accident case/  પારડી નજીક દારૂના નશામાં ટ્રક ચાલકે પેસેન્જર બસ સાથે સર્જ્યો અકસ્માત, મુસાફરો જીવ બચાવવા બારી બહાર કૂદ્યા

વલસાડમાં પારડી નજીક અકસ્માત સર્જાયો. પારડી નજીક મોડી રાત્રે દારૂના નશામાં ટ્રક ચાલકે અકસ્માત કર્યો.

Top Stories Gujarat Others
Beginners guide to 2024 03 29T131030.130  પારડી નજીક દારૂના નશામાં ટ્રક ચાલકે પેસેન્જર બસ સાથે સર્જ્યો અકસ્માત, મુસાફરો જીવ બચાવવા બારી બહાર કૂદ્યા

વલસાડ: પારડી નજીક અકસ્માત સર્જાયો. પારડી નજીક મોડી રાત્રે દારૂના નશામાં ટ્રક ચાલકે અકસ્માત કર્યો. નશામાં ધૂત ટ્રક ચાલકની ટ્રક હાઈવે પર ડિવાઈડર સાથે અથડાયા બાદ મુસાફરો ભરેલ બસને ટક્કર મારી. પેસેન્જર બસમાં 60 જેટલા લોકો મુસાફરી કરી રહ્યા હતા. પેસેન્જર બસ અને ટ્રક વચ્ચે મોટો અકસ્માત સર્જાયો. સદનસીબ આ ઘટનામાં કોઈ જાનહાનિ થયાનું સામે આવ્યું નથી. ટ્રકની પેસેન્જર બસ સાથે જોરદાર ટક્કર થવા છયા બાદ મુસાફરોનો ચમત્કારિક બચાવ થયો હતો.

Capture 1 2  પારડી નજીક દારૂના નશામાં ટ્રક ચાલકે પેસેન્જર બસ સાથે સર્જ્યો અકસ્માત, મુસાફરો જીવ બચાવવા બારી બહાર કૂદ્યા

ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ મહારાષ્ટ્રની સરકારી બસ વાપી થી ધુલે જઇ રહી હતી. દરમ્યાન વલસાડના પારડી નજીક ગતમોડી રાત્રે મહારાષ્ટ્રની પેસેજન્જર ભરેલ બસ પસાર થતી હતી ત્યારે હાઈવે પર એક ટ્રક સાથે અથડાઈ. આ પેસેન્જરમાં બસમાં આશરે 60 જેટલા મુસાફરો પ્રવાસ કરી રહ્યા હતા. બસનો ટ્રક સાથે અકસ્માત થયાનું માલૂમ પડતા મુસાફરો જીવ બચાવવા ઇમરજન્સી બારીમાંથી બહાર કૂદી પડ્યા હતા.

દરમ્યાન જાણવા મળ્યું કે ટ્રક ચાલક દારુના નશામાં ચકચૂર હતો. મહારાષ્ટ્રના સરકારી બસના મુસાફરોએ તાત્કાલિક આ ઘટનાની પોલીસને જાણ કરી. પારડી પોલીસ આવે તે પહેલા જ ટ્રક ચાલક લોકોને હાથતાળી આપી ફરાર થઈ ગયો. દરમ્યાન પોલીસે ટ્રકની વધુ તપાસ કરતા તેમાંથી દેશી દારૂની બોટલો પણ મળી આવી. આ મામલે પારડી પોલીસે બસ પેસેન્જરોને ફરિયાદના આધારે ટ્રક ચાલકને ઝડપવાની કાર્યવાહી હાથ ધરી છે.

Capture 2 2  પારડી નજીક દારૂના નશામાં ટ્રક ચાલકે પેસેન્જર બસ સાથે સર્જ્યો અકસ્માત, મુસાફરો જીવ બચાવવા બારી બહાર કૂદ્યા

નોંધનીય છે કે વલસાડના પારડી હાઈવે પર અગાઉ પણ અનેક વખત ગંભીર અકસ્માતો સર્જાયા છે. આ મહિનાની શરૂઆતમાં જ એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં શાકભાજી ભરેલ પિકઅપવાનના ચાલકે એક મોપેડને ટક્કર મારતા 2 યુવકો ગંભીરપણે ઘાયલ થયા હતા. યુવકોને સારવાર માટે તાત્કાલિક સરકારી હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં ટૂંકી સારવારમાં બંને યુવાનનું મૃત્યુ થયું હતું. જ્યારે વર્ષ 2022માં પારડી નજીકના નેશનલ હાઈવે પર એક વિચિત્ર અકસ્માતમાં એકસાથે 9 વાહનો અથડાયાની ઘટના બનવા પામી હતી. આ ઘટનામાં 5 લોકોને ઇજા પંહોચી હતી પરંતુ કોઈ જાનહાનિ થઈ નહોતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:PM Modi and Khadge/4 જજોએ પ્રેસ કોન્ફરન્સ કેમ કરી? પીએમ મોદી અને ખડગે ધાકધમકીનાં આરોપમાં સામસામે

આ પણ વાંચો:Foreign Minister of Ukraine/યુક્રેનના વિદેશ મંત્રી પ્રથમ વખત ભારતની મુલાકાતે 

આ પણ વાંચો:Mukhtar Ansari Death/મુખ્તાર અન્સારીનું આજે પોસ્ટમોર્ટમ કરવામાં આવશે, તેમના અંતિમ સંસ્કાર પૈતૃક