Not Set/ થયો મોટો ખુલાસો : વડાપ્રધાનના ફીટનેસ વીડીયો પાછળ એક રૂપિયાનો પણ ખર્ચ નથી કરાયો 

દિલ્હી, વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ)એ એક આરટીઆઈ અરજીના જવાબમાં જણાવ્યુ છે કે, જૂન મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફિટનેસ વીડિયો બનાવવામાં કોઈ ખર્ચ આવ્યો નહોતો. યોગ દિવસના એક સપ્તાહ પહેલા 13 જુનના રોજ વડાપ્રધાન મોદીએ ટ્વીટર પર પોતાનો ફિટનેસ વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેમણે અલગ અલગ પ્રકારના યોગ રજુ કર્યા હતા. તેમણે કાળા રંગનો જોગિંગ ડ્રેસ […]

Top Stories India
mvwnzllavd 1528949765 થયો મોટો ખુલાસો : વડાપ્રધાનના ફીટનેસ વીડીયો પાછળ એક રૂપિયાનો પણ ખર્ચ નથી કરાયો 
દિલ્હી,
વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ)એ એક આરટીઆઈ અરજીના જવાબમાં જણાવ્યુ છે કે, જૂન મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફિટનેસ વીડિયો બનાવવામાં કોઈ ખર્ચ આવ્યો નહોતો. યોગ દિવસના એક સપ્તાહ પહેલા 13 જુનના રોજ વડાપ્રધાન મોદીએ ટ્વીટર પર પોતાનો ફિટનેસ વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેમણે અલગ અલગ પ્રકારના યોગ રજુ કર્યા હતા. તેમણે કાળા રંગનો જોગિંગ ડ્રેસ પહેર્યો હતો.
PTI949 e1534950021721 થયો મોટો ખુલાસો : વડાપ્રધાનના ફીટનેસ વીડીયો પાછળ એક રૂપિયાનો પણ ખર્ચ નથી કરાયો 
કોંગ્રેસ સાંસદ શશી થરુરે આરોપ લગાવ્યો હતો કે આ બનાવવા માટે 35 લાખ રુપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ આરોપને કેન્દ્ર સરકારે ફગાવી દીધા છે. પીએમઓ તરફથી આરટીઆઈના જવાબમાં જણાવાયુ છે કે, પીએમ નરેન્દ્ર મોદીએ જે વીડિયો પોસ્ટ કર્યો હતો,તેને બનાવવા પાછળ કોઈ જ ખર્ચ કરવામાં આવ્યો નથી. વડાપ્રધાનના આવાસમાં જ બનાવવામાં આવ્યો છે. તેમજ વીડિયોગ્રાફી પીએમઓ ના કેમેરામેન દ્વારા જ કરવામાં આવી હતી, તે માટે કોઈ બહારથી કેમેરામેન હાયર કરવામાં આવ્યો નહોતો.
25938588 ModiExercise 6 e1534950201824 થયો મોટો ખુલાસો : વડાપ્રધાનના ફીટનેસ વીડીયો પાછળ એક રૂપિયાનો પણ ખર્ચ નથી કરાયો 
પીએમઓ તરફથી એવી પણ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે આ માટે કોઈપણ ખરીદી કરવામાં આવી નથી.
આ પહેલા કેન્દ્રીય મંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોડે પણ વડાપ્રધાન મોદી દ્વારા ફિટનેસ વીડિયો પર રુપિયા 35 લાખ ખર્ચ કરાયા હોવાની વાતને નકારી કાઢી હતી. આ ફિટનેસ વીડિયોને લઈ કોંગ્રેસ નેતા અને કેન્દ્રીય મંત્રી વચ્ચે ટ્વીટર પર ગરમાગરમી પણ થઈ હતી.