ucc law/ UCC લાગુ કરવાના PM મોદીએ આપ્યા સંકેત, જાણો કોંગ્રેસ અને અન્યપક્ષો કેમ કરી રહ્યા છે વિરોધ

યુનિફોર્મ સિવિલ કોડ (UCC) એટલે દેશમાં રહેતા તમામ નાગરિકો (દરેક ધર્મ, જાતિ, લિંગના લોકો) માટે એક સમાન કાયદો.

Top Stories India Breaking News

UCC Law: આજે ભારતના 78માં સ્વતંત્રતા દિવસ (78th Independence Day) પર પીએમ મોદી (PM Modi) એ લાલ કિલ્લા પર દેશવાસીઓને સંબોધન કર્યું. પીએમ મોદીએ તેમના ભાષણમાં મહિલા પર અત્યાચાર, મેડિકલ તેમજ કૃષિ ક્ષેત્ર સહિત UCC (Uniform Civil Code) પર બોલ્યા. પોતાના ભાષણમાં પીએમ મોદી(PM Modi)એ દેશમાં UCC (યુનિફોર્મ સિવિલ કોડ) લાગુ કરવા પર વધુ ભાર મૂકયો હતો. જયારે વિપક્ષના નેતાઓએ પીએમ મોદીને UCC લાગુ કરવાની બાબતનો વિરોધ કરતા ટિકા પણ કરી હતી. વિપક્ષ નેતાઓનું કહેવું છે કે પીએમ મોદી UCCને લઈને ફક્ત કેટલાક સમુદાયને નિશાન બનાવવા માંગે છે.

પીએમ મોદી-UCC

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી કહ્યું કે, ભારતના 140 કરોડ લોકોની ફરજ છે કે તેઓ નાગરિક તરીકે તેમની ફરજો નિભાવે અને હું આના પર ચર્ચા ઈચ્છું છું, જે કાયદાઓ સાંપ્રદાયિક અને ભેદભાવવાળા હોય તેને કોઈ સ્થાન નથી. વડાપ્રધાને કહ્યું કે જે કાયદાઓ દેશને ધર્મના નામે વિભાજિત કરે છે તેને હટાવવા જોઈએ. દેશમાં ધર્મનિરપેક્ષ નાગરિક સંહિતાની જરૂર છે અને આધુનિક સમાજમાં ખોટા કાયદાને કોઈ સ્થાન નથી. વર્તમાન નાગરિક સંહિતા એ કોમ્યુનલ સિવિલ કોડ છે. હવે આપણને બિનસાંપ્રદાયિક નાગરિક સંહિતાની જરૂર છે.

પીએમ મોદીએ આજે પોતાના ભાષણમાં UCC લાગુ કરવાનો ઉલ્લેખ કર્યો હતો. જેનો કોંગ્રેસ પક્ષ તેમજ ઓલ ઇન્ડિયા મુસ્લિમ જમાત દ્વારા પણ ટિકા કરવામાં આવી. કોંગ્રેસ નેતા જયરામ રમેશે ટ્વીટ કરી લખ્યું કે  વડાપ્રધાનના દ્વેષની કોઈ સીમા નથી. આ વાત આજે તેમના લાલ કિલ્લાના ભાષણમાં સંપૂર્ણપણે દેખાઈ હતી. એવું કહેવું કે અત્યાર સુધી આપણી પાસે કોમ્યુનલ સિવિલ કોડ છે તે ડો. આંબેડકરનું ઘોર અપમાન છે. ડૉ. આંબેડકર હિંદુ પર્સનલ લૉમાં સુધારાના સૌથી મોટા હિમાયતી હતા, જે 1950ના દાયકાના મધ્ય સુધીમાં સાકાર કરવામાં આવ્યા હતા. આરએસએસ અને જનસંઘ દ્વારા આ સુધારાઓનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો.

જયારે ઓલ ઈન્ડિયા મુસ્લિમ જમાતના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના મુફ્તી શહાબુદ્દીન રઝવી બરેલવી પીએમ મોદીના UCCને લઈને કરેલા નિવેદન પર કહ્યું કે ભારતના મુસ્લિમો કોમન સિવિલ કોડ લાગુ કરવા મામલે રાજી નથી.

જાણો શું છે યુનિફોર્મ સિવિલ કોડ અને કેમ તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

શું છે યુનિફોર્મ સિવિલ કોડ 

યુનિફોર્મ સિવિલ કોડ (UCC-Uniform Civil Code) એટલે દેશમાં રહેતા તમામ નાગરિકો (દરેક ધર્મ, જાતિ, લિંગના લોકો) માટે સમાન કાયદો હોવો. જો કોઈપણ રાજ્યમાં સિવિલ કોડ લાગુ કરવામાં આવે છે, તો લગ્ન, છૂટાછેડા, બાળક દત્તક લેવા અને મિલકતના વિભાજન જેવા તમામ વિષયોમાં દરેક નાગરિક માટે સમાન કાયદો હશે. બંધારણના ચોથા ભાગમાં, રાજ્યની નીતિના નિર્દેશક સિદ્ધાંતોનું વિગતવાર વર્ણન છે, જેમાં કલમ 44 જણાવે છે કે તમામ નાગરિકો માટે સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની સરકારની જવાબદારી છે.

The Uniform Civil Code Is A Diversionary Tactic Aimed At Electoral Gains | Madras Courier

ભારતીય બંધારણમાં ગોવા (Goa)ને વિશેષ રાજ્યનો દરજ્જો મળ્યો છે. તેમજ કાયદો બનાવીને સંસદે ગોવાને પોર્ટુગીઝ સિવિલ કોડ લાગુ કરવાનો અધિકાર આપ્યો હતો. તેથી, ગોવા એકમાત્ર રાજ્ય છે જ્યાં સિવિલ લોડ લાગુ છે અને આ બિલની રજૂઆત બાદ ઉત્તરાખંડ (Uttarakhand) પ્રથમ રાજ્ય છે જ્યાં સ્વતંત્રતા પછી સમાન નાગરિક સંહિતા નિયમ લાગુ કરવામાં આવ્યો.

