Gaza News: ચાર દિવસ અગાઉ જન્મેલા ટ્વિન્સ બાળકો (Twins), અસાર (Asar) અને એસલ (Aesal)નું ગાઝા (Gaza)માં ઈઝરાયલી હુમલામાં કાળજું કંપી જાય તેમ મૃત્યુ થયું છે. વિદેશી મીડિયા મુજબ દુર્ઘટના સમયે ટ્વિન્સ બાળકોનાં પિતા અબુ અલ-કુમસાન નવજાતોનું જન્મનું પ્રમાણપત્ર કરાવવા માટે સરકારી કચેરીએ ગયા હતા. દરમિયાન તેમને પડોશીઓનો ફોન આવ્યો કે તેમના ઘર પર બોમ્બમારો થયો છે. આ હુમલામાં બાળકોની માતા અને દાદીનું પણ મોત થયું હતું.

ગાઝા અને ઈઝરાયેલ (Israel) વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં નિર્દોષ લોકોની હત્યાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યું. ત્યારે ગાઝામાં ટ્વિન્સ બાળકો પર બોમ્બમારો થતાં લોકોના હૈયા થંભી ગયા છે. સૂત્રો અનુસાર, અબુ અલ-કુમસાને કહ્યું, “હું હજુ પણ સમજી શક્યો નથી કે શું થયું. મને કહેવામાં આવ્યું કે તે એક ગોળો હતો જે અમારા ઘર પર પડ્યો હતો. મારી પાસે ખુશી ઉજવવાનો પણ સમય નહોતો.”
અલ-કુમસાનનો પરિવાર ઇઝરાયલ-ગાઝા યુદ્ધ (Israe-Gaza War) ના કારણે ઓગસ્ટમાં જ ઘર છોડીને ભાગી ગયો હતો. તેનું કારણ હતું કે, ઇઝરાયલે ગાઝા શહેરને ખાલી કરવાનો આદેશ આપ્યો હતો. તે હાલમાં ગાઝા પટ્ટીના મધ્ય ભાગમાં રહેતો હતો. ગાઝાના હમાસ સંચાલિત આરોગ્ય મંત્રાલયના મુજબ, સંઘર્ષમાં અત્યાર સુધીમાં 115 શિશુઓ મૃત્યુ પામ્યા છે.

ગાઝામાં બેઘર લોકોએ સ્કૂલોમાં આશરો લીધો છે, પરંતુ તાજેતરમાં એક સ્કૂલ પર ઈઝરાયેલના હવાઈ હુમલામાં 70થી વધુ લોકો માર્યા ગયા હતા. આ હુમલો એટલો ભયાનક હતો કે મૃતકના શરીરના ભાગો વેરવિખેર થઈ ગયા હતા.
ગાઝા અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં નિર્દોષ લોકોની હત્યાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યું. આ હિંસામાં બાળકો અને મહિલાઓ પોતાનો જીવ ગુમાવી રહ્યા છે, જેના કારણે સ્થિતિ વધુ ગંભીર બની રહી છે. આ યુદ્ધને સમાપ્ત કરવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાયને હસ્તક્ષેપ કરવાની અપીલ કરવામાં આવી રહી છે.
