મુંબઇ,
વાહન-વ્યવહાર મંત્રી નીતિન ગડકરીએ ભારતની આર્થિક રાજધાની મુંબઈમાં દુનિયાનો સૌથી મોટો પાર્ક બનાવવાની ઘોષણા કરી છે. નીતિન ગડકરી મુંબઈ પોર્ટ ટ્રસ્ટ ખાતે આંતરરાષ્ટ્રીય ક્રુઝ ટર્મિનલના નિર્માણ માટે ખાતમુહુર્ત કર્યું હતું.
ગડકરીએ વધુમાં ઉમેર્યું હતું કે આશરે આ પાર્ક બનાવવામાં ૩૦૦૦ થી ૩૫૦૦ કરોડનો ખર્ચ થશે .
આ પ્રસંગે ગડકરીએ કહ્યું હતું કે, મુંબઈવાસીઓ શુદ્ધ હવા લઇ શકે તે માટે અમે શિવડીમાં દુનિયાનો સૌથી મોટો પાર્ક બનાવીશું.આ પાર્કનો દેખાવ સિંગાપોરના ‘બાય ધ વે ‘ ગાર્ડનને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે. ઉપરાંત તેમાં સહેલાણીઓ માટે ખરીદીની સગવડતા પણ રાખવામાં આવશે.![]()
મુંબઈ પોર્ટ ટ્રસ્ટના ચેરમેન સંજય ભાટિયાએ જણાવ્યું હતું કે, આ પાર્ક શિવડીમાં હાજી બંદર પર ૩૦૦ હેક્ટર જમીન પર બનાવવામાં આવશે.જેના માટે ૧૪૦ હેક્ટર જમીન અમે ખરીદી લીધી છે અને ૧૬૦ હેક્ટર જમીન માટે દાવો કર્યો છે. જો યોજના પ્રમાણે કાર્ય થઇ જશે તો આ વર્ષના મધ્યે નિર્માણ ની કામગીરી ચાલુ કરી દઈશું.
સંજય ભાટિયાએ વધુમાં ઉમેર્યું હતું કે, આ પાર્કમાં લંડનના ‘ હાઇડ પાર્ક ‘ કરતા પણ અદ્યતન સુવિધા હશે.
આ પાર્ક માટે મુંબઈ મેટ્રો-૩ના ખોદકામ વખતે નીકળનારી માટીનો આ પાર્કમાં ઉપયોગ કરવામાં આવશે.આમ કરવાથી માટીનો બગાડ પણ નહિ થાય અને તેનો ઉપયોગ પણ થઇ શકે છે.
