India America/ માનવાધિકારના ઉલ્લંઘના અંગેના અમેરિકાના રિપોર્ટને ભારતે ફગાવ્યો

ભારતે માનવાધિકાર ઉલ્લંઘન અંગે અમેરિકા દ્વારા જારી કરાયેલા અહેવાલને સંપૂર્ણપણે ફગાવી દીધો છે. જેમાં અમેરિકાએ મણિપુરમાં થયેલી હિંસાનો ઉલ્લેખ કર્યો હતો.

India
Beginners guide to 2024 04 26T120402.850 માનવાધિકારના ઉલ્લંઘના અંગેના અમેરિકાના રિપોર્ટને ભારતે ફગાવ્યો

ભારતે માનવાધિકાર ઉલ્લંઘન અંગે અમેરિકા દ્વારા જારી કરાયેલા અહેવાલને સંપૂર્ણપણે ફગાવી દીધો છે. જેમાં અમેરિકાએ મણિપુરમાં થયેલી હિંસાનો ઉલ્લેખ કર્યો હતો અને દાવો કર્યો હતો કે ત્યાં માનવ અધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. ભારતે 80 પાનાના આ રિપોર્ટને ખોટો અને ભેદભાવપૂર્ણ ગણાવ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ગુરુવારે (25 એપ્રિલ) કહ્યું કે રિપોર્ટ દર્શાવે છે કે ભારતને લઈને અમેરિકાની સમજ યોગ્ય નથી.

સાપ્તાહિક બ્રીફિંગમાં યુએસ રિપોર્ટ પર પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, “અમે આ રિપોર્ટને કોઈ મહત્વ આપતા નથી અને તમારે પણ તે જ કરવું જોઈએ. અમેરિકાએ રિપોર્ટમાં ભારતના ઘણા મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો છે. આ રિપોર્ટમાં ચીન, બ્રાઝિલ, બેલારુસ, મ્યાનમારની સાથે ભારતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અમેરિકાએ ભારત પરના રિપોર્ટને 6 ભાગમાં વંહેચયો છે.

જેમાં ભારતે દાવો કર્યો હતો કે મણિપુરમાં મીતાઈ અને કુકી સમુદાયોમાં જાતિય હિંસા ફેલાયા બાદ માનવ અધિકારોનું ઉલ્લંઘન થયું છે. 3 મે અને 15 નવેમ્બરની વચ્ચે ઓછામાં ઓછા 175 લોકો માર્યા ગયા અને 60,000 થી વધુ લોકો વિસ્થાપિત થયા. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે ભારતમાં સરમુખત્યારશાહી વધી છે.

અમેરિકાના માનવાધિકાર રિપોર્ટમાં ભારતમાં રહેતા મુસ્લિમોને લઈને પણ ઘણા દાવા કરવામાં આવ્યા છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ભારતની ભાજપ સરકાર ભારતમાં મુસ્લિમો સાથે ભેદભાવ કરી રહી છે. ભારતમાં પણ લઘુમતીઓ પર હુમલા વધ્યા છે. રિપોર્ટમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે મોદી સરકાર પત્રકારોને ચૂપ કરવાનો અને તેમને જેલમાં મોકલવાનો પ્રયાસ કરી રહી છે. આ સિવાય જમ્મુ-કાશ્મીરના લોકોની અભિવ્યક્તિની સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું હોવાનું પણ કહેવામાં આવ્યું છે. લોકોને શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવા દેવામાં આવતા નથી.

રિપોર્ટમાં ગૈર કાનૂની હત્યાઓ, ટારગેટ કિલિંગનો પણ ભારત પર આરોપ છે. આ સાથે 31 જુલાઈના રોજ ટ્રેનમાં એક શખ્સને ટ્રેનમાં ગોળી મારી 3 લોકોને હત્યા કરવામાં આવી હોવા બાબતનો પણ સમાવેશ કર્યો છે. આ ઉપરાંત દેશમાં હાલમાં શાસન કરી રહેલ ભાજપ પાર્ટી અદાવત રાખતા BBCના દિલ્હી અને મુંબઈની ઓફિસમાં દરોડો પાડ્યા હોવાનો પણ ઉલ્લેખ છે. ખાસ કરીને આ રીપોર્ટમાં વિપક્ષ પર કરાતી કાર્યવાહી એટલે રાહુલ ગાંધીના સાંસદ સભ્યપદ બાબતના વિવાદની પણ નોંધ લીધી છે. તેમજ દેશની એન્ટી કરપ્શન બ્યુરો પાસે જૂન 2021થી અત્યાર સુધી 169 ભ્રષ્ટાચારના કેસો સામે આવ્યા છે. અને ભારત સરકારે 1,827 NGOના રજીસ્ટ્રેશન રદ કર્યા જેમાં મોટાભાગના એવા એનજીઓ હતા જેઓ માનવાધિકાર ઉલ્લંઘન પર સરકાર સામે સવાલ ઉઠાવી રહ્યા હતા. આ રિપોર્ટના એક હિસ્સામાં આખા વર્ષ દરમ્યાન ભારતમાં થયેલ એવી ઘટનાઓ જેમાં ભેદભાવ થયો હોય તેમજ બિલકિસ બાનોના કેસનો ઉલ્લેખ કરાયો હતો.

અમેરિકાના આ રિપોર્ટમાં ભારત પર લગાવવામાં આરોપોને ભારતના વિદેશ વિભાગના પ્રવક્તા રણધીર જયસ્વાલે માનવાધિકાર અંગેના અમેરિકન રિપોર્ટને સંપૂર્ણપણે ફગાવી દીધો છે. અને કહ્યું કે આ તેમની વિચારશક્તિ પર આધીન છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઉનાળાની ઋતુમાં સ્ટાઇલિશ અને આરામદાયક હેરસ્ટાઈલને અપનાવો

આ પણ વાંચો:ઓફિસમાં તણાવથી છૂટકારો મેળવવા માંગતા હોવ તો આ ટિપ્સ ફોલો કરો

આ પણ વાંચો:આ બિમારીઓ માટે ફાયદાકારક છે વાસી રોટલી , જાણો તેના કેટલાક ફાયદા