સુરત: સુરતમાં સ્પાઇસ જેટની ફ્લાઇટ કેન્સલ થતાં એરોપોર્ટ પર જ ધરણાં શરૂ કર્યાં.સાડા ત્રણ મહિના પહેલાં બુક કરાવેલી ટીકીટ રદ કરાતા મુસાફરો એરપોર્ટ પર જ અટવાયા.દિલ્હીની સ્પાઇસ જેટની કરાવી હતી ટીકીટ બૂક સત્તાધીશો દ્વારા સંતોષકારક જવાબ ન મળતાં યાત્રીઓ ગુસ્સે થયાં.
બનાસકાંઠા: નર્મદા કેનાલમાં અપૂરતું પાણી છોડાતા ખેડૂતો રોષ ભરાયા હતા. સિંચાઈ માટે પૂરતું પાણી નહીં મળવાનો આરોપ લગાવામાં આવ્યો. ખેડૂતો દ્રારા મામલતદારને આવેદન આપવામાં આવ્યું. પાણી નહીં મળે તો ઉગ્ર આંદોલનની ધમકી. ગેનીબેન ઠાકોર ધારાસભ્ય રહ્યા હાજર.
અમદાવાદઃ શાળા બંધના એલાનનો ફિયાસ્કો થયો.કેટલીક શાળાના વાલીઓએ બંધને ટેકો ના આપતા સ્કુલો ચાલુ રહી હતી.ઘણા વાલીઓ બંઘના એલાનમાં ના જોડાતા અમદાવાદની મોટા ભાગની શાળાઓ ચાલુ રાખવામાં આવી હતી.
અમદાવાદ: ફી વધારા મામલે 42 સ્કુલોએ હજુ સુધી પ્રપોઝલ જ આપી નથી. ૧૭ તારીખ સુધીમાં પ્રપોઝલ આપવી પડશે: DEO નવનીત મહેતાનું નિવેદન.
આણંદઃ ઉમરેઠના ભાલેજ ગામમાં દીપડો દેખાતા વનવિભાગ સર્કિય.ખુંખાર દીપડાને પકડવા માટે બે પાંજરા ગોઠવાયા. પોલીસ અધિકારી સાથે આરએફઓ ઘટના સ્થળે પહોંચ્યા. સૈયદપુર ગામની પ્રા.શાળાની પાછળ ખેતરોમાં છુપાયો છે દીપડો
પાલનપુરઃ કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇવાળા રાજ્યપાલ બન્યા બાદ પ્રથમ વાર અંબાજીના દર્શને આવશે. સર્કિટ હાઉસમાં વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવશે સ્વાગત. રાજ્યપાલની મુલાકાતને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત કરાયો છે.
રાજકોટઃ રાજકોટના જ્યુબલી ચોક પાસેની ઘટના. તિક્ષણ હથિયાર ઘા મારી યુવકની કરાઇ હત્યા. મોડી રાત્રે હત્યા કરવામાં આવી હતી. હત્યા કરી શખ્શો થયા ફરાર.ઘટના સ્થળે પહોંચી પોલીસ વધુ તપાસ ધરી હાથ.