દેશમાં યૂનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની જરૂરિયાત | The need to implement a uniform civil code in the country - Gujarat Samachar

શા માટે UCC લાગુ કરવો જોઈએ

ભારત વિવિધતાથી ભરેલો દેશ છે. પ્રત્યેક રાજ્યમાં હિંદુ, મુસ્લિમ, શીખ અને જૈન સંપ્રદાય સમુદાયના લોકો વસવાટ કરતા હોય છે. દેશના તમામ રાજ્યોમાં અલગ-અલગ ધર્મને લઈને અલગ-અલગ કાયદાઓ છે. જેના કારણે ન્યાયતંત્ર પર કેસોનું ભારણ વધુ છે. જો ભારતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવે તો સૌથી મોટો લાભ દેશની અદાલતોને થશે. યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થવાના કારણે ન્યાયતંત્ર પરનું ભારણ ઓછું થશે અને આ નવા નિયમના કારણે અલગ-અલગ ધર્મોના આધારે પડતર કેસોનો વહેલી તકે ઉકેલ આવશે.

દેશમાં છેલ્લા કેટલાક સમયથી અદાલતોમાં છૂટાછેડા અને મિલકતને લઈને કેસોની સંખ્યા ઘણી વધી છે. દરેક ધર્મમાં જુદા-જુદા નિયમો હોવાથી કેસના ચુકાદાઓમાં વિલંબ થાય છે. હિંદુ હોય કે મુસ્લિમ હોય કે પછી શીખ પ્રત્યેક ધર્મમાં લગ્ન અને છૂટાછેડાના કિસ્સામાં તેમના પરંપરાગત રીવાજો અને પ્રથા હોય છે. અને કોઈપણ કેસમાં વિલંબ એ ચુકાદા કરતાં પણ વધુ ઘાતક બાબત છે. ન્યાયતંત્રની પ્રક્રિયા સરળ બને અને બિનજરૂરી કેસ દૂર થાય તે માટે પણ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવો વધુ લાભકારક છે.  યુનિફોર્મ સિવિલ કોડ વ્યક્તિના ધર્મને ધ્યાનમાં લીધા વિના લગ્ન, છૂટાછેડા, દત્તક લેવા, મિલકતના વિભાજન માટે એક જ કાયદો બનાવાશે.

Striking a Balance: The dilemma of a Uniform Civil Code in India's pulralistic society - Muslim Mirror

ધર્મના આધારે દેશને વિભાજીત કરનારા કાયદા કોઈપણ સમાજ માટે વધુ નુકસાનકારક બને છે. આવા કાયદાઓને આધુનિક સમાજમાં કોઈ સ્થાન હોઈ શકે નહીં. દેશમાં લોકોમાં જાગૃકતા વધી છે. લગ્ન, છૂટાછેડા, જમીન, મિલકત, વારસાઈ હક્ક તેમજ લીવઇન રિલેશનશિપ જેવી સમસ્યાઓ પણ વધી છે. આથી જ આધુનિકતા તરફ જતા આપણા દેશની માંગ છે કે હવે સેક્યુલર સિવિલ કોડ જરૂર લાગુ કરવો જોઈએ.

ભાજપની રણનીતિ

2014માં કેન્દ્રમાં સત્તા આવ્યા બાદ ભાજપ માટે રામ મંદિર, અનુચ્છેદ 370, CAA, ટ્રિપલ તલાક અને યુનિફોર્મ સિવલ કોડ જેવા મુદ્દા મુખ્ય રહ્યા છે. ભાજપે તેના 10 વર્ષના શાસનમાં યુનિફોર્મ સિવિલ કોડ સિવાયના તમામ એજન્ડા પૂર્ણ કરી દીધા છે. હવે ભાજપ તેની ત્રીજી ટર્મમાં યુનિફોર્મ સિવિલ કોડના મુદ્દે આગળ વધવા માંગે છે. આનાથી ભાજપ તેમના મુખ્ય મતદારોને એકત્ર કરવા પ્રયાસ કરશે અને બીજી તરફ મુસ્લિમોની પ્રતિક્રિયા પણ ધ્રુવીકરણ તરફ દોરી જશે. હવે જ્યારે પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી જ આ મુદ્દો ઉઠાવ્યો છે, ત્યારે સ્પષ્ટ છે કે ભાજપ આ મુદ્દે વધુ આક્રમક રીતે સામે આવશે.

મહત્વનું છે કે વિશ્વમાં અમેરિકા સિવાય પણ અન્ય દેશોમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવ્યો છે. રોમ, ફ્રાન્સ અને તુર્કીમાં પણ સામાન્ય નાગરિક સંહિતા લાગુ કરવામાં આવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સ્વાતંત્ર્ય દિવસ પર આજે ભારતની ઓલિમ્પિક ટીમ, BRO કર્મચારીઓ અને અટલ ઇનોવેશનના લાભાર્થીઓ મુખ્ય અતિથિ

આ પણ વાંચો: સ્વતંત્રતાની ઉજવણીના રંગમાં પડશે ભંગ, હવામાન વિભાગની હળવા વરસાદની આગાહી

આ પણ વાંચો: PM મોદીના ભાષણમાં UCC ના ઉલ્લેખ પર વિપક્ષના નેતાઓના પ્રહાર, વિભાજનકારી ભાષણ ગણાવ્યું