જામીન મંજૂર/ ત્રણ ભૂમાફિયાના જામીન મંજૂર , મોરબી સેસન્સ કોર્ટ જામીન મંજૂર કર્યા

જમીન માફિયાઓને કંટ્રોલમાં રાખવા માટે અને નિર્દોષ લોકોને કાયદેસરની જમીનના રક્ષણ કરાવવા માટે રાજ્ય સરકારે લેન્ડ ગ્રેબિંગ એક્ટની રચના કરીને તેને અમલમાં મુકાવી છે. આ કાયદા હેઠળ થતા કેસોમાં આરોપીને જામીન મળવા ખુબજ અઘરા હોય છે જોકે , આમ તો આરોપીને જામીન મેળવાનો અધિકાર ભારતના સંવિધાન દ્વારા મળેલ છે. જોકે ક્યારેક પુરાવાના અભાવ અથવા કેસની […]

Gujarat
law and order 759 ત્રણ ભૂમાફિયાના જામીન મંજૂર , મોરબી સેસન્સ કોર્ટ જામીન મંજૂર કર્યા

જમીન માફિયાઓને કંટ્રોલમાં રાખવા માટે અને નિર્દોષ લોકોને કાયદેસરની જમીનના રક્ષણ કરાવવા માટે રાજ્ય સરકારે લેન્ડ ગ્રેબિંગ એક્ટની રચના કરીને તેને અમલમાં મુકાવી છે. આ કાયદા હેઠળ થતા કેસોમાં આરોપીને જામીન મળવા ખુબજ અઘરા હોય છે જોકે , આમ તો આરોપીને જામીન મેળવાનો અધિકાર ભારતના સંવિધાન દ્વારા મળેલ છે. જોકે ક્યારેક પુરાવાના અભાવ અથવા કેસની પરિસ્થતિને જોતા કોર્ટે આ કેસમાં જામીન મંજુર કરતી હોય છે. તાજેતરમાં આવોજ એક કેસમાં મોરબીની સેશન્સ કોર્ટે આરોપીઓના જામીન મંજુર કર્યા છે.

મોરબી સેસન્સ કોર્ટમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટના કાયદા હેઠળ ધરપકડ કરાયેલ આરોપીઓ ભવાન મંગાભાઈ વેસરા, નવઘણ અમરશી વરાણીયા અને સુનીલ અમરશી વરાણીયાનો જામીન પર છુટકારો થયો છે

મોરબી બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદી હીરાલાલ નેસડીયાએ ફરિયાદ નોંધાવી હતી કે તેની માલિકીની લક્ષ્મીનગર કો ઓ હા સોસાયટી પ્લોટ નં ૧ પરના બ્લોક નં ૨૧ વાળા પ્લોટ પર આરોપીઓએ ગેરકાયદેસર કબજો કર્યો હોય જેથી બી ડીવીઝન પોલીસે લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ગુન્હો નોંધી આરોપીઓની ધરપકડ કરી હતી જેમાં આરોપી તરફે ધારાશાસ્ત્રી દિલીપ અગેચણીયા રોકાયેલ હોય જેને આરોપીઓ નિર્દોષ હોવાની તેમજ કોઈ ગુનાહિત ઈતિહાસ ના ધરાવતા હોવાની દલીલો કરી હતી અને બેઇલ માટે વિવિધ ચુકાદાઓ રજુ કર્યા હતા.

જેને પગલે આરોપી પક્ષની દલીલ માન્ય રાખી આરોપીઓને શરતી જામીન પર છોડવાનો કોર્ટે હુકમ કર્યો હતો આરોપી તરફે મોરબી જીલ્લાના ધારાશાસ્ત્રી દિલીપ અગેચણીયા, જીતેન અગેચણીયા, સુનીલ માલકીયા અને જે ડી સોલંકી રોકાયેલ હતા