St. Martin island: બાંગ્લાદેશમાં સત્તાપલટાનું કારણ ખાડીનો સેન્ટ માર્ટિન ટાપુ માનવામાં આવે છે. પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ રાજકીય ઉથલપાથલમાં અમેરિકાની સંડોવણી હોવાનો આક્ષેપ કર્યો. શેખ હસીનાએ અમેરિકા પર આક્ષેપ કરતાં જણાવ્યું કે જો બંગાળની ખાડીનો સેન્ટ માર્ટિન ટાપુ મેં અમેરિકા માટે છોડી દીધો હોત તો આજે મારે દેશ છોડવાનો વારો ના આવ્યો હોત. આજે હું સત્તામાં હોત. બંગાળની ખાડીમાં સ્થિત સેન્ટ માર્ટિન ટાપુનો વિવાદ બહૂ જૂનો છે. લાંબા સમય સુધી બાંગ્લાદેશની જેલમાં બંધ ભૂતપૂર્વ પીએમ ખાલિદા જિયા પર સેન્ટ ટાપુ અમેરિાકને વેચ્યો હોવાનો આરોપ પણ લાગેલો છે.
ભારતનો હતો હિસ્સો
બાંગ્લાદેશનો એક ભાગ ગણાતો સેન્ટ માર્ટિન ટાપુ 3 ચોરસ કિલોમીટર વિસ્તારમાં આવેલો છે.અને એક સમયે એવું કહેવાતું હતું કે આ ટાપુ ભારતનો ભાગ હતો. એવું કહેવાય છે કે 1900 સદીમાં બ્રિટિશ અધિકારીઓએ જમીનને લઈને સર્વેક્ષણ કર્યું હતું તેમાં આ ટાપુને ભારતનો ભાગ ગણાવ્યો હતો. પરંતુ હવે અમેરિકા આ ટાપુ પર કબજો કરવા માંગતો હોવાથી બાંગ્લાદેશમાં અરાજકતા ફેલાવી. એક ખ્રિસ્તી પાદરી માર્ટિના નામ પરથી આ ટાપુનું નામ સેન્ટ માર્ટિન રાખવામાં આવ્યું હતું. એ પહેલા આ ટાપુ નારિકેલ જિંજીરા અથવા તો નાળિયર દ્વીપ તરીકે ઓળખાતો હતો. જો કે આજે પણ આ ટાપુ ‘દારુચિની દ્વીપ’ અને ‘તજ દ્વીપ’ ના નામે પણ ઓળખાય છે.
સેન્ટ માર્ટીન ટાપુ 18મી સદીમાં આરબ વેપારીઓએ વસાવ્યો હતો. 1937માં મ્યાનમારથી અલગ થયા બાદ આ ટાપુ ભારતના બ્રિટિશ શાસનનો ભાગ બન્યો હતો પરંતુ 1947માં દેશ આઝાદ થયા બાદ અને પાકિસ્તાનના નિર્માણ થયા પછી આ ટાપુ પાકિસ્તાનનો હિસ્સો ગણાવા લાગ્યો. પરંતુ 1974માં એક કરાર થયા બાદ વૈશ્વિક સ્તરે સેન્ટ માર્ટિન ટાપુ બાંગ્લાદેશનો સત્તાવાર હિસ્સો બન્યો.
ટાપુ પર માછીમારોનો વસવાટ
બંગાળની ખાડીમાં આવેલ આ સેન્ટ માર્ટિન ટાપુ ભારતના ઉત્તર-પૂર્વીય રાજ્ય ત્રિપુરાથી ફક્ત 300 કિલોમીટરના અંતરે છે. જ્યારે મ્યાનમારથી તેનું અંતર 8 કિલોમીટર છે. 18 મી સદી પહેલા આ ટાપુ કોક્સ બજારના ટેકનાફ શહેરનો ભાગ હતું. પરંતુ કુદરતી હોનારતને પગલે આ ટાપુ ડૂબી જતા તે ટેકનાફથી અલગ થઈ એક ટાપુ બની ગયો. આ ટાપુ પર મોટાભાગે માછીમારો રહે છે અને અન્ય લોકો ચોખા અને નાળિયેરની ખેતી કરી ગુજરાન ચલાવે છે.
સેન્ટ માર્ટિન ટાપુ કેમ ખાસ બન્યો
સેન્ટ માર્ટિન ટાપુ આટલા વર્ષે કેમ ખાસ બન્યો છે? શા માટે અમેરિકા આ ટાપુ પર કબ્જો કરવા માંગે છે? તેને લઈને અનેક સવાલો પેદા થયા છે. તેની ખાસ સ્થિતિના કારણે આ ટાપુ દરિયાઈ વેપાર અને સુરક્ષા માટે વધુ મહત્વપૂર્ણ બન્યો છે. આ ટાપુ પાસે આવેલ આવેલ સ્ટ્રેટ ઓફ મલક્કામાંથી ભારત ઉપરાંત અન્ય દેશોના જહાજો પસાર થાય છે. સેન્ટ માર્ટિન ટાપુ પરથી આ જહાજો પર સરળતાથી નજર રાખી શકાય છે. વેપારી જહાજો પર નિયંત્રણ માટે આ ટાપુ વિશ્વના દેશો માટે ખાસ બન્યો છે. આથી જ શેખ હસીનાએ અમેરિકા પર આક્ષેપ લગાવ્યો હતો કે અમેરિકા સેન્ટ માર્ટિન ટાપુ પર કબ્જો કરવા માંગે છે. જો કે તેઓ આ બાબતે સંમત થયા ન હતા. ભારતમાં આશ્રય લેનાર શેખ હસીના દાવા સાથે કહે છે કે બાંગ્લાદેશમાં જો BNP સત્તામાં આવશે તો આ ટાપુ અમેરિકા અથવા ચીન જેવા દેશોને વેચી દેશે. બીજા શબ્દોમાં કહીએ તો BNP આ ટાપુ પરનો કબ્જો અન્ય દેશોને સોંપી શકે છે.
આ પણ વાંચો:બાંગ્લાદેશમાં હિંદુઓ પર થયેલા હુમલા અંગે પ્રિયંકા ગાંધીની પહેલી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું
આ પણ વાંચો:ED રાહુલ ગાંધીને મની લોન્ડરિંગ કેસમાં હાજર થવા સમન્સ પાઠવી શકે: સૂત્રો