાગૂ કરનાર ઉત્તરાખંડ બાદ ગુજરાત બીજું રાજ્ય બનશે. સરકારે કહ્યું કે આ કોઈ એક સમાજ માટે કાયદો નથી.
આ કમિટીમાં સામાજીક કાર્યકર ગીતા શ્રોફ, નિવૃત આઈએએસ સી.એલ. મીના, પૂર્વ વાઈસ ચાન્સેલર દક્ષેશ ઠાકર, એડવોકેટ આર સી કોડેકરનો કમિટીમાં સમાવેશ કરાયો છે. આજ બપોરે પત્રકાર પરિષદમાં મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ UCC મુદ્દે મોટી જાહેરાત કરે તેવી શક્યતા છે. યુનિફોર્મ સિવિલ કોડ (Uniform Civil Code) મુદ્દે કમિટીની જાહેરાતની શક્યતા વર્તાઈ રહી છે. નાગરિકોના સૂચન મેળવવા કમિટીની જાહેરાતની સંભાવના છે. 2022માં કમિટી બનાવવાની જાહેરાત કરાઇ હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ભાજપ જે વચન આપે છે તે પૂર્ણ પણ કરે છે. કોઈ જ્ઞાતિ-જાતિને નુકસાન ન થાય તેનું ધ્યાન રખાશે. તેમણે જણાવ્યું કે અનુકૂળ સમયે વિધાનસભામાં બિલ લાવવામાં આવશે.
ઉત્તરાખંડમાં વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા લાગુ થયા બાદ રાજસ્થાનમાં પણ તેને લાવવાની ચર્ચા થઈ રહી છે. રાજસ્થાન સરકારે ઉત્તરાખંડ સરકારને UCC લાગૂ કર્યાના અભિનંદન પણ પાઠવ્યા હતા. શક્યતા છે કે ગુજરાત સરકાર પણ સમાન નાગરિક સંહિતા લાગૂ કરે. સરકાર પૂર્વ ન્યાયધીશની અધ્યક્ષતામાં કમિટીની રચના કરશે તેવી શક્યતા છે.
ભાજપના મુખ્ય વચનોમાંનો એક સમાન નાગરિક સંહિતા, લગ્ન, છૂટાછેડા, વારસો, દત્તક લેવા વગેરે બાબતોમાં તમામ ધાર્મિક સમુદાયો માટે સમાન કાયદાની જોગવાઈ કરે છે. ગુજરાતની ભાજપ સરકાર લાંબા સમયથી આ અંગે વિચારણા કરી રહી છે. 2022 માં, સરકારે રાજ્યમાં નાગરિક સંહિતાની શક્યતા અને જરૂરિયાત શોધવા માટે એક સમિતિની રચના કરી. પેનલની ભૂમિકા આવા કોડની જરૂરિયાતની તપાસ કરવા સુધી મર્યાદિત હતી. ગયા મહિને, ઉત્તરાખંડ ભારતની સ્વતંત્રતા પછી સમાન નાગરિક સંહિતા લાગુ કરનાર પ્રથમ રાજ્ય બન્યું. અહીં 27 જાન્યુઆરીથી સમાન નાગરિક સંહિતા લાગુ થઈ ગઈ.
આ પણ વાંચો:અસમ સરકારનો UCC મામલે મહત્વનો નિર્ણય, બહુપત્નીત્વ અને બાળ લગ્નોને રોકવામાં મહત્વપૂર્ણ ભૂમિકા રહેશે
આ પણ વાંચો:ઉત્તરાખંડ વિધાનસભામાં UCC પાસ, CMએ કહ્યું- રાજ્યએ ઈતિહાસ રચ્યો
આ પણ વાંચો:UCC લાગુ કરવાના PM મોદીએ આપ્યા સંકેત, જાણો કોંગ્રેસ અને અન્યપક્ષો કેમ કરી રહ્યા છે વિરોધ
